હાઈરાઈઝ બિલ્ડીંગો તોડી પાડો – ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત માં ફાયર સેફ્ટી ની એનએસી વગર તેમજ બીયુ પરમિશન વગર ની ઈમારતો | મામલે ગુજરાત હાઈકોર્ટે સખ્ત વલણ અપનવતા મ્યુ.કોર્પોરેશન ને જરૂર પડ્યે હાઈ રાઈઝ ઈમારતો ને તોડવા તેમ જ સીલ કરવા ની તાકીદ T કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય માં બનેલા કેટલાક ગમખ્વાર બનાવો બાદ ફાયર સેફ્ટી મામલે સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિટ આશુતોષ શાસ્ત્રી એ ફાયર સેફટી ની અમલવારી અને બીયુ પરમિશન વિના ના બાંધકામો અંગે સત્તાધીશો ની કામગિરી સામે પણ અસંતોષ પ્રગટ | કર્યો હતો અને સખ્ત તાકીદ કરી હતી કે કાયદા Tનું પાલન ના કરતી હોય તેવી કેટલીક હાઈરાઈઝ T બિલ્ડીંગો ને તોડી પાડવા માં આવે. જેથી આમ કરનારા લોકો માં દાખલો બેસાડી શકાય. હાઈકોર્ટ | એ હાથ ધરેલી સુનવણી દરમ્યિાન રાજ્ય સરકાર | અને મ્યુ. કોર્પોરેશન એ લાંબા અને ટૂંકાગાળા ના આયોજનો તથા ફાયર સેફ્ટી ની અમલવારી બાબતે ટાઈમલાઈન અંગે ની વિગતો રજુ કરી હતી. ત્યારે હાઈકોર્ટ એ નિર્દેશ આપ્યા હતા કે બીયુ ન ધરાવતી ઈમારતો ને દાખલો બેસાડવા માટે તોડી પાડો. આ ઉપરાંત હાઈરાઈઝ ઈમારતો કે જ્યાં બી.યુ. પરમિશન અને ફાયર સેફટી નો અમલ ના થતો હોય તેવી ઈમારતો ને સીલ કરી દો. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે તેમને ઉદેશ્ય લોકો ને હેરાનગતિ થાય તેવો હરગીઝ નથી, પરંતુ લોકો ના જીવ બચાવવા વધારે મહત્વ નું | છે. હાઈકોર્ટે ભૂતકાળ માં હોસ્પિટલ માં લાગેલી આગ ના કારણે જીવતા ભૂંજાયેલા દર્દીઓ અને | અમદાવાદ ના સોલા માં ૨૮ મી નવેમ્બરે ગણેશ મરેડિયન માં લાગેલી આગ ની ઘટના ની પણ નોંધ લીધી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે આગ ની ઘટનાઓ માં કોઈ જાન ન ગુમાવે તે જોવું જરૂરી છે. કોર્ટે સરકાર અને કોર્પોરેશન ને સખ્ત કામગિરી કરી ને નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારો માં આવેલી ગેરકાયદેસર ઈમારતો ની યાદી કોર્ટ સમક્ષ રજુ કરવા તાકીદ કરી હતી. આ અગાઉ ગત સપ્ટેમ્બર ૨૦૨૧ માં જસ્ટિસ એન.વી. અંજારિયા ની ખંડપીઠે પણ ફાયર સેફટી વગર ની અને બી. યુ. પરમીશન વગર ની તમામ ઈમારતો સીલ કરવા જણાવ્યું હતું. સાથોસાથ કોર્ટ એ તેમ પણ નોંધ્યું હતુ કે કાયદા ના શાસન માં લાગણી ઓ ને કે પછી ભાવના ઓ ને કોઈ અવકાશ નથી. કાયદા ની અમલવારી જરુરી છે. લાગણીઓ અને ભાવનઓ ને ફરજ પાલન માં વચ્ચે ના લાવવી જોઈએ.
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી અગાઉ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ તેના વિસ્તાર માં ૨૦૭૯ ઈમારતો માં ફાયર સેફટી ની સુવિધાઓ ના હોવા નું કબુલ્યુ હતું. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વતી ઈન્ચાર્જ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ એ કરેલા સોગંધનામા માં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ માં ૪૬૫૬ ફાયર એનઅરેસી ઈશ્ય અથવા રિન્યુ કરવા માં આવી હતી. જે તેની આગલા વર્ષે ૩૪૮૩ ની સંખ્યા હતી. સાથે જ ૨૦૭૯ ઈમારતો માં ફાયર સેફ્ટી ની સુવિધા ના હોવાનું અને આવતા વર્ષે ૮૧૩૯ ઈમારતો નું ફાયર સેફ્ટી એનઓસી રિન્યુ કરવા માં આવશે તેમ જણાવ્યું હતું. કોર્પોરેશને બહુમાળી ઈમારતો ની સંખ્યા વધુ અને ફાયર સેફટી ઉપકરણો ના સપ્લાયર્સ ઓછા હોવાનું પણ જણાવ્યું હતું. આમાં અત્યંત ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ૧૬૩ હોસ્પિટલો અને ૩૪૮ સ્કુલો પાસે ફાયર સેફટી એનઓસી ન હોવા છતા કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published.