સુરત માં ૭૫ મુમુક્ષુઓ એ દિક્ષા ગ્રહણ કરી

ગુજરાત રાજ્ય નું સુરત શહેર એક અનોખા ઐતિહાસિક પર્વ નું સાક્ષી બન્યું હતું. વેસુ વિસ્તાર માં જૈન ધાર્મિકો એ બનાવેલી આદ્યાત્મ નગરી માં મહિલાઓ, પુરુષો અને બાળકો સાથે કુલ ૭૫ મુમુક્ષુઓ એ
સંસાર નો ત્યાગ કરી ને દિક્ષા ગ્રહણ કરી હતી. સુરત ના વેસુ માં આદ્યાત્મનગરી માં છેલ્લા પાંચ દિવસ થી જૈનધર્મીઓ નો દિક્ષા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવ ની લાખો લોકો એ મુલાકાત લીધી હતી. આ દિક્ષા મહોત્સવ ને લઈ ને જૈન ધર્મીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ મહોત્સવ માં દિક્ષા લેનારા મુમુક્ષુઓ માં ૧૪ કરોડપતિઓ, ૮ આખા પરિવારો અને ઉચ્ચ અભ્યાસ કરનપરા એવા કુલ ૭૫ મુમુક્ષુઓ એ સંસાર ની મોહમાયા નો ત્યાગ કરી ને આદ્યાત્મિક ઉન્નતિ અને સંયમ ના માર્ગે નિકળ્યા હતા. મહોત્સવ ના અંતિમ પાંચમા દિવસે જે ચાર દિવસ થી દિક્ષા ની ઘડી ની આતુરતા થી રાહ જોવાતી હતી તે વ્હેલી સવારે ૪.૪૧ મિનિટે ગુરુ ભગવંતો અને મુમુક્ષુઓ દિક્ષા મંડપ માં પ્રવેશ્યા હતા. સાંસારિક નામ, રીતિરિવાજ નો ત્યાગ કરી ને સંયમ ના માર્ગે આગળ વધેલા મુમુક્ષુઓ ના નવા નામકરણ અને કેશ લુથન ની વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત હજારો લોકો આ દિવ્ય અવસર ના સાક્ષી બની ને ધન્યતા અન_ભવતા હતા.

દિક્ષા સમારોહ અગાઉ ગઈકાલે વર્ષીદાન યાત્રા માં પણ અભૂત, અલૌકિક દેશ્યો સર્જાયા હતા. જૈનાચાર્ય વિજયયોગ તિલક સુરેશ્વરજી ના અત્યંત મનનીય પ્રવચન બાદ આ ૭૫ મુમુક્ષુઓ નો દિક્ષા સમારોહ સંપન્ન થયો હતો. ૭ થી માંડી ને ૭૦ વર્ષ ની આયુ ના કુલ ૩૮ પુરુષો અને ૩૭ મહિલાઓ એ દિક્ષા લીધી હતી. આ મહોત્સવ ના આયોજકો ના જણાવ્યા પ્રમાણે આ કદાચ સૌથી મોટો દિક્ષા મહોત્સવ હતો. આ અગાઉ ના કાર્યક્રમ માં સર્વાધિક ૬૯ લોકો એ દિક્ષા લીધી હતી. દિક્ષા લેનારાઓ માં ડૉક્ટર, એન્જિનિયર, એમબીએ, સીએ અને સીએસ સહિત ની ઉચ્ચ અભ્યાસવાળાઓ નો સમાવેશ થાય છે. અ મ સુરત ના વેસુ ની આદ્યાત્મનગરી ખાતે પાંચમા અંતિમ દિવસે ૭૫ મુમુક્ષુઓ એ દિક્ષા ગ્રહણ કરી સન્યાસી બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *