રણબીર-આલિયા ડિસે. ૨૦૨૨ માં લગ્ન
બોલિવુડ ના સૌથી ક્યુટ કપલ ગણાતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન ફરી, વધુ એકવાર પાછા ઠેલાયા છે. પહેલા આ વર્ષે ડિસેમ્બર માં સાત ફેરા ફરવા નું નક્કી થયા બાદ માર્ચ ૨૦૨૨ ની તારીખ આવ્યા બાદ હવે છેક આવતા વર્ષે ડિસેમ્બર સુધી લગ્ન પાછા ઠેલાયા છે. બોલિવુડ ની યંગ જનરેશન ના સૌથી ટેલેન્ટેડગણાતા આ કપલ ના કોઈ પણ સમાચાર માટે તેમના ચાહકો હંમેશા આતુર હોય છે અને તેમાં પણ લાંબા સમય થી રિલેશનશીપ માં હોવાથી તેમના ચાહકો હવે તેમના લગ્ન ની શહેનાઈ સાંભળવા આતુર બન્યા છે.
વળી તેમની આ રિલેશનશીપ સાથે બોલિવુડ ના બે નામી પ્રતિષ્ઠિત ઘરાના જોડાયેલા છે. કપૂર ખાનદાન ના ચોથી પેઢી ના વારસદાર રણબીર કપૂર અને બોલિવુડ ના દિગ્ગજ પ્રોડક્યુરિ-ડિરેક્ટર મહેશ ભટ્ટ ની સુપુત્રી આલિયા ભટ્ટ. જો કે આ બન્ને ના નજીક ના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે હાલ માં આ બન્ને સ્ટાર્સ પોતના હાથ ઉપર ના પ્રોજેટ્સ માં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે લગ્ન માટે સમય જ નથી. તેઓ પોતાના લગ્ન ને એક ડેસ્ટિનેશન વેડીંગ અ – ‘ભારત ની બહાર વિદેશ માં પ્લાન કરી રહ્યા છે. આ ઉપરાંત લગ્ન અગાઉ અને લગ્ન બાદ હનીમુન પણ લાંબા વેકેશન ઉપર જવા માંગે છે.
જો કે ગત વર્ષે પોતાના એક ઈન્ટર્વ્યૂ માં રણબીર એ જણાવ્યું હતું કે કોરના મહામારી ના ફેલાઈ હોત તો ૨૦૨૦ માં જ તેણે આલિયા સાથે લગ્ન કરી લીધા હોત. રણબીર અને આલિયા ના લગ્ન રિશીકપૂર નું પણ એક સપનું હતું. રણબીર-આલિયા લગ્ન બાદ નવા ઘર માં રહેવા જશે. હાલ માં આ ઘર નું બાંધકામ ચાલી રહ્યું છે. આ ઘર માં તમામ પ્રકાર ની લેટેસ્ટ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ હશે. ઘર ના બાંધકામ ની સાઈટ ઉપર અવારનવાર રણબીર-આલિયા અને રણબીર ની માતા નીતુ સિંગ જતા હોય છે.
પોતાના નવા ઘર ની ડિઝાઈન માં ત્રણેય જણા અગત્ય ના સૂચનો આપતા રહે છે. ઘર માં પારંપરિક ધાર્મિક સ્થાન ઉપરાંત ખાસ પિતા ની યાદ માં હોલ બનાવ્યો છે. જેમાં તેમની મનપસંદ ખુરશી, બુકશેલ્ફ થી માંડી ને તેમના એવોર્ડ્સ તમામ ચીજો યાદગાર સંભારણા ની જેમ રખાશે. તેમણે કોન્ટ્રાક્ટર ને પણ ૨૦૨૨ પહેલા કામ પુરુ કરી દેવા તાકીદ કરી છે. આમ હવે આલિયા-રણબીર ડિસે. ૨૦૨૨ માં લગ્ન કરનાર છે.