સમાચારો સંક્ષિપ્ત માં

-વિશ્વભરમાં વધતા જતા ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈન્સ ચલણના મામલે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામણે આ સંદર્ભે રાજ્યસભામાં માહિતી આપી હતી કે કેબિનેટ મંજુરી આપે પછી ક્રિપ્ટો બિલ સંસદમાં લવાશે. હાલમાં તેની જાહેરાત ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો નથી. ક્રિપ્ટોકરન્સીના જોખમો ઉપર સરકાર નજર રાખી રહી છે. જ્યારે બિટકોઈન્સને ચલણ તરીકે માન્યતા આપવાનો કોઈ જ પ્રસ્તાવ નથી.

-વિશ્વના સૌપ્રથમ જીવિત રોબોટ બનાવનારા અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રોબોટ હવે પ્રજનન પણ કરી શકે છે. જીવિત રોબતેને જેનોબોટ્સ ના નામથી ઓળકવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ આફ્રિકી દેડકાઓના સ્ટેમ કોષિકાઓના ઉપયોગ કરીને વિશ્વનો પ્રથમ જીવિત સ્વઉપચાર રોબોટ બનાવ્યો છે. જેનોબોટ્સ ચાલી શકે છે. સમુહમાં સાથે કામ કરી શકે છે અને સ્વયંને સાજો પણ કરી શકે છે. તેમ જ ભોજન વિના કેટલાક સપ્તહો સુધી જીવિત પણ રહી શકે છે.

– કોરોના ના નવા વોરિએન્ટ એમિકોન એ વિશ્વભરમાં તેની અસરો દેખાડવાનું શરુ કરી દીધું છે. ફ્રાન્સમાં સ્વાથ્ય મંત્રાલય ના આંકડા પ્રમાણે કોરોના સંક્રમણની ઝપેટમાં આવરનારા અને આઈસીયુમાં દાખલ થનરિા દર્દીઓની સંખ્યા દરરોજ ના 100 ના આંકને પાર કરી ગઈ છે. ફ્રાન્સની હોસ્પિટલોમાં કોરોના ના દર્દીઓની સંખ્યા ૪૭૦ થી વધીને ૯૮૬૦ થઈ ગઈ છે. પાછલા માત્ર એક સપ્તાહની સરખામણીએ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ૧૮ ટકાથી વધારે ઉછાળો નોંધાયો છે.

– પંજાબના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ છોડી પોતાનો પ્રાદેશિક પક્ષ બનવનાર કેપ્ટન અમરિન્દરસિંગ એ પંજાબમાં ફરી સત્તારુઢ થવાની આકાંક્ષાથી હવે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા બાદ રાજ્યમાં ભાજપા સાથે ગઠબંધન ની જાહેરત કરી હતી. આનાથી આપ ને મોટો પડકાર મળશે. જ્યારે કોંગ્રેસમાં હજુ મુખ્યમંત્રી ચરણજીતસિંગ ચન્ની સામે પ્રદેશ પ્રમુખ નવજોતસિંગ સિધ્ધ રોજ નિતનવા આક્ષેપો કરીને પોતાની જ સરકાર સામે સમસ્યા ખડી કરી રહ્યા છે.

– તેલંગણાની એક સરકારી રેસિડેન્શિયલ ગુરુકુળ શાળામાં કોરોના વિસ્ફોટ થયો છે. આ ગુરુકુળ શાળામાં એક શિક્ષિકા અને વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત મળતા તમામને આઈસોલેશનમાં રખાયા છે. સરકારી સેસિડેશ્યિલ સ્કુલમાં કોરોના વિસ્ફોટથી રાજ્યમાં ગભરાટ વ્યાપ્યો છે.

-આખરે ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લેતા બે વર્ષ અગાઉ રચવામાં આવેલ રાજ્યના તીર્થસ્થાનોનું મેનેજમેન્ટ સંભાળનાર દેવસ્થનિમ બોર્ડને રદ કરી દીધું છે. આ દેવસ્થાનમાં બોર્ડ સામે સાધુ-સંત સમાજ સહિત રાજ્યના હિન્દુધર્મી લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. આખરે મુખ્યમંત્રી ધામીએ આવકારદાયક નિર્ણય લેતા દેવસ્થાનમ બોર્ડને સમાપ્ત કરી દીધું છે.

