કોરોના સંક્રમણ નું રાજકીય કનેક્શન

વિશ્વ ની એક માત્ર મહાસત્તા, સુપર પાવર અને સુપર રીચ દેશ હોવા છતા અમેરિકા માં કોરોના સંક્રમણ તથા કોરોના થી થઈ રહેલા મોત માં રાજકીય કનેક્શન સામે આવ્યું છે. કોરોના સંક્રમણ અમેરિકા માં પૂર્વ રાષ્ટ્રઅને તેમની માદibly.N રાજકીય પાર્ટી 1200 રિપાલિકા કા સમર્થક રાજ્યો છે? માં રાષ્ટ્રપતિ જો 20 બાયડન અને તેમની ડેમોક્રેટ પાર્ટી સમર્થક રાજ્યો કરતા અધિક છે.
અમેરિકા માં કોરોના ના કારણે મૃ ત્યુ પામેલાઓ રિપબ્લિકન સમર્થક રાજ્યો માં ડેમોક્રેટ સમર્થક રાજ્યો કરતા અઢી ગણા વધારે છે.

આનું કારણ એ છે કે ડેમોક્રેટ સમર્થક રાજ્યો માં અત્યાર સુધી માં ૮૩ ટકા લોકો એ રસી લઈ લીધી છે. જ્યારે રિપબ્લિકન સમર્થિત રાજ્યો માં ફક્ત ૪૦ ટકા લોકો એ જ વેક્સિન લીધી છે. આમ વેક્સિન લેનાર લોકો ની સંખ્યા રિપબ્લિકન સમર્થક રાજ્યો કરતા ડેમોક્રેટ સમર્થક રાજ્યો માં બમણા થી પણ અધિક છે. ભારત માં પણ જ્યારે કોરોના ની વેક્સિન આપવા ની શરુઆત થઈ ત્યારે મોદી સરકાર વિરોધી વિપક્ષો એ વેક્સિન અંગે જાતભાત ની ભ્રામક વાતો ફેલાવી લોકો ને વેક્સિન ના લેવા ચેતવ્યા હતા. જો કે મોદી સરકારે મિડીયા, સોશ્યિલ મિડીયા અને રેડિયો-ટીવી દરેક પ્રચાર ના માધ્યમ થી વ્યાપક પ્રચાર અને સાચી માહિતી પુરી પાડતા દેશ ની જનતા તો ઠીક પરંતુ વિરોધ કરવાવાળા વિપક્ષી નેતાઓ એ પણ વેક્સિન લઈ લીધી.

જો કે અમેરિકા માં આના થી વિપરીત બન્યું. તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ કોરોના ની હાંસી ઉડાવવા ઉપરાંત માસ્ક પહેરવા થી દૂર રહેવા ઉપરાંત વેક્સિન ના પણ વિરોધી હતા. આથી જ આજે પણ અમેરિકા માં રિપબ્લિકન રાજ્યો માં વધુ મૃત્યુ દર અને ફેલાતા સંક્રમણ નું સૌથી મોટું કારણ રિપબ્લિકન તરફ થી વેક્સિનેશન અને લોકડાઉન ના વિરોધ કરવું છે. મોટાભાગના રિપબ્લિકન પાર્ટી ના સમર્થકો રાષ્ટ્રપતિ જો બાયડન ની ફરજીયાત વેક્સિનેશન નો વિરોધ કરતા પોતાને એન્ટિ વેક્સ અર્થાત કે વેક્સિન લેવા ના વિરોધી ગણાવી મારું શરીર, મારી મરજી એમ જણાવી સરકાર ની નીતિ ને પોતના વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર તરાપ ગણાવે અમેરિકા માં જારી થયેલા એક રિપોર્ટ અનુસાર રિપબ્લિકન સમર્થકો માં વેક્સિન ને લઈ ને સામાજીક અને ધાર્મિક ભ્રમ ની સ્થિતિ છે. આ રિપોર્ટ માં સામેલ સર્વે અનુસાર ૯૦ ટકા રિપબ્લિકન સમર્થક વેક્સિન ને લઈ ને આ બે પૈકી ઓછા માં ઓછા એક, અન્યથા બન્ને ભ્રમ થી પિડીત છે અને કમનસીબે તેઓ તેને જ સાચુ માને છે.

Leave a Reply

Your email address will not be published.