દ.આફ્રિકી વેરિઅન્ટ એમિક્રોના

હાલ માં આખા વિશ્વ માં દ.આફ્રિકા ના વેરિઅન્ટ એમિકોન ની દહેશત વ્યાપી છે. વિશ્વભર ના શેરબજારો માં પણ ધરખમ ઘટાડા ઉપરાંત વિશ્વ ના ઘણા દેશો એદ.આફ્રિકા સહિત આફ્રિકન દેશો ની ફલાટ્સ ઉપર પ્રતિબંધો લગાડ્યા છે. જો કે વિશ્વ આરોગ્ય સંસ્થાન દ્વારા આ વેરિએન્ટ ને એમિકોન નામ અપાયા બાદ તેની ઉપર વિવાદ શરુ થઈ ગયો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાન કોરોના વેરિયન્ટ ના જુદા જુદા પ્રકાર ના અલગ-અલગ નામ આપે છે. જો કે એમિકોન ના નામકરણ ઉપર હવે 1 વિશ્વ આરોગ્ય સંસ્થાન ઉપર જ સવાલો ઉઠવા લાગ્યા છે. વાસ્તવ માં વિશ્વ આરોગ્ય સંસ્થન આવા નામકરણ ગ્રીક મૂળાક્ષરો ના અક્ષર પ્રમાણે રાખે છે. ગ્રીક મૂળાક્ષર માં કુલ ૨૪ અક્ષરો છે. જે પૈકી પ્રથમ અક્ષર આલ્ફા થી શરુ (કરી ને બારમા અક્ષર મ્યુ સુધી કોરોના વાયરસ ના અલગ અલગ વેરિએન્ટ ના નામ ક્રમાનુ સાર અપાયા હતા. હવે ગ્રીક મૂળાક્ષર પ્રમાણે ૧૩ મો શબ્દ ન્યુ અને ૧૪ મો શબ્દ શી (ઝી) એક્સઆઈ છે પરંતુ આ વખતે કોરોના ના ૧૩ મા વેરિયન્ટ ના નામકરણ વખતે વિશ્વ આરોગ્ય સંસ્થાને ૧૩ અને ૧૪ મો અક્ષર છોડી ને સીધો ૧૫ મો અક્ષર એમિકોન પસંદ કર્યો હતો.

આવું પ્રથમવાર બન્યુ છે કે મૂળાક્ષર ના બે અક્ષરો છોડી દેવાયા હોય. આના માટે એમ કહેવાય છે કે ૧૩ મો અક્ષર ન્યુ અન્ય ભાષાઓ માં પણ આ અક્ષર શબ્દ સ્વરુપે હોવા થી તેમ જ તેના ઉચ્ચારણ ના કારણે છોડી દેવાયો છે. જો કે ૧૪ મો અક્ષર શી – એક્સ આઈ ને ચીન ના રાષ્ટપતિ શી જિનપિંગ ના નામ ની સામ્યતા ના કારણે છોડી દેવાયો હતો અને ૧૫ મા મૂળાક્ષર નો ઉપયોગ કરાયો હતો.
યુકે ના સુવિખ્યાત દા’ટેલિગ્રાફ ના અનુસાર વિશ્વ આરોગ્ય સંસ્થાન ના એક સૂત્ર ના જણાવ્યા અનુસાર નવા વેરિએન્ટ નું નામ શી-એક્સઆઈ ચીન ના રાષ્ટ્રપતિ ના નામ સાથે ની સામ્યતા ના લીધે રાખવા માં આવ્યું નથી અને ત્યાર બાદ નો અક્ષર એમિક્રોન નું નામકરણ કરાયુ હતું. જો કે આ મહામારી મળ્યા બાદ યુ.એસ.ના સાંસદ ટેડ કુઝ એ તો વિશ્વ આરોગ્ય સંસ્થાન ની વિશ્વ નીયતા સામે જ સવાલ ખડો કરી દીધો હતો. ટેડ કુઝ એ કહ્યું હતું કે જો વિશ્વ આરોગ્ય સંસ્થન ચીન ની કોમ્યુનિસ્ટ પાર્ટી થી આટલું ડરતુ હોય તો ભયાવહ મહામારી ના સમયે આ હેલ્થ એજન્સી એ ડર કે પક્ષપાત વગર કાર્યવાહી કરી હશે તેવો વિશ્વાસ કઈ રીતે કરી શકીએ? આમ હવે દ.આફ્રિકા ના કોરોના ના નવા વેરિયન્ટ ના ગ્રીક મૂળાક્ષર ના બે અક્ષરો છોડી ને એમિકોન નામકરણ અંગે વિવાદ શરુ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *