૨૬/૧૧ સામે નિષ્ફળ યુપીએ સરકાર

કોંગ્રેસ પક્ષ ના જ વરિષ્ઠ નેતાઓ ના પુસ્તકો વિવાદો સર્જી રહ્યા છે. હજુ તો કોંગી નેતા સલમાન ખુરશીદ ના પુસ્તક માં આરએસએસ અને હિન્દુત્વ ની સરખામણી આઈએસઆઈએસ અને બોમોહરમ જેવા ત્રાવિાદી સંગઠનો સાથે કરવા ના વિવાદ ની સ્યાહી પણ સુકાઈ નથી ત્યાં કોંગ્રેસ ના અસંતુષ્ઠો મનાતા જી-૨૩ સમુહ ના મનિષ તિવારી ના પુસ્તક માં મુબઈ ઉપર ના ૨૬/૧૧ ના આતંકવાદી હુમલા બાદ પાક. સામે કોઈ કાર્યવાહી નહીં કરી યુપીએ સરકારે પોતાની નબળાઈ જાહેર કરી હતી તેમ નોંધી ને વિવાદ નો વંટોળ ચગાવ્યો છે.

કોંગ્રેસ ના સિનિયર નેતા મનીષ તિવારી એ પોતાના પુસ્તક ૧૦ ફ્લેશ પોઈન્ટસ.. ૨૦ વર્ષ માં લખ્યું છે કે ૨૦૦૮ ના મુંબઈ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી નહીં કરવા બદલ તત્કાલિન ડૉ. મહમોહનસિંગ ની આગેવાની હેઠળ ની યુપીએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે પોતાના પુસ્તકમાં સ્પષ્ટ નોંધ્યું હતું કે પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી નહીં કરી ને સરકારે પોતાની નબળાઈ પ્રદર્શિત કરી હતી. તે સમયે પાકિસ્તાન સામે સખ્ત કાર્યવાહી કરવા ની જરુર હતી કારણ કે હંમેશા એક્શન એ શબ્દો કરતા વધારે અસરકારક હોય છે. આ ઉપરાંત મનિષ તિવારી એ મુંબઈ હુમલા ની સરખામણી અમેરિકા ઉપર ટ્વિન ટાવર્સ ઉપર થયેલા આતકી હુમલા સાથે કરી ને લખ્યું છે કે ભારત સરકારે અમેરિકા ની જેમ વળતી જવાબી કાર્યવાહી કરવા ની જરુર હતી. મનિષ તિવારી એ ઉઠાવેલા મુદ્દા માં વજન તો જરુર છે અને આ કોઈ પ્રથમ વખત નથી કે જ્યારે મનિષ તિવારી એ મોવડીમંડળ થી અલગ દૃષ્ટિકોણ દર્શાવ્યો હોય. આ અગાઉ પણ કહૈયાકુમાર ને કોંગ્રેસ માં પ્રવેશ સમયે તેમ જ પંજાબ નાં અસ્થિરતા મામલે તેઓ પોતાનો અવાજ ઉઠાવી ચુક્યા છે.


મનિષ તિવારી ના પુસ્તક બાદ ભાજપે તો કોંગ્રેસ ને રાષ્ટ્રવાદ ના મુદ્દે ઘેરવા નું શરુ કરી દીધું છે. ભાજપા ના પ્રવક્તા શહઝાદ પૂનાવાલા એ કહ્યું હતું કે મનિષ તિવારી એ યુપીએ સરકાર ની યોગ્ય રીતે જ ટીકા કરી છે. કારણ કે પૂર્વ એર ચીફ માર્શલ નરીમન પણ કહી ચુક્યા છે કે મુંબઈ હુમલા બાદ વાયુસેના કાર્યવાહી કરવા માંગતી હતી પરંતુ યુપીએ સરકારે રોક લગાવી દીધી હતી. કોંગ્રેસ હિન્દુઓ ને દોષિત ઠેરવવા માં અને પાકિસ્તાન ને બચાવવા માં વ્યસ્ત હતી. ભાજપા ના અન્ય પ્રવક્તા ગૌરવ ભાટીયા એ કહ્યું હતું કે આ પુસ્તક માં થયેલા ખુલાસા બાદ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે કોંગ્રેસ ની સરકાર ને દેશ ની સુરક્ષા ની કોઈ ચિંતા ન હતી. એ નકામી સરકારે દેશ ની સુરક્ષા ને દાવ ઉપર લગાડી દીધી હતી હવે તેનો જવાબ રાહુલ અને સોનિયા ગાંધી આપશે ખરા? મુંબઈ ઉપર ના પાક.પ્રેરીત આત’કવાદી હુમલા પછી સૈન્ય ને જવાબી કાર્યવાહી કરવા ની છૂટ શુ કામ આપવા માં આવી ન હતી?


મનમોહન સરકાર ને ભારતીય સેના ઉપર ભરોસો ન હતો? કોંગ્રસ તો જ્યારે આત’કવાદી હુમલો થયો ત્યારે હિન્દુ આતંકવાદ ની વાતો કરતી હતી. તે સમયે રાહુલ ગાંધી પાટTઓ માં વ્યસ્ત હતા. ગૃહમંત્રી શિવરાજ સિંહ સૂટ બદલવા માં વ્યસ્ત હતા. અમેરિકા ના પૂર્વ રાષ્ટપતિ એ પણ કહ્યું હતું કે મુંબઈ ઉપર ના આતંકી હુમલા બાદ ભારતે કાર્યવાહી ના કરી તે ભારત માટે એક મોટા ફટકા સમાન બાબત હતી. જ્યારે તેના થી તદ્દન વિપરીત અમારી મોદી સરકારે પુલવામા આતંકી હુમલા બાદ સૈન્ય ને જે પણ કાર્યવાહી કરવી હોય તેની ખુલી છૂટ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.