રસાકસી બાદ પ્રથમ ટેસ્ટ ડ્રો
કાનપુર ગ્રીન પાર્ક સ્ટેડિયમ ઉપર ૨૪ થી ૨૯ નવેમ્બર, યજમાન ભારત અને પ્રવાસી ન્યુઝિલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચો ની સિરીઝ પૈકી પ્રથમ ટેસ્ટ રમાઈ ગઈ. જો કે પા‘ચમા દિવસે અત્યંત રસાકસી બાદ ન્યુઝિલેન્ડ ની છેલ્લી વિકેટ મેચ ને ડ્રો કરાવવા માં સફળ રહી. ટીમ ઈન્ડિયા ના કપ્તાન અજિંક્ય રહાણે એ ટોસ જીતી ને બેટીંગ પસંદ કરી હતી. ટ ૧ મ ઈન્ડિયા તરફ થી મયંક અગ્રવાલ અને શુભમન ગીલ એ ઓપનિંગ કર્યું હતું. જો કે અગ્રવાલ માત્ર અંગત ૧૩ રને આઉટ થતા ટીમ ઈન્ડિયા ની ૨૧ રને પ્રથમ વિકેટ પડી હતી. જો કે ત્યાર બાદ ગીલ- પર, પૂજારા-૨૬ અને રહાણે-૩૫ રને આઉટ થતા સ્કોર ૧૪૫ રને ૪ વિકેટ થયો હતો. ત્યાર બાદ પોતાની ડેબ્યુ મેચ માં શ્રેયસ ઐય્યર ની શાનદાર સદી સાથે ૧૦૫ રન અને જાડેજા ના ૫૦ રન ની મદદ થી ટીમ ઈન્ડિયા ૩૪૫ રન બનાવી ઓલ આઉટ થઈ હતી.
ન્યુઝિલેન્ડ તરફ થી સાઉધી-૫, જેમિસન્સ ૩ અને એજાઝ પટેલ એ ૨ વિકેટો લીધી હતી. ન્યુઝીલેન્ડ ના ઓપનર લાથમ ના ૯૫, યંગ ના ૮૯ રન ની મદદ થી એક સમયે ન્યુઝિલેન્ડ નો સ્કોર ૧૯૭ રને ર વિકેટ હતો જ્યાંથી માત્ર ૯૯ રન ઉમેરી ૨૯૬ રન માં ઓલ આઉટ થઈ ગયા હતા. ટીમ ઈન્ડિયા તરફ થી અક્ષર પટેલ પ વિકેટ, અશ્વિન ૩ અને જાડેજા અને યાદવ ને ૧-૧ વિકેટો મળી હતી. ટીમ ઈન્ડિયા એ ૪૯ રન ની લીડ સાથે બીજી ઈનિંગ માં ઓપનર ગીલ ૧, અગ્રવાર-૧૭, પૂજારા-૨૨ અને રહાણે ૪ રને આઉટ થતા ૫૧ રન માં ૪ વિકેટ પડી હતી. જો કે ત્યાર બાદ શ્રેયસ ઐય્યર૬૫, રિધ્ધિમાન સાહા-૬૧ નોટ આઉટ, અશ્વિન૩૨ અને અક્ષર પટેલ ૨૮ નોટ આઉટ ની મદદ થી ૭ વિકેટે ૨૩૪ રન બનવી દાવ ડિક્લેર કર્યો હતો. ન્યુઝિલેન્ડ તરફ થી સાઉધી અને જેમિસને ૩-૩ જ્યારે એજાઝ પટેલ ને ૧ વિકેટ મળી હતી.
ન્યુઝિલેન્ડ એ જીતવા માટે ૨૮૪ રન નો લક્ષ્યાંક સાથે દાવ શરુ કરતા લાથમ-પર, સોમરવિલ ૩૬ અને કેન વિલિયમ્સન-૨૪ સિવાય કોઈ ના ટકતા નવ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા. જો કે અંતિમ પર બોલ માં આર. રવિન્દ્ર અણનમ૧૮ અને એજાઝ અણનમ ર રને રહેતા ૯ | વિકેટે ૧૬૫ રને મેચ ડ્રો કરાવવા માં સફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફ થી જાડેજા-૪, અશ્વિન-૩ ને અક્ષર પટેલ અને ઉમેશ યાદવે ૧-૧ વિકેટો મેળવી હતી. જ્યારે આ મેચ થી ટેસ્ટ ડેબ્યુ કરનાર શ્રેયસ ઐય્યર ને પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ અપાયો હતો.