પાકિસ્તાન માં ટેપ કાંડ

પાકિસ્તાન માં લીક કરાયેલી એક ઓડિયો ટેપ એ રાજકીય ભૂકંપ સજ્ય છે. આ ઓડિયો ટેપ માં પાકિસ્તાન ના પૂર્વ ચીફ જસ્ટિસ કોઈ ની સાથે વાત કરતા એવો સ્વિકાર કરે છે કે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ ને દોષિત ઠેરવી સજા આપવા સૈન્ય નું દબાણ હતું જેથી ઈમરાન ખાન નિયાઝી ને સત્તા માં લાવી શકાય. હાલ માં તો આ ટેપ નો થોડી સેકન્ડ નો ભાગ જ જાહેર કરાયો છે પરંતુ એવું મનાય છે કે ટૂંક સમય માં પૂરી વાતચીત ની ટેપ જાહેર કરાશે. પાકિસ્તાન ના ઈન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ અહમદ નૂરાવી આ ટેપ વ્હાર લાવ્યા છે. તેઓ એમના ક્ષેત્ર માં એટલી ઝીણવટતાપૂર્વક કામ કરવા જાણિતા છે કે તેમના રિપોર્ટ સામે સવાલ ના ઉઠે. આ વખતે પણ ટેપ જાહેર કરતા અગાઉ તેની ફોરેન્સિક તપાસ અમેરિકા માં કરાવી હતી જેથી કોઈ ટેપ ખોટી છે તેવો દાવો ન કરે. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે ટેપ જાહેર થયા બાદ પૂર્વ ચીફ જસ્ટિસ નિસાર એ સ્વિકાર્યું છે કે ટેપ માં અવાજ તેમનો છે.

આ ટેપ માં પૂર્વ જસ્ટિસ નિસાર કહે છે કે હું ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે કમનસીબી થી અમારી પાસે એવી સેના છે જે જજો ને ફરમાન જારી કરે છે. હવે તેઓ કહી રહ્યા છે કે મિયાંસાહેબ (નવાઝ શરીફ) ને મરિયમ ને સજા આપવી જોઈએ, કેમ કે અમારે ખાન સાહેબ (ઈમરાન ખાન) ને લાવવા ના છે. સામે પક્ષે થી કહે છે – નવાઝ શરીફ ને સજા ઠીક છે, પરંતુ મરિયમ ને – પુત્રી ને સજા ના આપવી જોઈએ. પ્રત્યુત્તરમાં જસ્ટિસ નિસાર કહે છે હા, તેનાથી તો જ્યુડિશ્યિરી પર પણ સવાલ ઉઠશે. આ ટેપ ૨૦૧૮ માં થયેલી પાકિસ્તાની સંરૂ દીય ચૂંટણી થી થોડા સમય પહેલા ની છે જ્યારે ઈમરાન ખાન નિયાઝી ઈસ્લામાબાદ માં કન્ટેનર્સ ઉપર ચઢી ને રેલીઓ કરી રહ્યા હતા. બાદમાં પનામા પેપણ લીક અને ભ્રષ્ટાચાર ના મામલે નવાઝ શરીફ ને ૧૦ વર્ષ ની અને મરિયમ ને ૮ વર્ષ ની સજા ફટકારાઈ હતી. બન્ને ના જેલવાસ બાદ નવાઝ શરીફ સારવાર કરાવવા લંડન જતા રહ્યા હતા ને હજુ સુધી પરત થયા નથી જ્યારે મરિયમ સજા વિરુધ્ધ અપીલ માં ગયા અને મામલો હજુ પેન્ડીંગ છે.

પાકિસ્તાન માં આમ પણ તમામ વિપક્ષી નેતાઓ – નવાઝ શરીફ, મરિયમ શરીફ, આસિફ અલી ઝરદારી, બિલાવલ ભુટ્ટો, મૌલવી ફઝલુર રહેમાન સર્વે ઈમરાન ખાન નિયાઝી ને સિલેક્ટડ પ્રાઈમ મિનિસ્ટર કહે છે. સિલેક્ટઃ વઝીર-એ-આઝમ નો મતલબ એ થયો કે તેઓ જનતા દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાન નથી પરંતુ પસંદ કરાયેલા વડાપ્રધાન છે. પાકિસ્તાન માં માથાભારે આર્મી અને કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈએસ નો એટલો ખોફ છે કે લોકો – નેતાઓ સીધુ આર્મી નું નામ દેતા ખચકાય છે. પરંતુ આ ટેપ જાહેર થતા એ બાબત સ્પષ્ટ થઈ જાય છે કે ઈમરાન ચૂંટાયેલા વડાપ્રધાન હરગીઝ નથી, તેઓ માત્ર ને માત્ર સૈન્ય ની કૃપાદૃષ્ટિ મેળવી ને જ સત્તારુઢ થયા હતા. આ ઓડિયો ક્લિપ ને પાકિસ્તાન ની પ્રસિધ્ધ યુટ્યુબર અને જર્નાલિસ્ટ આલિયા શાહ એ જાહેર કરતા કહ્યું હતું કે આગામી દિવસો માં પૂર્ણ ટેપ બહાર આવશે. આ વિસ્ફોટક ટેપ ના ખુલાસા બાદ પીએમએલએન નેતા મરિયમ નવાઝે કહ્યું હતું કે આ ટેપ માં જસ્ટિસ સાકિબ નિસ્સાર જણાવે છે કે મને અને મારા પિતા ને દોષિત ઠેરવવા તેમની ઉપર કોણે દબાણ કર્યું હતું.

