ઐતિહાસિક કોચરબ આશ્રમ

અમદાવાદ ના આશ્રમરોડ ઉપર પાલડી વિસ્તાર માં આવેલો કોચરબ આશ્રમ એ એક ઐતિહા િસક સ્મારક છે. સત્યાગ્રહ આશ્રમ નું નામકરણ પામે લો આ આશ્રમ ૧૯૧૫ થી ૧ ૯ ૧ ૭ સ, ધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સંગ્રામ નું કેન્દ્રબિંદુ સત્યાગ્રહ આશ્રમ જ રહ્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી રાજકોટ માં અભ્યાસ બાદ વિલાયત – દ.આફ્રિકા થી પરત ફર્યા બાદ લાંબા સમય સુધી સમગ્ર દેશ નું ભ્રમણ કર્યું. ત્યાર બાદ આશ્રમ બનાવવા નું અને તે માટે ના સ્થળ માટે અમદાવાદ ઉપર પ~ સંદગી ઉતારી. બાપુ ની આત્મકથા માં જણાવ્યા પ્રમાણે અમદાવાદ ની પસંદગી કરવા પાછળ નું કારણ એક ગુજરાતી તરીકે ગુજરાતી ભાષા મારફતે દેશ ની વધારે સારી સેવા કરી શકાશે તેમ જ અમદાવાદ પૂર્વે હાથવણાટ નું કેન્દ્ર અને તે સમયે મીલો થી ધમધમતુ હોવાથી રેંટિયાનું કામ સારી રીતે થઈ શકે તે હતું. તદુપરાંત મુખ્ય શહેર હોવા ના કારણે ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ કરી શકે તે આશા એ ૨૫ મી મે, ૧૯૧૫ ના રોજ કોચરબ આશ્રમ ની સ્થાપના કરવા માં આવી હતી. આમ અમદાવાદ ગાંધીબાપુ ની કર્મભૂમિ બન્યું. ગાધીજી દ્વારા સ્થાપવા માં આવેલો આ સર્વ પ્રથમ આશ્રમ બન્યો. દ્વાાંધીજી ના મિત્ર જીવણલાલ બેરિસ્ટર પાસે થી આ મકાન ભાડે લેવાયું હતું.

સત્ય ની પૂજા અને સત્ય ની શોધ ના આગ્રહ ના કારણે કોચરબ આશ્રમ નું નામાભિધાન સત્યાગ્રહ આશ્રમ રાખવા માં આવ્યું હતું. આ સાથે1 ચલાવવા ની નિયમાવલી બનાવવા : આશ્રમજીવન ની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ ની શરુઆત અહીં થી જ થઈ હતી. દરેક આશ્રમવાસીઓ એ સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અસ્તેય,આસ્વાદ જેવા અગિયાર વ્રતો પાળવા ફરજિયાત હતા. હાલ માં આ સત્યાગ્રહ આશ્રમ માં પૂ. ગાંધીબાપુ અને કસ્તુરબા જે દિવસે દ.આફ્રિકા થી ભારત પરત ફર્યા તે સમય ની વિશાળ તસ્વીર અહીં રાખવા માં આવી છે. આ ઉપરાંત આશ્રમ માં આશ્રમવાસીઓ અને મહાત્મા ગાંધી દ્વારા કરવા માં આવેલી પ્રવૃત્તિઓ ના ફોટાગ્રાફ્સ અને અન્ય માહિતીઓ નું પ્રદર્શન કરવા માં આવ્યું છે. જો કે ૧૯૧૭ માં ફેલાયેલા મરકીપ્લેગ ના કારણે આશ્રમ છોડવો પડ્યો અને આશ્રમ માટે નવી જગ્યા ની જરુરત ઉભી થઈ. બાપુ ના જણાવ્યા અનુસાર આશ્રમ ને શહેર અથવા ગામ થી અલગ, ફળ, ઝાડ, ખેતી અને ઢોર વગર આશ્રમ અપૂર્ણ કહેવાય. આ બધુ સત્યાગ્રહ આશ્રમ – કોચરબ માં શક્ય ન હતું. આથી અમદાવાદ માં સાબરમતી ના તટે જેલ અને સ્મશાન વચ્ચે ની જગ્યા આ માટે નો ઉત્તમ વિકલ્પ લાગ્યો. ૧૭ જૂન, ૧૯૧૭ થી ૧૯૩૦ સુધી મહાત્મા ગાંધી અને મોટાભાગ ની રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પ્રવૃત્તિઓ નું કેન્દ્ર બન્યું. ૧૯૩૦ માં આજ સાબરમતી આશ્રમ થી ઐતિહાસિક દાંડી કૂચ ની શરુઆત કરતા ગાંધીબાપુ એ પ્રતિજ્ઞા લીધી હતી કે કાગડા-કૂતરા ના મોત એ મરીશ, પરંતુ સ્વરાજ્ય મેળવ્યા વિના આ આશ્રમ માં પાછો નહીં આવું.

Leave a Reply

Your email address will not be published.