શ્રી વિરબાઈ માતાજી ની ૧૪૩ મી પુણ્યતિથિ
જગપ્રસિધ્ધ, સંત | શિરોમણી પરમભક્ત, ભગવાન શ્રી રામ ના પરમભક્ત વિરપુર ના શ્રી જલારામ બાપા ના ધર્મપત્ની શ્રી વિરબાઈ માતાજી ના એક માત્ર મંદિર રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકા ના આટકોટ ગામે તેમની ૧૪૩ મી પુણ્યતિથિ | નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો નું આયોજન અને મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવા માં આવેલ હતી.
ભદ્રા વતી નદી ના કિનારે વસેલા આટકોટ ગામે શ્રી પ્રાગજીભાઈ સોમૈયા ના પરિવાર માં વિરબાઈ નો જન્મ થયો હતો. શ્રી પ્રાગજીભાઈ ભગત ધર્મ અને ભક્તિ ના રંગે રંગાયેલા હતા. આમ બાળપણ થી જ તેમના સુપુત્રી વિરબાઈ માં પણ સુશીલ, સંસ્કારી અને ભક્તિ ના રંગે રંગાયેલા હતા. દૈવયોગે તેમના લગ્ન વિરપુર સ્થિત ભક્ત જલારામ સાથે થયા હતા. માતા રાજબાઈ અને પિતા પ્રધાન ઠક્કર ના સંતાન જલારામ બાળપણ થી જ માતા રાજબાઈ ના સાધુઓ અને યાત્રિકો ને ભોજન સાથે સેવા થી પ્રેરિત થઈ ને જલારામ બાપા અને વિરબાઈ મા એ પણ પહેલા ભૂખ્યા ને ભોજન અને સાધુ સંતો ની સેવા ને જ જીવનમંત્ર બનવ્યો હતો. લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રી રામ ના પરમભક્ત જલારામ બાપા અને વિરબાઈ મા ની સેવાવૃત્તિ ની કસોટી કરવા એક વાર ખુદ પરમકૃપાળુ પરમાત્મા વૃધ્ધ સાધુ સ્વરુપે તેમના આંગણે આવી પહોંચ્યા. વૃધ્ધ સાધુ એ ભોજન બાદ સેવા કર્યા બાદ જતા જતા વૃધ્ધસાધુ એ જલારામ બાપા પાસે થી દક્ષિણા માં વિરબાઈ માં પોતાની સેવા માટે માંગી લીધા. જલારામ બાપા એ ઘર માં જઈ વિરબાઈ માં ની સંમતિ મેળવી અને વિરબાઈ માં સાધુ ને સોંપી દીધા. થોડા અંતર સુધી ચાલી ને સાધુ એપોતાની ઝોળી અને ધોકો |

વિરબાઈ માં ને આપી ને થોડીવાર માં આવું છું, પ્રતિક્ષા કરો એમ કહી ને ચાલ્યા ગયા. થોડો સમય રાહ જોયા બાદ પણ જ્યારે સાધુ મહાત્મા પરત ના થતા આકાશવાણી થઈ, પ્રભુ એ જણાવ્યું કે હું જ તમારી પરીક્ષા કરવા આવ્યો હતો. આપ હવે ઝોળી અને ધોકો લઈ ને પરત ઘરે જાવ. આજે પણ આ ઝોળી અને ધોકો ભગવાન ની પ્રસાદી સ્વરુપે વિરપુર ના જલારામ મંદિર નજીક સમાધિ સ્થલે લોક દર્શનાર્થે રખાયેલ છે. વિશ્વ ના આ એકમાત્ર યાત્રાસ્થળ, ભગવાન શ્રી રામ ના પરમભક્ત શ્રી જલારામ બાપા ના મંદિરે, જલારામ બાપા ના આદેશ અનુસાર દાયકાઓ થી બન્ને સમય નું સદાવ્રત ધમધમે છે જેમાં રોજ હજારો ની સંખ્યા માં ભાવિકભક્તો નિઃશુલ્ક ભરપેટ ભોજન માણે છે. લગભગ બસ્સો વર્ષ થી ચાલતા આ અન્નક્ષેત્રવાળા વિરપુર ના જલારામ મંદિર ખાતે કોઈ પણ પ્રકાર ની રોકડ કે કિંમતી વસ્તુઓ ભેટ સ્વરૂપે સ્વિકારાતી નથી. વિરપુર ની માફક જ આટકોટ ના શ્રી વિરબાઈ માં ના મંદિરે પણ ૨૪ કલાક નું અન્નક્ષેત્ર આજે પણ ધમધમે છે. વિરબાઈ માં કારતક વદ નોમ, ૧૮૭૮ ના રોજ સ્વર્ગે સિધાવ્યા હતા. જય બાપા જલારામ, જય વિરબાઈ માં