પ.પૂ. સ્વ. પ્રમુખરવામિ મહારાજ ની ૧૦૦ મી જન્મજયંતિ

વિશ્વપ્રસિધ્ધ બોચાસણવાસી | અક્ષરપુરુષોત્તમ સંસ્થા ના પૂર્વ પ્રમુખ અને ન માત્ર ભારતભર માં પરંતુ વિશ્વભર માં કરોડો સંપ્રદાય – બેસના આદ્યાત્મિક ગુરુ અક્ષરધામ નિવાસી પ.પૂ. પ્રમુખસ્વામિ મહારાજશ્રી ની ૭ મી ડિસેમ્બરે ૧૦૦ મી જન્મજયંતિ વિશ્વભરમાં ઉજવાશે. આ અંગે બેપ્સ દ્વારા પરમપૂજ્ય પ્રમુખ સ્વામિ મહારાજ ની ૭ થી ૧૧ ડિસે. ૨૦૨૦ જન્મજયંતિ પર્વ ઉજવનાર છે.
૭ મી ડિસે.૧૯૨૧ ના રોજ વડોદરા નજીક ના ચાણસદ ગામે તેમનો જન્મ થયો હતો. | માત્ર ૧૮ વર્ષ ની વયે ૧૯૪૦ માં શાસ્ત્રીજી | મહારાજ ની નિશ્રા માં સાધુત્વ પામી નારાયણ સ્વરુપદાસ સ્વામિ બન્યા. માત્ર ૨૮ વર્ષની ઉંમરે તેમની અપાર માનવતા, નિસ્વાર્થ ભાવે બીજા ને મદદ કરવા ની વૃ ત્તિ અને ઉમદા સેવાકાર્યો થી પ્રેરિત થઈ ને ૧૯૫૦ માં શાસ્ત્રીજી મહારાજે તેમને બેપ્સ ના પ્રમુખ બનાવ્યા.

૧૯૫૧ માં શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ ને ઉત્તરાધિકારી નીમી ને અક્ષરધામવાસી થયા. ૧૯૭૧ માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારજે તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. પોતાના જીવનકાળ દરમિયાન લાખો-કરોડો લોકો ને વ્યસન અને બદી થી મુક્ત કરાવી ને ધર્મ અને સદાચાર ના માર્ગે વાળ્યા. તેમણે લગભગ ૧૭,000 ગામડાઓ, શહેરો અને નગરો માં વિચરણ કરવા ઉપરાંત ભવ્ય અક્ષરધામ મંદિર – ગાંધીનગર, નવી દિલ્હી અને રોબિન્સવિલ-ન્યુજર્સી માં બનાવવા ઉપરાંત વિશ્વભર માં ૧૧૦૦ મંદિરો નાનિર્માણ થકી સમગ્ર વિશ્વ માં હિન્દુ ધર્મ ની યશપતાકા લહેરાવી હતી. આજે વિશ્વભરમાં ફેલાયેલી આ બેપ્સ સંસ્થા માં હાલ ૧૨00 સંતો છે. આ ૧૨૦૦ સંતો માં થી ૪૫) સંતો તો એન્જિનિયર છે. આ ઉપરાત ડોક્ટર્સ, એમબીએ, સી.એ. – સીજીએ જેવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો ધરાવતા પણ ઘણા બધા સંતો છે. આ ઉપરાંત ૨૫૦ સંતો એવા છે કે જેઓ પૂર્વાશ્રમ માં તેમના માતાપિતા ના એક માત્ર સંતાન હતા. પરંતુ સંસાર ત્યાગી ને સ્વામિનારાયણ ના સંત બની ગયા. પ.પૂ. પ્રમુખ સ્વામિ જન્મજયંતિ સમારોહ જે ૭ થી ૧૧ ડિસે. દરમિયાન યોજાવા નો છે તેમાં ૭ મી અને ૯ મી ડિસેમ્બરે સુરત ૧૯ સહિત વિશ્વભર ના ૧૦૯ યુવાનો સાંસારીક મોહમાયા નો ત્યાગ કરી ને દિક્ષા ગ્રહણ કરી ને સન્યાસ ધારણ કરશે.

Leave a Reply

Your email address will not be published.