આઈપીએલ – ૨૦૨૨ રિટેન્ડ ક્રિકેટર્સ

આઈપીએલ – ૨૦૨૨ ના મેગા ઓક્શન પહેલા હાલ ની ૮ ફેંચાઈઝીઓ એ પોતા ની ટીમ માં રિટેન કરેલા ખેલાડીઓ ની યાદી જાહેર કરી દીધી છે. આ સિવાય ના તમામ ખેલાડીઓ આ ૮ ટીમો અને આ વખતે નવી ઉમેરાનારી બે ટીમો – અમદાવાદ અને લખનૌ માટે ઓશન માં ઉપલબ્ધ હશે. આ વખત નું લિસ્ટ ઘણું ચોંકાવનારુ છે. ઘણા જ દિગ્ગજ ખેલાડીઓ રિટેન નથી થયા. ખુદ ધોની અને કોહલી જેવા ખેલાડીઓ પણ ઘટાડેલા ભાવે રિટેન કરાયા છે જ્યારે ઘણા નવોદિતો માલામાલ થઈ ગયા છે.

જેમ કે કોલકત્તા ના વેંકટેશ ઐયર ને ૨૦ લાખ થી હવે ૮ કરોડ રૂ. માં, હૈદરાબાદ ના ઉમરાન મલિક ને ૧૦ લાખ થી ૪ કરોડ અને ચેન્નાઈ ના ઋતુરાજ ગાયકવાડ ને ૨૦ લાખ થી ૬ કરોડ, અર્શદીપ સિંગ ને ૨૦ લાખ થી ૪ કરોડ, અબ્દુલ સમહ ને ૨૦ લાખ થી ૪ કરોડ જ્યારે પૃથ્વી શૉ ને ૧.૨ કરોડ થી ૭.૫ કરોડ ના ભાવે રિટેન કરાયા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ધોની ને ગત વખત ના ૧૫ કરોડ ની જગ્યા એ ૧૨ કરોડ માં જ્યારે કોહલી ને માં રિટેન કર્યો હતો.

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા હવે ટી-૨૦ ટીમ ઈન્ડિયા નો પણ કેપ્ટન બનતા ૧ કરોડ વધારી ને ૧૫ ની જગ્યા એ ૧૬ કરોડ માં રિટેન કર્યો હતો. વિવિધ ખેલાડીઓ ને રિટેન કર્યા બાદ હવે આ ૮ ફેંચાઈઝીઓ પાસે મેગા ઓક્શન માં ખેલાડીઓ ખરીદવા સૌથી મહત્તમ ૭૨ કરોડ રૂા. પંજાબ કિંગ્સ પાસે જ્યારે સૌથી ઓછ IPL ૪૭.૫૦ કરોડ રૂા. દિલ્હી કેપિટલ્સ પાસે રહેશે. આ ઉપરાંત અન્ય છ ટીમો માં રાજસ્થાન રોયલ્સ પાસે ૬૨, સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે ૬૮, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે ૫૭, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ દરેક પાસે ૪૮ કરોડ રૂા. રહેશે. જ્યારે નવી આવનમરી અમદાવાદ અને લખનૌ ની ટીમ ની પાસે ખેલાડીઓ ખરીદવા અને પોતાની ટીમ બનાવવા ૯૦ કરોડ રૂા. હશે. આ વખતે રિટેન થયેલા ખેલાડીઓ માં રોહિત શર્મા, રિષભ પંત અન રવિન્દ્ર જાડેજા પ્રત્યેક ને ૧૬ કરોડ રૂા. અર્થાત કે વિરાટ કોહલી ના ૧૫ કરોડ કરતા ૧ કરોડ વધારે રૂ. મળશે. જ્યારે આઈપીએલ માં ધોની થી વધારે ફી મેળવનારા રોહિત, પંત, જાડેજા અને કોહલી ઉપરાંત સંજુ સેમસન – ૧૪ કરોડ એમ પ ખેલાડીઓ છે.

Leave a Reply

Your email address will not be published.