કોરોના ના નવા વેરિએન્ટ થી વિશ્વ ભયભીત

આખા વિશ્વ માં મોટાભાગ ના પ્રદેશો માં શિયાળો શરુ થતા કોરોના ની સંભવિત નવી લહેર અંગે ફફડાટ વ્યાપ્યો હતો. યુરોપિયન દેશો માં તેના એંધાણ પણ મળી રહ્યા હતા. ત્યાં દ.આફ્રિકા માં મલ્ટિપલ મ્યુટશનવાળો નવો કોરોના વાયરસ સામે આવ્યો છે.
દ.આફ્રિકા ના વાયરોલોજિસ્ટ ટ્યુલિઓ ડી ઓલિવિરા એ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યું હતું કે દ.આફ્રિકા માં મલ્ટિપલ મ્યુટેશનવાળો વારસ સામે આવ્યો છે. વૈજ્ઞાનિકો એ આ વારસ નું નામ બી.૧.૧.૫૨૯ રાખ્યું છે અને તેને વેરિએન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે. દ.આફ્રિકા માં કોરસેના ના નવા દર્દીઓ વધવા પાછળ નું કારણ આ નવા બહુવિધ પરિવર્તનવાળા વાયરસ નું છે. દ.આફ્રિકા ઉપરાંત બોત્સવાના અને હોંગકોંગ ના દ.આફ્રિકા ના નાગરિકો માં પણ સમાન સંક્રમણ જોવા મળ્યું છે. અર્થાત કે વાયરસ દ.આફ્રિકા ની વ્હાર હોંગકોંગ અને બોત્સાવાના સુધી પણ પ્રસરી ચૂક્યો છે. આ અગાઉ ગત વર્ષે પણ કોરોના નો બીટા વાયરસ સૌ પ્રથમ દ.આફ્રિકા માં દેખાયા બાદ આખા વિશ્વ માં પ્રસરી ગયો હતો. ઓલિવિરા એ વિશ્વ આરરેગ્ય સંસ્થાન ની ઈમર્જન્સી બેઠક બોલાવવા ની માંગ કરી છે. આ મુજબ ડબલ્યુએચઓ એ ગુરુવારે યોજાયેલી મિટીંગ બાદ નવા વેરિએન્ટ અંગે સરકારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી જેથી તેઓ આગામી સાવચેતી ના પગલા લઈ શકે.

દ.આફ્રિકા નો આ નવો વેરિએન્ટ ઝડપ થી દુનિયા માં પ્રસરી રહ્યો છે. હોંગકોંગ અને બોત્સવાના બાદ શુક્રવારે ઈઝરાયેલ અને બેલ્જિયમ માં પણ નવા વેરિએન્ટ ના સંક્રમિતો મળી આવ્યા હતા. ત્યાર બાદ કેનેડા, ઓસ્ટિયા, નેધરલેન્ડ, ઈટાલિ, જર્મની અને ફ્રાન્સ એ આફ્રિકી દેશો માં થી આવતી ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ લગાવી દીધા હતા. ત્યાર બાદ સાઉદી આરબ, બ્રાઝિલ, અમેરિકા અને આફ્રિકી દેશો થી આવતી ફ્લાઈટ્સ પ્રતિબંધિત કરી દીધી હતી. જો કે ભારતે હજુ સુધી આફ્રિકી દેશો થી આવતી ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ લગાવ્યો નથી. જો કે તમામ એરપોર્ટસ ને દ.આફ્રિકા, બોત્સવાના, ઈઝરાયેલ અને હોંગકોંગ થી આવતી ફ્લાઈટ્સ ના યાત્રિકો ની યોગ્ય રીતે તપાસ કરવા ના અને તેમાં કોઈ પણ પ્રકાર ની બેદરકારી ના દાખવવા ના નિર્દેશો આપ્યા હતા.
દ.આફ્રિકા અને બોત્સવાના માં મળેલા કોરોના ના નવા વેરિએન્ટ ના કારણે ખતરો વધ્યો છે. બ્રિટીશ વૈજ્ઞાનિકો ના જણાવ્યા પ્રમાણે નવા વેરિએન્ટ માં ૩ર મ્યુટેશન થઈ રહ્યા છે. જેના કારણે વેક્સિન પણ એટલી અસરકારક નથી. આ વેરિએન્ટ પોતાના સ્પર્ધક પ્રોટીન માં ફેરફાર કરી ને ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત માટે ખતરા ની ઘંટી છે કે નવો વેરિએન્ટ હોંગકોંગ સુધી પહોંચી ગયો છે. ડબલ્યુએચઓ ના જણાવ્યા પ્રમાણે વેરિએન્ટ્સ માં ઘણા યુટનેશન્સ હોવાથી વધુ અભ્યાસ કરવા માં અને તેની અસર ને સમજવા માં થોડા સપ્તાહો નો સમય લાગી શકે છે. દ.આફ્રિકા માં એક જ સપ્તાહ માં નવા કેસો માં ૨૧૦ ટકા નો તોતિંગ વધારો નોંધાયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાને નવા વાયરસ ને એમિક્રોન નામ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published.