– રવિવારે કાનપુરના કાકાદેવ પોલિસ સ્ટેશનમાં સહારાના પ્રમુખ સુબ્રતો રોય સહિત ૧૪ જણા સામે ધોખા, જાલસાઝી અને ષડયંત્ર રચવાની કલમો લગાવીને કેસ નોંધવામાં આવ્યો હતો. તેમની ઉપર આરરેપ છે કે બોગસ કંપનીઓ અને સોસાયટ
ઓ બનાવીને દેશભરના ૨૫ લાખ લોકોના કરોડો રૂા. ચાંઉ કરી જવાયા છે. સુપ્રિમ કોર્ટના વકીલની માંગ ઉપર અને પોલિસ કમિશ્નર ના આદેશ ઉપર કાકાદેવ પોલિસે કેસ નોંધીને કાર્યવાહી કરી હતી.

– કોરોના ના નવા વેરિયેન્ટો પ્રસાર અત્યાર સુધીમાં ૧૩ દેશોમાં થઈ ચુક્યો છે. કેનેડામાં પણ રાજધાની ઓટાવામાં ચાર વ્યક્તિઓને આ વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ ચુકી છે. ભારતમાં આ નવા વેરિયેન્ટ પ્રભાવિત દેશોમાંથી આવતા યાત્રિકોના ફરજિયાત કોરોના ટેસ્ટ ઉપરાંત ૭ દિવસ ક્વોરેન્ટાઈન ફરજીયાત બનાવાયું છે. જો કે દેશના ઘણા રાજ્યો આ દેશોની આંતરરાષ્ટ્રીય ફલાઈટો ઉપર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. જ્યારે જાપાને સોમવારથી તમામ વિદેશી યાત્રિકો માટે પોતાની સરહદો સીલ કરી દીધી છે. ઈઝરાયેલ બાદ જાપાને ઓમિકોન સામે સૌથી કડક પગલા ઉઠાવ્યા છે.

– મહારાષ્ટ્રના ત્રિદિવસીય પ્રવાસે પહોંચેલા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુંબઈના સુપ્રસિધ્ધ સિદ્ધિવિનાયક ના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ શહીદ તુકારામ સ્મારક જઈને ૨૬/૧૧ ના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલિસ જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.

– સંસદના ચોમાસુ સત્ર દરમ્યિાન રાજ્ય ભામાં વિપક્ષો એ મચાવેલા હોબાળા ના પગલે પુરતી તપાસબાદ શિયાળુ સત્રના પ્રારંભે ૧૨ વિપક્ષી સાંસદોને નિલંબિત કરવામાં આવ્યા હતા. આનો વિરોધ કરી નિલંબન પાછુ ખેંચવાનો આગ્રહ કરી રહેલા વિપક્ષી સાંસદોને સ્પીકર અને ઉપરાષ્ટ્રપતિ આર.વેકૈયાનાયડુએ નિલંબન નિયમ મુજબ થયું છે. સાંસદોએ ગૃહની ગરિમા લજવાય તેવા કૃત્યો કરતા નિલંબન આખરી ફેંસલો છે અને પાછુ ખેંચાશે નહીં તેમ જણાવ્યું હતું. આ મામલે લોકસભામાં થયેલા હોબાળાના પરિણામે ગૃહને બે વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

– ભારતનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો વધતો જાય છે. ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ, એશિયા પેસિફિકના પ્રમુખપદે ચંદ્રપાલસિંહ યાદવ ચૂંટાઈ આવ્યા હતા. પ્રમુખપદ માટે યોજાયેલી ચૂંટણીમાં તેમને ૧૮૫ મતો મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધા જાપાનના ચિતોસે અરાઈને માત્ર ૮૩ વોટ મળ્યા હતા. આમ તેઓ બમણાથી વધારે વોટ ના માર્જીનથી જીત્યા હતા.

– દેશની સુપ્રિમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ | વિજય માલ્યાને સુપ્રિમ કોર્ટ દ્વારા ૨૦૧૭માં અનાદર ના કેસમાં દોષી ઠેરવ્યા બાદ તેમની સજા ઉપર ૧૮ મી જાન્યુઆરીએ વિચારણા કરશે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે દોષિતનું પ્રત્યાર્પણ થાય કે ના થાય સજાના ચૂકાદા માટે વધારે રાહ જોવાશે નહીં. જસ્ટિસ યુ.યુ. લલિતની આગેવાની હેઠળની ૩ જજોની બેંચ એ કહ્યું હતું કે દોષિત પોતાના વકીલ મારફત પોતાનો પક્ષ રજુ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.