ટ્વિટર ના સીઈઓ બન્યા પરાગ અગ્રવાલ

માઈક્રો બ્લોકિંગ વેબસાઈટ ટ્વિટર સહસંસ્થાપક જેક ડોર્સી એ સોમવારે કંપની ના સીઈઓ પદ ઉપર થી રાજીનામુ આપતા ટ્વિટર ના નવા સીઈઓ ભારતીય મૂળ ના પરાગ અગ્રવાલ બન્યા હતા. ૪૫ વર્ષીય જેક ડોર્સી એ ૧૬ વર્ષ બાદ સીઈઓ પદ છોડતા જ ટ્વિટર ના શેર્સ માં ૧૦ ટકા નો ઉછાળો આવ્યો હતો.
જેક ડો{ એ ૨૧ માર્ચ, ૨૦૦૬ માં પોતાના ત્રણ સાથીઓ સાથે સાન્ફાન્સિસ્કો માં ટ્વિટર ની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેઓ સૌથી મોટી ટેકનોલોજી એન્ટરપ્રિન્યોર્સ પૈકી ના એક બની ગયા હતા. પરાગ અંગે ડોર્સી એ ટ્વિટ કર્યું હતું કે મને સીઈઓ તરીકે પરાગ ઉપર વિશ્વાસ છે. છેલ્લા ૧૦ વર્ષો થી તેમની કામગિરી શાનદાર રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૩૭ વર્ષીય પરાગ અગ્રવાલ નો જન્મ મુંબઈમાં થયો હતો. આઈઆઈટી મુંબઈ થી એન્જિનિયરીંગ કર્યા બાદ સ્ટેન્ફર્ડ યુનિ. કેલિફોર્નિયા થી કપ્યુટર સાયન્સ માં પીએચડી કર્યું હતું. ટ્વિટર સાથે જોડાયા અગાઉ પરાગ માઈક્રોસોફ્ટ, યાહુ અને એટીએન્ડટી જેવી મલ્ટિનેશનલ કંપનીઓ માં કામ કરી ચુક્યા છે. ૨૦૧૧ માં ટ્વિટર સાથે જોડાયા બાદ સીઈઓ બન્યા તે પહેલા તેઓ સીટીઓ અર્થાત કે ચીફ ટેકનોલોજીકલ ઓ-િ ફસર હતા.

૨૦૧૧ માં ટ્વિટર ના એન્જિનીયર તરીકે જોડાયા ના દસ વર્ષો બાદ હવે તેઓ ટ્વિટર ના સીઈઓ બન્યા છે. ૧૯૮૪ માં જન્મેલા પરાગ અગ્રવાલ વિશ્વ ની ટોપ ૧૦૦ યુવા સીઈઓ બન્યા છે. પરાગ અગ્રવાલ ને કંપની તરફ થી ૧ મિલિયન ડોલર્સ ના વાર્ષિક પેકેજ ઉપરાંત અન્ય ઈન્સેન્ટિલ્ટ મળશે. ટ્વિટર ના સીઈઓ પદ ઉપર નિયુક્ત થયા બાદ પરાગ અગ્રવાલ એ ટ્વિટર ઉપર જેક ડોર્સી નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના વિટ માં જણાવ્યું હતું કે આ નિમણુંક થી તેઓ ખૂબ જ સન્માનિત થવાનું અનુભવે છે અને ખુશ છે. તેમણે મિત્રતા દાખવવા તેમ જ સતત માર્ગદર્શન માટે ડોર્સી નો આભાર માન્યો હતો. પરાગ અગ્રવાલ ના અંગત જીવન માં ૨૦૧૫ માં ઓક્ટોબર માસ માં વિનીતા સાથે સગાઈ કરયા બાદ ૨૦૧૬ માં પરાગ-વિનીતા એ લગ્ન કર્યા હતા. વિનીતા એક એસોસિએટ પ્રોફેસર છે અને તેમનો એક પુત્ર પણ છે જેનું નામ અંશ છે. હાલ તેઓ કેલિફોર્નિયા ના સાનફ્રાન્સિસ્કો શહેર માં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *