કોંગ્રેસ અનિવાર્ય : શિવસેના

પ.બંગાળ ના મુખ્યમંત્રી અને ટીએમસી ના વડા મમતા બેનરજી ની મહારાષ્ટ્ર યાત્રા દરમિયાન આદિત્ય ઠાકરે અને સંજય રાઉત ની મુલાકાત બાદ શિવસેના ના મુખપત્ર સામના માં જણાવાયું છે કે કોંગ્રેસ ને રાષ્ટ્રીય રાજકારણ ખી ના શકાય. પ.બંગાળ મુખ્યમંત્રી અત્યાર થી જ ૨૦૨૪ ૧ ની લોકસભા ની ચૂંટણીઓ ની તૈયારીઓ કરતા વિવિધ રાજ્યો ના અસંતુષ્ઠ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ ને ટીએમસી ની સ્ટેટવાઈઝ ફેંચાઈઝી વહેચવા ની સાથે પ.બંગાળ બહાર પણ તૃ ણમુલ કોંગ્રેસ નો પ્રચાર પ્રસાર કરવા માં વ્યસ્ત છે. ૨૦૧૯ ની લોકસભા ની ચૂંટણી વખતે પણ સંયુક્ત વિરોધ પક્ષો ના મોરચા માં રાહુલ ગાંધી ને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા નો વિરોધ કરનાર મમતા બેનરજી એ આ વખતે તો શરુઆત થી જ કોંગ્રેસ સિવાય ના વિપક્ષો નો સંયુક્ત મોરચો ઘડવા ની પહેલ કરી છે.

થોડા સમય અગાઉ શ્રીમતિ સોનિયા અને રાહુલ ગાંધી સાથે કરેલી મુલાકાત ની કોઈ ફળદાયી સમજૂતિ ના સધાતા હવે કોંગ્રેસ ને નકારવા નું વલણ અખત્યાર કર્યું છે. તેમની મહારાષ્ટ્ર ની મુલાકાત દરમિયાન કોંગ્રેસ ના નેતૃત્વ હેઠળ ના યુ.પી. એ. નું કોઇ અસ્તિત્વ જ રહ્યું નથી તેનું સ્ફોટક નિવેદન આપ્યું હતું. જો કે હવે આનો જવાબ શિવસેના એ સામના દ્વારા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ને રાષ્ટ્રીય રાજકારણ થી દૂર રાખવા નો મતલબ દેશ માં ફાંસીવાદી પરિબળો ને મદદ કરવા નો છે. કોંગ્રેસ વગર યુપીએ ના સમાંતર વિપક્ષી ગઠબંધન બનાવવું એ સત્તાધારી ભાજપા અને અન્ય દળો ને મજબૂત કરવા સમાન છે.

જેઓ કોંગ્રેસ ની આગેવાની હેઠળ ની યુ.પી.એ. સરકાર નથી ઈચ્છતા તેઓ એ પોતાનું વલણ જાહેર કરવું જોઈએ અને પીઠ પાછળ વાત કરી ને ભ્રમ ઉભો ના કરવો જોઈએ. જેઓ ભાજપા સામે લડી રહ્યા છે પરંતુ જો તેઓ પણ માને છે કે કોંગ્રેસ નું અસ્તિત્વ ખતમ થઈ જવું જોઈએ તો તેમનું આ સ્ટેન્ડ સૌથી મોટો ખતરો છે. જો વિરોધ પક્ષો મા જ એકતા ના હોય તો ભાજપા નો રાજકીય વિકલ્પ બનવા ની વાતો બંધ કરી દેવી જોઈએ. ત્યારે બીજી તરફ પ.બંગાળ માં તૃણમુલ કોંગ્રેસ ના મુખપત્ર જાગો બાંગ્લા માં શુક્રવારે કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા આર્ટિકલ છપાયો છે. જાગો બાંગ્લા ના આ લેખ માં જણાવાયું છે કે કોંગ્રેસ ડીપ ફ્રીઝર માં ચાલી ગઈ છે.

તેમાં એવો પણ દાવો કરાયો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વડાપ્રધાનપદ ના ચહેરા તરીકે મમતા બેનરજી ઉભરી આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નહીં. આમ તૃણમુલ કોંગ્રેસ ના મમતા બેનરજી કોંગ્રેસ ને હાંસિયા માં ધકેલી ને કોંગ્રેસ સિવાય ના યુ.પી.એ. ની સમાન ‘તર વિપક્ષો ના સંયુક્ત મોરચા માટે કમર કસી છે. આથી જ દિલ્હી મુલાકાત સમયે આ વખતે કિર્તી આઝાદ તથા અન્ય કોંગ્રેસી નેતાઓ ને ટીએમસી માં સમાવ્યા પરંતુ રાહુલ-સોનિયા ને મળવા ગયા ન હતા. તે જ રીતે મહારાષ્ટ્ર યાત્રા સમયે મહારાષ્ટ્ર માં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ની કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ની સંયુક્ત સરકાર હોવા છતાં માત્ર શિવસેના અને એનબીપી ના નેતાઓ સાથે જ મુલાકાત-મંત્રણા કરી હતી, કોંગ્રેસ સાથે નહીં.

Leave a Reply

Your email address will not be published.