ઓસ્ટ્રેલિયા માં વૃંદાવન?

ભારત ની ભૂમિ થી હજારો માઈલ દૂર પશ્ચિમી ઓસ્ટ્રેલિયા ના પર્થ શહેર માં સાક્ષાત વૃંદાવન નો અહેસાસ કરાવતી સેક્રેડ ઈન્ડિયા ગેલેરી આવેલી છે. ભારત આવી ને ૧૩ વર્ષો વૃંદાવન માં રહેલા જગતતારિણી ત્યાર બાદ પરત વતન તો ચાલ્યા ગયા પરંતુ કૃષ્ણભક્તિ અને વૃ દાવન તેમના જીવન નો ભાગ બની ગયા.
રવિ વા ૨ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મન કી બાદ રેડિયો પ્રોગ્રામ માં પણ વડાપ્રધાને જેમનો ઉલ્લેખ કર્યો હતો તે કૃષ્ણભક્તિ ના રંગે રંગાયેલી જગતતારિણી ની કૃષ્ણભક્તિ ની વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ખૂબ પ્રશંસા કરી હતી. આ ટુ લિયા માં જન્મેલા જગતતારિણી એ મેલબર્ન માં અભ્યાસ કર્યો હતો. જો કે તેમની થિયેટર અને આર્ટ માં રુચિ હોવા ના કારણે ૨૧ વર્ષ ની ઉંમરે ઘર છોડી ને સિડની પહોંચી ગયા હતા. આજ શોખ ના કારણે આખી દુનિયા ફરવા નું નક્કી કર્યા બાદ તેઓ ૧૯૮૦ માં વૃંદાવન આવ્યા હતા. જો કે અહીંયા આવ્યા બાદ અહીં ના લોકો, અહીં ની પરંપરા, ખાનપાન અને કળા

થી તેમજ કૃષ્ણભક્તિ ના રંગે એવા રંગાયા કે તેઓ અહીંયા જ રહી ગયા. આ દરમ્યિાન તેઓ ઈસ્કોન સંસ્થા સાથે પણ જોડાયા હતા. ૧૯૮૦ ના દાયકા માં કોઈ પશ્ચિમી દેશ ની મહિલા વૃદાવન આવી ને અહીં ની સંસ્કૃતિ અપનાવે તે સૌ ને અચંબિત કરતું હતું. જો કે જગતતારિણી એ ન માત્ર વૃંદાવન ની સંસ્કૃતિ અપનાવી, પરંતુ સ્થાનિક લોકો ની સમાજસેવા કરી ને સૌના દિલ જીતી લીધા હતા. તેમના વૃંદાવનવાસ દરમિયાન તેમણે દેશ ના અન્ય અનેક ધાર્મિક સ્થાનો ની યાત્રા પણ કરી હતી. આખરે ૧૯૯૬ માં તેઓ તેમના પરિવાર સાથે ઓસ્ટલિયા પરત ફર્યા અને પર્થ માં પોતાનું ઘર વસાવ્યું. પરંતુ વૃંદાવન અને કbણ ભકિતા તેમના જીવન સાથે અતૂટ અંગ ની જેમ જોડાઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયા ના પર્થ માં જ તેમણે વૃંદાવન બન|ાવી દીધું. સેકેડ ઈન્ડિયા ગેલેરી માં તમને ભારત ના તીર્થ અને સંસ્કૃતિ ની ઝલક અવશ્ય જોવા મળે છે. આમ પર્થ માં જ વૃંદાવન નું સર્જન કરી પોતાની કૃષ્ણ ભક્તિ તેમણે અખંડ રાખી છે.


Leave a Reply

Your email address will not be published.