જેતા – નવ્યા કેબીસી ના એપિસોડ માં

ભારતીય ટીવી દર્શકો માટે જ્ઞાન, ગમ્મત, મનોરંજન સાથે મોટા પૈસા જીતવા ની આશાઓ જગાવતો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ છે. કેબીસી છેલ્લા ૨૧ વર્ષો થી પ્રસારીત થઈ રહ્યો છે. તેની એક માત્ર સિઝન કિંગ ખાન અર્થાત શાહરુખ ખાન એ હોસ્ટ કરી હતી અન્યથા તમામ સિઝન અમિતાભ બચ્ચને જ હોસ્ટ કરી હ ! લ મ ‘ ૩ જી ડિસેમ્બરે પ્રસારીત થનારો કેબીસી નો એપિસોડ તેનો સિમાચિહ્નરૂપ એક હજાર મો એપિસોડ છે. આ યાદગાર એપિસોડ માં અમિતાભ બચ્ચન ની સુપુત્રી શ્વેતા બચ્ચન અને અમિતાભ ની દોહિત્રી નવ્યા નવેલી નંદા ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હાલ માં કેબીસી ની ૧૩ મી સિઝન ચાલી રહી છે. અર્થાત કે ૨૧ વર્ષો માં ૧૩ સિઝન દર્શકો માણી ચુક્યા છે.

જે પૈકી ની ત્રીજી સિઝન ના હોસ્ટ શાહરુખ હતો જ્યારે અન્ય ૧૨ સિઝન અમિતાભ એ જ હોસ્ટ કરી છે. ૧000 મા યાદગાર એપિસોડ માં હોટ સિટ ઉપર પુત્રી અને પૌત્રી આવ્યા હતા. નવ્યા એ હોસ્ટ નાનાજી ને પ્રશ્ન કર્યો હતો કે સામાન્ય રીતે જે પણ હોટ સિટ ઉપર બેસે છે તેને તમે પ્રશ્ન પુછો છો કે તમે કેવી રીતે તૈયારી કરી છે ? આજે હું તમને પૂછવા માંગીશ કે અમારા માટે તમે કેવી તૈયારી કરી છે ? હાજર જવાબી નાનાજી અમિતાભ એ પ્રત્યુત્તર માં જણાવ્યું જલેબી જેવા સીધા સવાલો હશે અને ભુલભુલૈયા જેવા સરળ પણ. જ્યારે સુપ_ત્રી શ્વેતા એ પૂછ્યું હતું કે પાપા, હું પૂછવા માંગુ છું કે તમારો 1000 મો એપિસોડ છે, તો તમને કેવું લાગે છે ? જવાબ માં અમિતાભ કહે છે કે એવું લાગે છે કે આખી દુનિયા જ બદલાઈ ગઈ છે.

ત્યાર બાદ પ્રથમ એપિસોડ થી લઈ ને અત્યાર સુધી ની સફર ની ઝલક બતાવાઈ હતી. આ વિડીયો શૈર કરી ને કહેવા માં આવ્યું હતું કે ચહેરા ઉપર નું હાસ્ય, જ્ઞાન નો ખજાનો, આંખો માં ખુશી ના આંસુ તથા તમારા પ્રેમ ના કારણે કેબીસી એક હજાર એપિસોડ પૂરા કરવા જઈ રહ્યો છે. આ ખુશી ની ક્ષણે ભાવુક થઈ ઉઠ્યા છે એબી સર, જ્યારે પ્રોમો ના અંત માં ભાવુક થઈ ઉઠેલા, આંખ માં ખુશી ના આંસુ સાથે કરોડો લોકો ના પ્રિય હોસ્ટ અમિતાભ બચ્ચન પોતાના આગવા, અનોખા અંદાજ માં ઘેઘુર સ્વરે કહે છે ઓલ રાઈટ, રમત ને આગળ વધારવા ની છે. કારણ કે રમત હજુ પુરી થઈ નથી. આટલું કહેતા જ સેટ ઉપર તાળીઓ નો ગડગડાટ ગુંજી ઉઠે છે.

Leave a Reply

Your email address will not be published.