ટેસ્ટ સિરીઝ માં યુવા ખેલાડીઓ
હાલ માં જ પુરી થયેલી ભારતન્યુઝિલેન્ડ ની ટી-૨૦ સિરીઝ ની ત્રણેય મેચો જીતી ને ભારતે ન્યુઝિલેન્ડ ના કરેલા વ્હાઈટવોશ બાદ બે ટેસ્ટ ની સિરીઝ માં બન્ને દેશ ના યુવા અને નવોદિત ક્રિકેટરો એ કિર્તિમાન સ્થપ્યા હતા.
આ ટેસ્ટ સિરીઝ પૈકી ની પ્રથમ કાનપુર ટેસ્ટ ડ્રો ગયા બાદ બીજી મુંબઈ ના વાનખેડે માં રમાયેલી ટેસ્ટ ઈન્ડિયા એ ૩૭૨ રને જીતી ને ન્યુઝિલેન્ડ ને કારમો પરાજય આપ્યો હતો. જો કે આ સિરીઝ માં ન માત્ર ઈન્ડિયા ના જ, પરંતુ ન્યુઝિલેન્ડ ના પણ યુવા ખેલાડીઓ એ શાનદાર રમત દાખવી ને ઈતિહાસ રચ્યો હતો.

ભારત તરફ થી આ ટેસ્ટ સિરીઝ માં જ ડેબ્યુ કરનાર ખેલાડી શ્રેયસ ઐય્યર એડેબ્યુ મેચ માં જ સદી ફટકારવા ઉપરાંત મેન ઓફ ધ મેચ નો ખિતબિ પણ જીત્યો હતો. શ્રેયસ એ ૧ સદી અને ૨ અર્ધસદી સાથે ચાર ઈનિંગ્સ માં ૨૦૨ રન ફટકાર્યા હતા. આ જ રીતે અન્ય ખેલાડી મયંક અગ્રવાલે પણ ૪ ઈનિંગ્સ માં એક સદી, એક અર્ધસદી સાથે ૨૪૨ રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયા ને નવા ઓલરાઉન્ડર ના સ્વરુપ માં અક્ષર પટેલ મળ્યો છે જેણે ચાર ઈનિંગ્સ માં ૧૫૯ રન ફટકાર્યા જેમાં એક અર્ધસદી પણ સામેલ છે. તદુપરાંત મહત્વ ની ૯ વિકેટો પણ ઝડપી હતી. આવી જ રીતે માત્ર મુંબઈ ટેસ્ટ માં સ્થાન પામેલા જયંત યાદવે ર ઈનિંગ્સ માં ૫ વિકેટ ઝડપવા ઉપરાંત ૧૮ રન પણ બનાવ્યા હતા.

જો કે ન્યુઝિલેન્ડના એજાઝપટેલે પ્રથમ ટેસ્ટ માં માત્ર ત્રણ વિકેટો ઝડપી હતી. પરંતુ, બીજી ટેસ્ટ ની પ્રથમ ઈનિંગ્સ માં ટીમ ઈન્ડિયા ની ૧૦એ ૧૦ વિકેટો ઝડપી ને ઈતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત બીજી ઈનિંગ્સ માં પણ ચાર વિકેટ ઝડપી ને ચાર ઈનિંગ્સ માં કુલ ૧૭વિકેટો ઝડપી હતી. મૂળ ભારત ના આ ન્યુઝિલેન્ડ ના ખેલાડી એજાઝ પટેલે પોતાનો જ્યાં જન્મ થયો હતો તે મુંબઈ ની ધરતી ઉપર જ ઈતિહાસ રચ્યો હતો.
