હોલિવુડ/બોલિવુડ સ્ટાર અનિલ કપૂર

બોલિવુડ મેગાસ્ટાર અનિલકપૂરે પોતાની એક્ટિગ નો ડંકો ન માત્ર બોલિવુડ ની ફિલ્મો માં, પરંતુ હોલિવુડ ની ફિલ્મો માં પણ વગાડ્યો છે. ર૪મી ડિસે. ૧૯૫૬ માં જન્મેલા આ મેગાસ્ટાર એ બે વખત ૨૦૦૧ અને ૨૦૦૯ માં નેશનલ એવોર્ડ જીતવા ઉપરાંત પોતની ૪૦ વર્ષની કેરિયર માં ૧૦૦ થી અધિક ફિલ્મો કરવા ઉપરાંત ફિલ્મો અને ટીવી સિરિયલ્સ પણ પ્રોડ્યુસ કરી છે. બોલિવુડ ના ફર્સ્ટ ફેમિલી ગણાતા કપૂર ખાનદાન પૃથ્વીરાજ કપૂર ના પિતરાઈ ભાઈ અને ફિલ્મ પ્રોડ્યુસર સુરિન્દર કપૂર ના ત્રણ પુત્રો – બોની કપૂર, અનિલ કપૂર અને સંજય કપૂર માં વચેટ દિકરો અનિલ કપૂર ૧૪ વર્ષ ની ઉંમરે ૧૯૭૦ માં તુ પાયલ, મેં ગીત માં કિશોર શશી કપૂર નો રોલ ભજવી ને બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

ત્યાર બાદ ૧૯૭૯ માં હમારે તુમ્હારે, ૮૧ માં હમ પાંચ અને એકબાર કહો જેવી ફિલ્મો કર્યા પછી ૧૯૮૦ માં આવેલી વો સાત દિન થી બોલિવુડ સોલો હિરો તરીકે સફળતાપૂર્વક પ્રસ્થાપિત થયા બાદ આજ દિન સુધી પાછુ વાળી ને નથી જોયુ. ૧૯૮૪ માં સુનિતા ભવનની સાથે લગ્ન કર્યા હતા. તેમના ત્રણ સંતાનો માં બોલિવુડ એક્ટ્રસ સોનમ કપૂર આહુજા, બોલિવુડ પ્રોડ્યુસર રિહા કપૂર અને એક્ટર હર્ષવર્ધન કપૂર છે. અનિલ કપૂર ની ૧૯૮૫ માં આવેલી ફિલ્મ યુધ્ધ નો એક ડાયલોગ – એકદમ ઝક્કાસ આજે પણ આ મેગા સ્ટાર નો આઈકોનિક ડાયલોગ મનાય છે. અનિલ કપૂર ૬૫ વર્ષ ની આયુ એ પણ પોતાના આ ડાયલોગ માટે જાણિતો છે. અવારનવાર પોત ના વર્કઆઉટ ના વિડીયો પોસ્ટ કરતો રહે છે.

તે સોશ્યિલ મિડીયા ઉપર પણ ઘણો એક્ટિવ છે. હાલ માં જ તેણે જર્મની થી એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેણે તેના ચાહકો ની ચિંતા વધારી દીધી હતી. વાસ્તવ માં અનિલ કપૂર છેલ્લા ૧૦ વર્ષો થી અકિલિસ ટેન્ડનાઈટીસ બિમારી થી પિડીત હતો. આ ઈજા પગ ની પિંડી અને પગ ના પંજા ને જોડતા સ્નાયુ માં થાય છે. સાધારણ રીતે દોડવીરોને થતી આ ઈજા ૫૦ કે ૬૦ ની આયુ એ ટેનિસ-બાસ્કેટ બોલ વધારે રમતા લોકો ને પણ થાય છે. જ્યારે આ દુઃખાવો અસહ્ય થઈ જાય ત્યારે સર્જરી ની જરુર પડે છે. અનિલ કપૂર ના કિસ્સા માં પણ આમ જ થયું. દુનિયાભર ના નિષ્ણાંતો ને બત વ્યું અને લગભગ તમામે સર્જરી ની સલાહ આપી, પરંતુ એ કે ને સર્જરી કરાવવી ન હતી. આખરે જર્મની ના ડૉ.સુલર એ તેને સર્જરી વગર જ સાજો કરી દેવાનું જણાવતા અનિલ કપૂર જર્મની પહોંચી ગયો હતો. અને સફળતપૂર્વક પોતાની ટ્રીટમેન્ટ પુરી કરી આ દર્દ થી હવે કાયમી છુટકારો મેળવી ને ભારત પરત આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.