આતંકી શિખ સંગઠન સંસદ ઉપર ખાલિસ્તાની ધ્વજ લ્હેરાવશે ?

ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સી એ તાજેતર માં એલર્ટ જાહેર કર્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શિખ ફોર જસ્ટિસ સંસદ ભવન ને ઘેરાવ કરી ને તેના ઉપર ખાલિસ્તાની ધ્વજ લ્હેરાવવા ની યોજના બનાવી રહ્યું છે. આ એલર્ટ માં સંસદ ભવન ની આસપાસ સુરક્ષા નો ચુસ્ત બંદોબસ્ત કરવા પણ જણાવાયું હતું.
ભારતીય ગુપ્તચર વિભાગ ના એલર્ટ રિપોર્ટ માં જણાવાયા પ્રમાણે ભારત માં પ્રતિબ‘ધિત આતંકવાદી સંગઠન શિખ ફોર જસ્ટિસ ના આતંકવાદી ગુરપતવંત સિંગ પશુ એ યુટયુબ ચેનલ ઉપર રિલીઝ કરેલા વિડીયો માં કૃ ષિ કાયદા નો વિરોધ કરી આંદોલન કરી રહેલા ખેડૂતો ને અપીલ કરી છે કે તેઓ સંસદ ના શીતકાલિન સત્ર દરમિયાન ૨૯ મી નવેમ્બરે સંસદ નો ઘેરાવ કરે અને ઝંડો ફરકાવે. આ ઉપરાંત પન્નુ એ વિડીયો માં એમ પણ જણાવ્યું હતું કે સંસદભવન ઉપર ખાલિસ્તાની ઝંડો ઘેરાવનાર ને સવા લાખ અમેરિકી ડોલર નું ઈનામ આપવા માં આવશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ જ પ્રતિબંધિત આતંકવાદી સંગઠને વર્ષ ની શરુઆત માં પ્રદર્શનકારી ખેડૂતો ને ભડકાવતુ એલાન કર્યું હતું કે જે કોઈ ગણતંત્ર ના દિવસે લાલ કિલ્લા ઉપર ખાલિસ્તાની ધ્વજ ફરકાવશે તેને ૨.૫ લાખ અમેરિકી ડોલર નું ઈનામ અપાશે. ત્યાર બાદ ૨૬ મી જાન્યુઆરી એ પાટનગરી નવી દિલ્હી અને તેના લાલ કિલ્લા ખાતે ખેડૂત ના નામે ફેલાયેલા આતંક નો આખો દેશસાક્ષી છે.
જો કે ૧૫ મી નવેમ્બરે યુ.કે. પોલિસે | શિખ ફોર જસ્ટિસ ની સદા સુપરસ્ટોર ના પ્રથમ માળે, ૩૫૬ બાથ રોડ હાઉસ્સો ખાતે ની ઓ-િ ફસે રેડ પાડવા ના સમાચાર સીએનએન-ન્યુઝ ૧૮ એ પ્રસારિત કર્યા હતા. પોલિસે રેડ દરમ્યિાન ઓફિસ થી ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ અને પંજાબ રેફરન્ડમ ના મતો ને લગતા ફર્જી દસ્તાવેજો તૈયાર કરાતા હોવાની સામગ્રી ઝડપી હતી. આ દરમ્યિાન પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા એક વ્યક્તિ ની પણ ધરપકડ કરાઈ હતી. જો કે ૧૫ નવેમ્બર ની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ ની રેડ બાદ ભારત માં ૨૯ મી નવેમ્બરે સંસદ ભવન ઉપર મોરચો લઈ જવા નો અને સંસદ ભવન ને ઘેરવા નો કાર્યક્રમ મુલત્વી રખાયો હતો.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શીખ ફોર જસ્ટિસ સહિત ના અન્ય ખાલિસ્તાની સંગઠનો અને તેની સાથે સંકળાયેલા એનજીઓ નું ફંડીંગ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) ના રડાર ઉપર જ છે. આવા સંગઠનો ને સકંજા માં લેવા માટે જ તાજેતર માં એનઆઈએ ની ટીમ કેનેડા ગઈ હતી. આ ટીમ માં આઈજી સ્તર ના અધિકારીઓ સામેલ હતા. કેન્દ્ર સરકારે કૃ ષિ કાયદા ના વિરોધ માં કેનેડા માં દેશ વિરધી પ્રવૃત્તિઓ માં સામેલ ઘણા કેનેડિયનો ના ઓઆઈસી કાર્ડ અને ભારત ના લાંબી મુદત ના વિઝા રદ કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published.