ચીન માં ૪૩ વર્ષો માં સૌથી નીચો જન્મદર

ભારત અને ચીન વિશ્વ ના સૌથી મોટી આબાદી ધરાવતા દેશ છે. જો કે ભારત માં લોકશાહી શાસન છે જ્યારે ચીન માં સામ્યવાદી શાસન છે. જો કે હાલ માં ચીન ની ઘટી ગયેલા જન્મદર ૧ધ્ધા હમ ના કારણે ખૂબ ચિંતિત છે. કારણ કે તે છેલ્લા ૪૩ વર્ષ માં સૌથી નીચો જન્મદર છે.
ભારત અને ચીન આજ થી બે-અઢી દાયકા અગાઉ અત્યાર ના જેટલા સમૃ ધ્ધ કે તાકતવર દેશ ન હતા. અને ત્યાર ના અર્થશાસ્ત્રીઓ ના મુજબ આ બન્ને દેશો ની આબાદી જ તેમની પ્રગતિ માં અવરોધક મનાતી હતી. આથી બન્ને દેશો એ પોતપhતાના દેશ માં વસ્તી નિયંત્રણ અભિયાનો ચલાવ્યા હતા. જે તે સમયે બન્ને દેશો એ પૂરી તાકાત સાથે વસ્તી નિયંત્રણ નો પ્રચાર-પ્રપર કર્યો હતો. તે સમયે ભારત માં હમ દો હમારે દો’ તેમ જ બે બાળકો પછી બસ” જેવા સૂત્રો થી જનજાગૃતિ અભિયાન લોકશાહી ઢબે ચલાવાયા હતા. પરંતુ ચીન માં તો સરમુખત્યારી શાસન સમાન સામ્યવાદી શાસન માં સરકારે પરિવાર દીઠ માત્ર એક જ બાળક નો ફરજીયાત કાયદો બનાવતા ચીન માં એક થી વધુ બાળકો પેદા કરનાર ને જેલવાસ અને આકરી સજા થતી હતી.

ધીમે ધીમે ચીની પ્રજા માં પરિવાર દીઠ એક જ બાળક નું ચલણ થઈ ગયું. જો કે આ સમયગાળા માં ભારત અને ચીને ઘણી પ્રગતિ કરી. જો કે ભારત માં આ દરમ્યિાન મરજીયાત કુટુંબ નિયોજન નું અમલીકરણ હતું. જ્યારે ચીન માં પરિવાર નિયોજન ના સખ્ત કાયદા અમલ માં હતા. ધીમે ધીમે ચીન માં જન્મદર ઘટતા એવી સ્થિતિ સર્જાઈ કે આજ થી ૧૦-૧૫ વર્ષ પછી દેશ નો વર્ક ફોર્સ ગણાતા, કામ કરનાર યુવાઓ ની સંખ્યા કરતા નિવૃત્ત થઈ ગયેલા વૃધ્ધો ની સંખ્યા વધી જશે. આથી વર્ષો થી એક બાળક ની નીતિ માં ફેરફાર કરી ને બે બાળકો માટે ની મંજુરી આપી. જો કે ચીન માં બાળકો ના ઉછેર, અભ્યાસ અને અન્ય ખર્ચાઓ એટલા બધા છે કે સરકારે બે બાળકો ની મંજુરી આપવા છતા જન્મદર ઘટતો જ રહ્યો હતો. ચીન ની સરકાર ઓછી થતી વસ્તી બાબતે ચિંતિત હતી. બીજી તરફ ૨૦૧૪ માં ભારત માં સત્તા ઉપર આવેલી મોદી સરકારે સમગ્ર વિશ્વ સમક્ષ ભારત ને સૌથી યુવા દેશ અને સસ્તા દરે સ્કીલ્ડ વર્ક ફોર્સ નું વિશ્વભર માં માર્કેટીંગ કરી ને વિશ્વ ની ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ને ભારત માં રોકાણો કરાવવા માં સફળ રહ્યા.

આથી ચીને દાયકાઓ જૂની એક બાળક પ્રતિ પરિવાર ના બદલે ત્રણ બાળકો કરવા ની છૂટ આપવા ઉપરાંત સરકાર તરફ થી બાળક પુખ્ત થાય ત્યાં સુધી બાળક દીઠ સાડા ત્રણ લાખ રૂા. અપાય છે. જો કે આ સરકારી નીતિ માં પણ વિચિત્રતા એ છે કે આ રકમ મેળવવા કરેલી અરજી માં સરકાર લગ્ન નું સર્ટીફિકેટ ફરજીયાત માંગે છે. આથી સિંગલ મધર્સ ને આ સહાય મળતી નથી. ચીન માં યુવા વર્ગ માં લગ્ન કરવાથી, બાળકો પેદા કરવા થી યુવા વર્ગ દૂર રહે છે. ચીન માં ગત વર્ષે ફક્ત ૮ લાખ જ લગ્નો થયા હતા જ્યારે ૧.૨ કરોડ બાળકો જ આખા વર્ષ દરમ્યિાન જન્મ્યા હતા. ચીન માં પરણેલી સ્ત્રીઓ નો ફર્ટિલિટી દર આખા વિશ્વ માં સૌથી નીચો ૧.૩જ છે. આ ઉપરાંત એક બાળક ની પોલિસી ના કારણે મહત્તમ દંપતિ પુત્ર સંતાન જ ઈચ્છતા હોવાથી યુવા ચીની યુવકો માટે પરણવાલાયક સ્ત્રીઓ ની પણ ઉણપ છે. આમ ચીન માં ત્રણ બાળકો ની મંજુરી, વધારે દિવસો ની મેટરનિટી લીવ અને સબસીડી આપવા છતા ૪૩ વર્ષો નો સૌથી ઓછો જન્મદર નોંધાયો છે .

Leave a Reply

Your email address will not be published.