દાદીમા ના નુસખાં

પપૈયું

ગામડાઓમાં પપૈયાનું ઝાડ દરેક ઘરમાં જોવા મળે છે. પપૈયાનું ફળ લાંબુ હોય છે. કાચા પપૈયાના દૂધથી “પપન” નામનો પદાર્થ બનાવવામાં આવે છે. પપૈયું, તેના બી અને તેના પાંદડા જુદાજુદા પ્રકારના રોગોમાં કામ આવે છે. કાચું પપૈયું મળ રોધક, કફ-વાત ઉત્પન્ન કરનરા તથા મોડેથી પચનારા હોય છે. પરંતુ પાકું પપૈયું સ્વાદિષ્ટ, મીઠું, રૂચિકારક, પિત્ત નાશક, પેટમાં એકઠા થયેલા મળને કાઢનાર તથા આંખોની જ્યોતિ (પ્રકાશ) વધારનાર હોય છે. આ હરસ મસા, દાદર, કૃમિ તથા પેટના રોગો માટે બહુ લાભકારી હોય છે. દાદીમાં દ્વારા સૂચવવામાં આવેલા પપૈયાના ચિકિત્સીય ઉપયોગ નીચે મુજબ છે.


જિગર વધવું – જો નાના બાળકને જીગર વધવાની ફરિયાદ હોય તો તેને પપૈયાનો રસ સવારે-સાંજે પિવડાવવો જોઈએ.


ઝાડા – કાચું પૈડયું બાફીને ખાવાથી જૂના ઝાડા ઠીક થઈ જાય છે.


કબજિયાત – એક કપ પપૈયાના રસમાં થોડો કાળા મરીનો પાવડર મેળવીને પીવાથી જૂની કબજિયાત પણ ઠીક થઈ જાય છે.


કૃમિ – પપૈયાના ૧૦-૧૨ બી પીસીને પાણીમાં ઘોળીને પિવડાવવાથી બાળકોના પેટના કૃમિ મરી જાય છે અને મળ સાથે બહાર નીકળી જાય છે.


સુંદરતા – દરરોજ પપૈયું ખાવાથી તથા તેનો રસ મોઢાં પર લગાવવાથી ચહેરાની સુંદરતા વધે છે.


કમળો – એક કપ પપૈયાના રસમાં એક ચપટી સફેદ એલચીનું ચૂરણ મેળવીને દરરોજ સેવન કરવાથી કમળો મટી જાય છે.


દાદર – પપૈયાનું દૂધ દાદર પર લગાવવાથી દાદર ખતમ થઈ જાય છે.


દુગ્ધ વૃધ્ધિ – કાચા પપૈયાનું શાક ખાવાથી માતાઓનાં સ્તનોમાં દૂધની વૃ ધ્ધિ થાય છે.


ગાજર – આખાય ભારતમાં ગાજરની પેદાશ થાય છે. આ ખાદ્ય તથા ઔષધીય ગુણોની દૃષ્ટિએ બહુ ઉપયોગી છે. કાચી ગાજર ખાવાથી લઈને શાક, અથાણું, મુરબ્બો, હલવો, ઔષધિ વગેરે ઘણાં બધા રૂપોમાં ગાજરનો ઉપયોગ થાય છે. આ મીઠી રસપૂર્ણ, તીખી, અગ્નિદીપક અને રક્તપિત્ત, હરસમસા, સંગ્રહણી, કફ તથા વાતને દૂર કરનારી છે. ગાજરના બી અને પાંદડા પણ દવા બનવિવાના કામમાં આવે છે. ગાજર પૌષ્ટિક છે અને રોગ વિનાશક પણ. ગાજરમાં વિટામિન, પ્રોટીન, ચરબી, કાબહાઈડ્રેટ્સ, થિયામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ગંધક, વગેરે તત્વો રહેલા છે. આ સિવાય આમાં કેરોટીન નામના તત્વો પણ હોય છે જે સ્વાથ્ય વૃધ્ધિ માટે બહુ ઉપયોગી છે. ગાજર રક્ત શોધક, બળ, વીર્ય, ઓજસ અને જીવન-શક્તિ આપનાર અજોડ શાક છે. આ આંખ, કંઠ, શ્વાસનળી તથા ચેપી રોગોને દૂર કરનારી તથા સ્નાયુતંત્રને સુદઢ બનાવનારી છે. આવો, આપણે પણ ગાજરના ઔષધીય ગુણોનો સંપૂર્ણ ફાયદો લેવાનો પ્રયત્ન કરીએ.


અપચો-મંદાગ્નિ-ભોજન કર્યા પહેલાં તથા ભોજન કર્યા પછી કાચી ગાજરને ચાવી ચાવીને ખાવાથી મંદાગ્નિ અને અપચાથી મુક્તિ મળે છે.


કબજિયાત – ગાજરનો રસ એક કપ, એક કપ લીંબુનો રસ અને બે ચમચી શુધ્ધ મધ – બધાને મેળવીને સવારે પીવાથી કબજિયાત દૂર થાય છે.


ઝાડા – ગાજરના એક કપ તાજાં રસમાં થોડું શેકેલું જીરું અને થોડી પીરૂ રેલી સૂંઠ મિક્સ કરીને પીવાથી પાતળા ઝાડા બંધ થઈ જાય છે.


કમળો – ગાજરનો રસ, પાલકનો રસ અને સંતરાનો રસ – ત્રણેયને

Leave a Reply

Your email address will not be published.