મનજિંદર સિરસા ભાજપ માં

દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટિ ના અધ્યક્ષ મનજિંદર સિરસા એ સંસ્થા ના અધ્યક્ષપદે થી અને અકાલી દળ માં થી રાજીનામુ આપી ને ભાજપા માં જોડાઈ ગયા હતા. પોતાના રાજીનામા પત્ર માં અંગત કારણવેસર રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે રાજીનામા ની કોપી સોશ્યિલ મિડીયા માં પણ શેર કરી હતી.
દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (ડીએસજીએમસી) ના અધ્યક્ષપદે થી રાજીનામુ આપી ભૂકંપ સર્જનાર મનજિંદર સિરસા એ કહ્યું હતું કે તેઓ પોતાની સાથે કામ કરનારા તમામ સભ્યો તથા પદાધિકારીઓ અને અન્ય લોકો ને કહેવા ઈચ્છે છે કે તેઓ ભવિષ્ય માં પણ ડીએસજીએમસી ની ચૂંટણી નહીં લડે. પરંતુ પોતાના સમુદાય, રાષ્ટ્ર અને માનવતા ની સેવા અગાઉ ની માફક ચાલુ રાખશે. જો કે મનજિંદર સિરસા એ અચાનક આપેલા રાજીનમા થી શિરોમણી અકાલી દળ માં હડકંપ મચી ગયો હતો.

અને તેમાં પણ ભાજપા માં જોડાતા ન માત્રશિરોમણી અકાલી દળ માં પરંતુ પંજાબ ના રાજકારણ માં હોબાળો મચી ગયો હતો. કારણ કે પંજાબી સમુદાય માં ખૂબ પ્રતિષ્ઠિત સિરસા એક અભૂત પ્રવક્તા પણ હતા. હવે જ્યાં માત્ર ત્રણ માસ માં ચૂંટણી યોજાવાની છે ત્યારે પંજાબ માં અકાલી દળ ની મુશ્કેલીઓ અપરંપાર વધી જશે. શીખ સમુદાય માં દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટિ ખૂબ જ મહત્વ ની મનાય છે. કૃ ષિ આંદોલન દરમિયાન પણ ડીએસજીએમસી નું ખૂબ મહત્વ નું યોગદાન રહ્યું હતું. હવે જ્યારે પંજાબ વિધાનસભા ની ચૂંટણી નજીક માં છે ત્યારે અકાલી દળ માં આટલા મોટા પદ ઉપર રહેલા દિગ્ગજ નેતા નું આમ અચાનક પાર્ટી માં થી રાજીનામુ આપીને ભાજપા માં જોડાઈ જવું તે શિરોમણી અકાલી દળ માટે વજાઘાત સમાન મનાય છે.

જ્યારે પંજાબ માં સિરસા ના ભાજપા માં જોડાવા થી ભાજપા ને નિઃશંકપણે મોટો ફાયદો થનાર છે. સિરસા દિલ્હી માં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પંજાબ ના ચૂંટણી પ્રભારી ગજેન્દ્રસિંહ શેખાવત, રાષ્ટ્રીય મહાસચિવ સહિત અન્ય નેતાઓ ની હાજરી માં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જો કે સિરસા ના અચાનક આવેલા રાજીનામા અંગે ના કારણો ની તપાસ માં એવું સામે આવ્યું હતું કે તાજેતર માં સંસ્થા માં યોજાયેલી ચૂંટણી જ સિરસા ની પાર્ટી માં થી રાજીનામા નું મૂળ કારણ છે. ડીએસજીએમસી ની તાજેતર માં યોજાયેલી ચૂંટણી માં અકાલી દળ ની જીત થયેલી પરંતુ અધ્યક્ષપદે મનજિંદર સિંગ સિરસા ની હાર થયેલી. જો કે અકાલી દળ ના વડા સુખબીર સિંહ બાદલ એ સિરસા ના હારવા છતા ફરી થી તેમને ડીએસજીએમસી ના વડા બનાવી દીધા હતા.

આમ હવે મનજિદર સિંગ સિરસા પોતાની તાકાત ઉપર નહીં, પરંતુ સુખબીર સિંગ બાદલ ની મહેરબાની થી આ પદ ઉપર હતા. મનજિંદર સિંગ સિરસા આ બાબત ને તેમની સાથે રમાયેલી આંતરીક દગખોરી માને છે. આથી જ યોગ્ય સમય આવ્યે તેમણે સંસ્થા ના અધ્યક્ષપદે થી તેમ જ અકાલી દળમાંથી રાજીનામુ આપ્યું હતું. જો કે માત્ર ત્રણ મહિના બાદ પંજાબ વિધાનસભા ની ચૂંટણી પૂર્વે સિરસા ભાજપા માં ભાજપા સાથે ગઠબંધન રચતા ખેડૂત આંદોલન ના કારણે પંજાબ માં ભાજપા એ ખોયેલી રાજકીય જમીન મહત્તમ અંશે પાછી મેળવી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.