યુપીએ જેવું કંઈ છે જ નહીં: મમતા
પ.બંગાળ વિધાનસભા માં જ્વલંત વિજય બાદ પ.બંગાળ ના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનરજી ની રા જ કી ય મહત્વકાંક્ષઓ આરૂ માન ને આંબે છે. ગોવા, આ સા મ , મેઘાલય અને | દિલ્હી માં કોંગ્રેસ ના મોટા નેતાઓ ને ટીએમસી માં સમાવ્યા બાદ મહારાષ્ટ્ર માં એનસીપી નેતા શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ તેમની હાજરી માં જ પત્રકારો સાથે વાત કરતા સ્ફોટક નિવેદન આપ્યું હતું કે હવે યુપીએ જેવું કંઈ જ નથી.
પોતાની ગત દિલ્હી મુલાકાત વખતે પણ કોંગી નેતા કિર્તી આઝાદ તથા અન્ય ને ટીએમસી માં જોડ્યા બાદ જ્યારે કોઈ પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તમે દિલ્હી આવ્યા છો તો શું સોનિયા-રાહુલ ગાંધી ની મુલાકાત કરશો? ત્યારે પણ આ ફાયરબ્રાન્ડ નેતા એ જવાબ આપ્યો હતો કે શું દર દિલ્હી મુલાકાતે તેમને મળવું તેવું બંધારણ માં લખ્યું છે? હવે યુપીએ ના જ ગઠબંધન પક્ષ એનસીપી નેતા અને વરિષ્ઠ રાજકારણી શરદ પવાર ની સામે જ તેમણે કહ્યું હતું કે હવે યુપીએ ગઠબંધન જેવું કંઈ રહ્યું નથી. આટલે થી ના અટકતા તેમણે નામ લીધા વગર રાહુલ ગાંધી ઉપર પણ નિશાનો સાધતા કહ્યું હતું કે જે નેતા અડધા થી વધુ સમય વિદેશો માં ગાળતા હોય તે કઈ રીતે ચાલશે? કોઈ કંઈ જ કરતું નથી સિવાય કે વિદેશો માં વેકેશન મનાવવા. અમે ભારતીય જનતા પાર્ટી વિરુધ્ધ એક મજબૂત વૈકલ્પિક દળ બનાવવા જઈ રહ્યા છીએ. શરદ પવાર એક વરિષ્ઠ રાજનેતા છે અને તેમની સાથે રાજનૈતિક ચર્ચા કરવા જ હું અહીં આવી છું.
અમે નરેન્દ્ર મોદી ની વિરુધ્ધ એક સક્ષમ વિકલ્પ તૈયાર કરી રહ્યા છીએ. આ અગાઉ સિવિલ સોસાયટી ના લોકો સાથ તેની મિટીંગ માં તેમણે કહ્યું હતું કે જો તમામપ્રાદેશિક પાર્ટીઓ એક સાથે આવી જાય તો ભાજપા ને સહેલાઈ થી હરાવી શકાય છે. જે પોતાના ઉપર વિશ્વાસ રાખે તે ઘણું બધુ કરી શકે છે. આ અગાઉ શરદ પવારે પણ મમતા સાથે ની મુલાકાત બાદ પત્રકારો ને જણાવ્યું હતું કે કાલે તેમની આદિત્ય ઠાકરે અને સંજય રાઉત સાથે મુલાકાત થઈ હતી. આજે તેઓ રાજનૈતિક ચર્ચા માટે આવ્યા હતા. .બંગાળ માં મેળવેલી જીત નો અનુભવ અમારી સાથ ચર્યો હતો. જે ભારતીય જનતા પાર્ટી ની વિરુધ્ધ માં છે તેઓ અમારી સાથે ઉભા રહી ને ભાજપા નો મુકાબલો કરી શકે છે. આમ મમતા બેનર્જી રાષ્ટ્રવ્યાપી પ્રવાસ કરી ને અન્ય રાજ્યો માં પણ ટીએમસી ના પ્રચાર-પ્રસાર કરવા ઉપરાંત મોટા પ્રાદેશિક પક્ષો સાથે મંત્રણાઓ કરી ને કોંગ્રેસ સિવાય ના વિપક્ષો ને એકજૂટ કરવા નો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ મમતા અને ટીએમસી ના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એ પણ કોંગ્રેસ અને ગાંધી પરિવાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષ ના નેતૃત્વ ઉપર પૂછાયેલા પ્રશ્ન ના જવાબ આપતા કહ્યું હતું કે તે લોકતાંત્રિક રીતે નિર્ણય લેવાવો જોઈએ. તે મજબૂત વિપક્ષ માટે મહત્વપૂર્ણ છે પરંતુ કોંગ્રેસ નેતૃત્વ અને ખાસ કરી ને કોઈ ચોક્કસ વ્યક્તિ ને આ દિવ્ય અધિકાર નથી.