અંતિમ ની મહિમા મકવાણા
૨૬ મી નવેમ્બરે સલમાન ખાન ફિમ્સ ની અંતિમ : દ ફાયનલ ટુથ ફિલ્મ થિયેટરો માં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ માં સલમાન ખાન ઉપરાંત તેના બનેવી આયુષ શર્મા અને નવોદિત હિરોઈન મહિમા મકવાણા લીડ રોલ માં છે. આ ફિલ્મ ની હિરોઈન મહિમા ગુજરાતી છે અને આ તેની પ્રથમ બોલિવુડ મુવી છે.
મહિમા મકવાણા માત્ર ૨૨ વર્ષીય છે અને ખૂબ સામાન્ય ઘર માં થી આવે છે. તેનો જન્મ ઓગષ્ટ ૧૯૯૯ માં મુંબઈ ખાતે થયો હતો. મહિમા ના પિતા મિસ્ત્રીકામ કરતા હતા. જો કે મહિમા માત્ર ચાર માસ ની જ હતી ત્યારે કિડની ઈન્વેક્શન ના કારણે તેના પિતા નું અવરૂ શાન થયું હતું.
મહિમા ની માતા માથે મહિમા અને તેના મોટાભાઈ એમ બે બાળકો ની જવાબદારી આવી ગઈ હતી. તેઓ દહીસર ની એક ચાલી માં રહેતા હતા. મહિમા એ મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કુલ માં થી અભ્યાસ કર્યો હતો. તેણે માસ મિડીયા માં બેચલર ની ડિગ્રી મેળવી હતી. મહિમા નો ભાઈ એકાઉન્ટન્ટ છે. મહિમા જ્યારે માત્ર નવ વર્ષ ની હતી ત્યાર થી જ તેણે કામ શરુ કરી દીધું હતું. જો કે શરુઆત માં લગભગ ૫૦૦ ઓડિશન્સ આપ્યા અને તમામ માં રિજેક્ટ થયા બાદ આખરે ૨૦૦૮ માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે સૌ પ્રથમ ટીવી સિરીયલ મોહે રંગ દે માં કામ મળ્યું.
ત્યાર બાદ તો તેણે બાલિકા વધુ, મિલે જબ હમતુમ, સવારે સબ કે સપને-પ્રિતો, આહટ અને સીઆઈડી જેવી ઘણી સિરિયલ્સ માં કામ કર્યું હતું. ૨૦૧૫ સુધી મહિમા દહીસર થી સ્ટેડિયો લોકલ ટ્રેન માં જ આવતી જતી હતી. જ્યારે તે ૧૬ વર્ષની થઈ ત્યારે ૨૦૧૫ માં તેણે મુંબઈ ના મીરા રોડ પર ફ્લેટ ખરીદ્યો હતો. અહીં તે તેની માતા તથા ભાઈ સાથે રહે છે. મહિમા એ સપને સુહાને લડકપન કે, ડાન્સ ઈન્ડિયા ડાન્સ-૪, દિલ કી બાતે દિલ હી જાને થી માંડી ને શુભારંભ જેવી ડઝન-બે ડઝન સિરિયલ્સ માં કામ કર્યું. ત્યાર બાદ ૨૦૧૭ માં તેલુગુ ફિલ્મ ફેંક્ટાપુરમ સાઉથ ની ફિલ્મો માં ડેબ્યુ કર્યા બાદ મોસાગુલ્લ માં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત રંગબાઝ સિઝન-૨ અને લેશ જેવી વેબ સિરીઝ માં પણ કામ કર્યું હતુ.
૨૦૧૯ અને ૨૦૨૦ એમ બે વખત મહિમા પોતાની સિરિયલ શુભારંભ ના પ્રમોશન માટે બિગ બોસ માં ગઈ હતી. સલમાન ત્યાર થી તેને ઓળખે છે. પ્રથમ નજરે જોતા જ સલમાન ને લાગ્યું હતું કે આ છોકરી ભવિષ્ય માં બહુ આગળ વધશે. આથી જ્યારે તેણે અંતિમ ની સ્ટોરી સાંભળી ને પિશ્ચર પ્રોડ્યુસ કરવા નું નક્કી કર્યું ત્યારે તેને સૌ પ્રથમ મહિમા ની યાદ આવી હતી. આમ સલમાન ના કારણે મહિમા મકવાણા ને અંતિમ માં લીડ રોલ મળ્યો હતો.