ગન ઈન્ડસ્ટ્રી રિપબ્લિકન રાજ્યો માં

અમેરિકા માં ગન ઈન્ડસ્ટ્રીઝ અબજો ડોલર્સ નો વેપલો કરે છે. ત્યાં ગન રાખવા માટે ન સરળ કાયદાઓ ના કારણે લોકો પણ મોટા પ્રમાણ માં સ્વબચાવ માટે હથિયાર ખરીદે છે. જો કે આ જ કારણોસર ત્યાં સ્કુલો અને મોલ્સ જેવા જાહેર સ્થળો ઉપર ગન વડે હુમલા ના બનાવો પણ અવારનવાર બનતા રહે છે. અમેરિકા ના ગન કલ્ચર બાબતે સમાજ માં પણ બે મત પ્રવર્તે છે. અમુક લોકો સ્વરક્ષણ માં ગન જેવું હથિયાર રાખવા ને પોતાનો અબાધિત અધિકાર સમજે છે. જ્યારે અમુક લોકો વારંવાર થતા ગન દ્વારા હુમલા અને નિર્દોષો ના મોત બાદ ગન કલ્ચર ને નિયંત્રિત કરવા નો મત ધરાવે છે. અમેરિકી સમાજ ની માફક જ અમેરિકા ના બે પ્રમુખ રાજકીય પક્ષો પણ આ બાબતે પરસ્પર વિર|ોધાભાસી મત ધરાવે છે. રાષ્ટ્રપતિ જો બાયડન અને ડેમોક્રેટીક પાર્ટી ગન કલ્ચર ને નિયંત્રણ માં લેવા ના મત માં છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી લોકો ને સ્વરક્ષણ માટે ગન રાખવા ના અબાધિત અધિકાર ના પક્ષ માં છે.

હવે જ્યારે અમેરિકા માં રાષ્ટ્રપતિ જો બાયડન અને ડેમોક્રેટ સરકાર અસ્તિત્વ માં છે ત્યારે અમેરિકા માં ડેમોક્રેટીક પાર્ટીવાળા રાજ્યો માં ગન કલ્ચર સામે કડક કાયદાઓ લાવી રહી છે. આથી આવા રાજ્યો માં સ્થિત ટોચ ની બંદુક નિર્માતા કંપનીઓ પોતાનું કામકાજ સમેટી ને રિપબ્લિકન રાજ્યો માં શિફટ થઈ રહી છે. જો કે આમ થવાથી ડેમોક્રેટીક પાર્ટી ના રાજ્યો ન માત્ર અબજો ડોલર્સ ની મહેસુલી આવક જ ગુમાવી રહી છે, પરંતુ આવી વર્ષો થી ધમધમતી ગન ફેક્ટરીઓ માં કામ કરતા હજારો લોકો ની નોકરીઓ પણ ચાલી જતા બેકારી ના ખપ્પર માં હોમાઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ રિપબ્લિકન રાજ્યો આવી અબજો ડોલર્સ ની મહેસુલી આવક અને હજારો રોજગારી ની તકો નું સર્જન કરનારી ગન ફેક્ટરીઓ માટે રેડ કાર્પેટ બિછાવી આવકારી રહી છે. અનેક ડેમોક્રેટીક રાજ્યો એ કડક બંદુક નિયંત્રક કાયદાઓ પસાર કર્યા છે જેનાથી આવા રાજ્યો માં હવે બંદુકો નું વેચાણ નિયત્રિત કરાયું છે. સૌથી આકરા નિયમો ન્યુયોર્ક સિટી અને ન્યુયોર્ક સ્ટેટ એ દાખલ કર્યા છે.

જે મુજબ હવે કોઈ પણ નાગરિક બંદુક લઈ ને ઘરે થી નહીં નિકળી શકે. અર્થાત કે જાહેર માં બંદુક લઈ ને ફરવા ઉપર પ્રતિબંધ લગાવાયો છે. આ જ સંદર્ભે અસોલ્ટ રાયફલ્સ ના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. હવે ત્યાં ર૧ વર્ષ થી વધુ ની વય ના વયસ્કો જ ગન લાયસન્સ મેળવી શકશે. તદુપરાંત ન્યુયોર્ક સ્ટેટ નું ગન લાયસન્સ અન્ય રાજ્યો માં માન્ય ગણાશે નહિ. આના પરિણામ સ્વરુપ ન્યુયોર્ક ની ૨૦૦ વર્ષ જૂની ગન કંપની રેમિટન હવે એટલાન્ટા, જ્યોર્જિયા શિફ્ટ થઈ રહી છે. આવી જ અન્ય ગન કંપની સ્મિથ એન્ડ વેસન મેસેગ્યુએટ્સ છોડી ને ટેનેસી શિફ્ટ થઈ રહી છે. ૧૮૫ર થી ચાલતી આ ગન ફેક્ટરી એ મેસેગ્યુએટ્સ છોડતા અને નવા કાયદા લાગુ કરાતા મેસેપ્યુએટ્સ ની મહેસુલી આવક ૬૦ ટકા ઘટી ગઈ છે અને બેરોજગારી દર વધી ગયો છે. જ્યારે રેમિટન ગન ફેક્ટરી એ એટલાન્ટા માં ૧૦ કરોડ ડોલર્સ ના રોકાણ ની જાહેરાત કરી છે. આથી ત્યાંના સ્થાનિક બજારો માં ફૂલ ગુલાબી તેજી વર્તાઈ રહી છે.
અમેરિકી ગન કલ્ચર નો એ વાત થી અંદાજ લગાવી શકાય છે કે ૨૦૨૦ માં ગત વર્ષે ૨.૩ કરોડ ગન્સ વેચાઈ હતી જે ૨૦૧૯ કરતા ૭૦ ટકા અધિક હતી અને નિષ્ણાંતો ના જણાવ્યા પ્રમાણે ૨૦૨૦ માં હજુ આ આંકડો બમણો થવાની સંભાવનાઓ છે.

Leave a Reply

Your email address will not be published.