ટી-૨૦ અને વન ડે નો પણ કપ્તાન રોહિત
ભારત-ન્યુઝિલેન્ડ સિરીઝ પુરી થયા બાદ હવે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા ના પ્રવાસે જનારી છે. તે પૂર્વે બીસીસીઆઈ એ અગત્ય ની જાહેરાત કરતા ટીમ ઈન્ડિયા ના હીટ મેન અને ટી-૨૦ કપ્તાન રોહિત શર્માને વન-ડે ટીમ ના પણ કપ્તાન બનાવવા ની ઘોષણા કરી હતી.
પ્ર વાસી ન્યુઝીલેન્ડ સામે ની ટી-૨૦ સિરીઝ 2 ક થી દૂર રહેલા ટીમ ઈન્ડિયા ના કપ્તાન વિરાટ કોહલી ની જગ્યા એ હિટમેન રોહિત શર્મા એ જ કપ્તાની નિભાવી હતી અને ત્રણ ટી-૨૦ ની આ સિરીઝ ટીમ ઈન્ડિયા એ ૩-૦ થી જીતી લીધી હતી. જો કે હજુ થોડા સમય અગાઉ જ ટેસ્ટ ની વર્લ્ડ ચેમ્પિયનશીપ જે ઈંગ્લેન્ડ માં ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચે રમાઈ હતી તેમ જ ટી-૨૦ વર્લ્ડકપ બન્ને માં વિરાટ ની કપ્તાની હેઠળ ન્યુઝિલેન્ડ સામે હારી ને આપણે સ્પર્ધા માં થી વ્હાર થઈ ગયા હતા. ત્યાર બાદ ન્યુઝિલેન્ડ સામે ની પ્રથમ ટેસ્ટ માં પણ વિરાટ ની ગેરહાજરી માં અજિંક્ય રહાણે એ ટેસ્ટ ટીમ ની કપ્તાની નિભાવી હતી પરંતુ તેના કંગાળ ફોર્મ ઉપરાંત ઈન્જર્ડ થવાથી તે દ.આફ્રિકા ટૂર થી બહાર થઈ ગયો છે.
આવી પરિસ્થિતિ માં બીનસીઆઈ એ આ અગાઉ સ્વેચ્છા એ ટી-૨૦ ની કપ્તાની છોડી ચૂકેલા વિરાટ કોહલી માટે એવી આશા રાખેલી કે કોહલી વન-ડે ની કપ્તાની પણ સ્વેચ્છાએ છોડે. આ અંગે તેને બીસીસીઆઈ એ ૪૮ કલાક નું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. જો કે ત્યાર બાદ પણ વિરાટ કોહલી એ કોઈ પ્રત્યુત્તર ના પાઠવતા આખરે કોહલી પાસે થી વન-ડે ની કપ્તાની છોડાવી ને રોહિત શર્મા ને ટી-૨૦ ઉપરાંત વન-ડે નો પણ કપ્તાન બનાવી દીધો હતો. આ અગાઉ ૨૦૧૪ માં ભારત ના સૌથી સફળ કપ્તાન અને ક્રિકેટ ના ત્રણેય ફોર્મેટ માં ભારત ને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ધોની એ ટેસ્ટ ક્રિકેટ માં થી નિવૃત્તિ લેતા કોહલી ને ટેસ્ટ ટીમ નો કેપ્ટન બનાવાયો હતો. ત્યાર બાદ ૨૦૧૭ માં ધોની ની નિવૃત્તિ બાદ કોહલી ને ત્રણેય ફોર્મેટ નો કેપ્ટન બનાવાયો હતો.
આમ તો કોહલી ની કપ્તાની માં ટીમ ઈન્ડિયા નો વન-ડે નો રેકર્ડ શાનદાર રહ્યો છે. આ દરમ્યિાન ટીમ ઈન્ડિયા એ રમેલી ૯૫ વન ડે પૈકી ૬૫ માં શાનદાર જીત, ૨૩ માં હાર અને ત્રણ મેચો ટાઈ માં પરિણમી હતી. આમ કોહલી ની વન-ડે ની કપ્તાની નો વિનિંગ રેશિયો ૬૮ ટકા રહ્યો છે. જો કે તે ટીમ ઈન્ડિયા ને એક પણ આઈસીસી ટ્રોફી જીતાડી શક્યો નથી. જ્યારે રોહિત શર્મા ની કપ્તાની હેઠળ અત્યાર સુધી માં ટીમ ઈન્ડિયા એ રમેલી ૧૦ મેચો પૈકી ૮ માં જીત અને ર માં હાર થઈ હતી. આમ રોહિત નો વિનિંગ રેશિયો ૮૦ ટકા થાય છે. આમ ૨૦૧૭ થી ટીમ ઈન્ડિયા ની વન-ડે અને ટી-૨૦ ની કપ્તાની સંભાળ્યા બાદ હવે વિરાટ કોહલી ની જગ્યા એ આ બન્ને ફોર્મેટ એ રોહિત શર્મા કપ્તની કરશે જ્યારે કોહલી માત્ર ટીમ ઈન્ડિયા ની ટેસ્ટ ટીમ ના કપ્તાનપદે હજુ યથાવત રખાયો છે.