આ ન્યાયિક દખલ મારા પિતા ના પક્ષ માંપાંચમી સાક્ષી છે. તમે સત્ય ગમે તેટલું છુપાવો આજે નહીં તો કાલે તમારે દેશ ને સત્ય જણાવવું જ પડશે. હવે સમય આવી ગયો છે કે સાકિબ નિસાર અને લેફ્ટ. જનરલ ફેઝ હમીદ એ સંસ્થાનો ની આડ લેવા નું બંધ કરી દેવું જોઈએ. આ ઓડિયો જાહેર થતા ઈમરાન ખાન નિયાઝી ની રાજકીય હાલત બગડી શકે છે. એક તરફ પેટ્રોલ-વિજળી માં કમરતોડ ભાવવધારો અને આસમાન ને આંબતી મોંઘવારી થી દેશ ની જનતા પરેશાન છે જ, જ્યારે બીજી તરફ આઈએસઆઈ ના ડિરેક્ટર ની બદલી અને નવા ની નિમણુંક મામલે વડાપ્રધાન અને સૈન્ય વડા વચ્ચે ટકરાવ ની સ્થિતિ છે. વડાપ્રધાન ની રાજકીય હાલત બગડવા ઉપરાંત સૈન્ય પણ અપમાનિત થશે. અત્યાર સુધી સૈન્ય દખલગિરી ની કાનાફૂંસી અને સૈન્ય નું નામ દીધા વગર ઈમરાન ખાન નિયાઝી ને સિલેક્ટઃ વઝીરએ-આઝમ ગણાવનારા રાજકીય નેતાઓ તો ઠીક પરંતુ હવે તો મિડીયાકર્મીઓ અને પાકિસ્તાની આરામ પણ પાકિસ્તાન આર્મી સામે ખુલી ને બોલવા લાગશે અને આ આર્મી માટે નિશંકપણે અપમાનજનક સ્થિતિ હશે.

કારણ કે આ ઓડિયો ટેપ એ વાત સાબિત કરે છે કે ન્યાયતંત્ર પણ નિષ્પક્ષ નથી. આર્મી ની ત્યાં પણ દખલગિરી છે જ. નવાઝ શરીફ અને મરિયમ ના કેસ માં ન્યાય નથી મળ્યો, પરંતુ આર્મી ના દબાણ હેઠળ તેમના દિશાનિર્દેશો મુજબ ચુકાદો સંભળાવાયો હતો અને સૌથી અગત્ય નું કે આર્મી ચૂંટણી અગાઉ થી જ ઈમરાન ખાન ને સત્તા માં લાવવા માંગતી હતી. આમ ઈમરાન ખાન નિયાઝી પણ જનતા નો ચુકાદો-વોટ ના આધારે નહીં પણ (લશ્કર) આર્મી ની પસંદ થી સત્તાસ્થાને બિરાજ્યા હતા.

આ ટેપ ના સંદર્ભે સ્પષ્ટતા કરવા સિલેક્ટઃ વઝીર એ આલમ ઈમરાનખાન | નિયાઝી એ કહ્યું હતું કે કથિતરુપે પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસાર ની ઓડિયો ટેપ એક નાટક છે!! તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે પનમા પેપર્સ માં શરીફ પરિવાર ના ભ્રષ્ટાચાર નો ખુલાસો થયો હતો. ઈમરાન ખાન નિયાઝી એ મરિયમ ઉપર નિશાનો સાધતા કહ્યું હતું કે તમે કોર્ટ અને સૈન્ય ને ખરાબ કહી શકો છો, પરંતુ એ જણાવો કે એ એપાર્ટમેન્ટ ખરીદવા પૈસા ક્યાંથી મળ્યા? જો કે આમ કરી ને ઈમરાન ખાન નિયાઝી એ તો ઓડિયો ટેપ મામલે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. પરંતુ સૌથી અચરજપૂર્ણ બાબત એ છે કે આ મામલે આર્મી અને આઈએસઆઈ સંપૂર્ણ મૌન છે. તેમણે હજુ સુધી આ મામલે પોતાનો કોઈ પ્રતિભાવ આપ્યો નથી.

વળી ઈમરાન ખાન નિયાઝી ને પણ એ સમજવા ની જરુર છે કે પાકિસ્તાની આવામ નો શરીફ પરિવારે એપાર્ટમેન્ટ ક્યાં થી ખરીદ્યુ તેના કરતા વધારે ચિંતા પોતાના વોટ નું શું થયું તે અંગે ની છે. અત્યાર સુધી તો આર્મી ની દખલગિરી અને આર્મી ની પસંદ ના સિલેક્ટઃ વડાપ્રધાન હોવાની આશંકા માત્ર હતી. હવે પ્રથમવાર દેશ ના ખૂદ પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસ્સાર એ તે વાત સ્વિકારી લીધી છે કે ઓડિયો ટેપ માં સંભળાતો અવાજ તેમનો જ છે. ઈમરાન ખાન નિયાઝી ની મજાક ઉડાવતા કેબિનેટ ડિવિઝન ના સંયુક્ત સચિવ હમ્માદ શમીમી એ સોશ્યિલ મિડીયા માં લખ્યું હતું કે ઈમરાન ખાન નિયાઝી ની પાર્ટી પીટીઆઈ (તહરીક-એ ઈસ્લામ – પાકિસ્તાન) અને તાલિબાન માં એક સમાનતા છે. બન્ને ને સમજાતું નથી કે સત્તા સંભાળ્યા બાદ સરકાર કેવી રીતે ચલાવાય?

Leave a Reply

Your email address will not be published.