દાદીમા ના નુસખા

કમળો – ગાજરનો રસ, પાલકનો રસ અને સંતરાનો રસ – ત્રણેયને ૧૦૦૧૦૦ ગ્રામ લઈને મિક્સ કરી લો. આખા દિવસમાં આને ત્રણ-ચારવાર પીઓ. આશરે ૮ દિવસો સુધી નિયમિત રૂપે સેવન કરવાથી કમળો ઠીક થઈ જાય છે.


નસકોરી – ગાજરના ૧૦૦ ગ્રામ રસમાં એક ચમચી તાજાં આમળાનો રસ અને ચમચી દરો ઘાસનો રસ મિક્સ કરીને સવારે-સાંજે સેવન કરો.


મસ્તિષ્કની કમજોરી – દરરોજ સવારે કંઈપણ ખાધા-પીધાં વગર ૧૦૦ ગ્રામ ગાજરના રસમાં થોડું સિંધવ લૂણ નાંખીને પીવાથી મસ્તિષ્ક અને હૃદય બંનેને તાકાત મળે છે.


રોગનાશક ચૂરણ તથા ગોળી : –
આપણે જે કંઈ પણ ખાઈએપીએ છીએ, તેની અસર આપણા મન, શરીર અને આચરણ પર, વિચાર પર પડે છે. પ્રકૃતિએ આપણા માટે અમુક જરૂરી નિયમો બનાવ્યા છે. જેથી આપણે તેનું નિયમસર પાલન કરીને પોતાને સ્વસ્થ અને નિરોગી રાખી શકીએ. દાદીમાએ નિરોગી રહેવા તથા સ્વાથ્યને જાળવી રાખવા માટે અમુક ઘરગથ્થુ ચૂરણ અને ગોળીઓ બનાવવાના નુસખાઓ બતાવ્યા છે. આના દ્વારા નાના-મોટા રોગો તથા ઉપદ્રવોનું સહેલાઈથી શમન કરી શકાય છે. આવો, ચૂરણ તથા ગોળીથી સંબંધિત નુસખાઓની જાણકારી પ્રાપ્ત કરીએ –

કબજિયાતનાશક ચૂરણ


નુસખાં – સુંઠ, વરિયાળી, સોનામુખી, નાની હરડે અને સિંધવ લૂણ – આ બધી વસ્તતુઓને સમાન માત્રામાં કૂટી પીસીને બારીક ચૂરણ બનાવી લો.


માત્રા તથા સેવન વિધિ-દરરોજ રાત્રે સૂતી વખતે એક ચમચી ચૂરણ
ગંગણાં પાણી સાથે લો.


લાભ – આના સેવનથી મળ તરત જ અને સાફ ખૂલીને આવે છે. જેનાથી પેટ હલકું અને સાફ થઈ જાય છે. કબજિયાત, માથાનો દુઃખાવો, આફરો, ગેસ, પેટનો દુખાવો, મૂત્રપિંડ વગેરે માટે આ ચૂરણ બહુ લાભકારી છે. ફાયદો થઈ ગયા પછી ચૂરણ લેવાનું બંધ કરી લો.


અગ્નિવર્ધક ચૂરણ


નુસખાં – શેકેલું સફેદ જીરું ૧૦૦ ગ્રામ, સૂંઠ પીસેલી ૫૦ ગ્રામ, સિંધવ લૂણ ૧૫૦ ગ્રામ, સંચળ ૫૦ ગ્રામ, કાળામરી ૫૦ ગ્રામ, લીંબૂનો સર ૫૦ ગ્રામ અને પીપરમીંટ ૨ ગ્રામ – બધી વસ્તુઓ કુટી-પીસીને કપડાથી ચાળી લો પછી
આને શીશીમાં ભરી લો.

માત્રા તથા સેવન વિધિ – અડધી ચમચી ચૂરણ ભોજન કર્યા પછી પાણીથી લો.


લાભ – આ બહુ સ્વાદિષ્ટ અને અગ્નિવર્ધક ચૂરણ છે. આ ભોજનને સારી રીતે પચાવીને ભૂખ વધારે છે. ગેસ વધે અથવા આફરો થાય તો આ ચૂરણનું સેવન કરવાથી ઘણો આરામ મળે છે. પેટ સંબંધી બધાં જ વિકારો કે દોષો દૂર કરવા માટે આ ચૂરણ બહુ ઉપયોગી છે.


વાયુનાશક ચૂરણ

નુસખા – દેવદાર, અજમો, વાયબિડંગ (એક વેલ જેના ફળ દવાના કામમાં આવે છે.) સિંધવ લૂણ, પીપરમૂળ, પીપળો, વરિયાળી તથા કાળા મરી ૨૦-૨૦ ગ્રામ તથા મોટી હરડે, સૂંઠ અને બિધારા ૧૦૦-૧૦૦ ગ્રામ બધાને કૂટી-પીસીને બારીક ચૂરણ બનાવીને શીશીમાં ભરી લો.


માત્રા તથા સેવન વિધિ – ૩ ગ્રામ ચૂરણ પાણી સાથે રોજ સ વારે, બપોરે અને સાંજે લો.


લાભ – શરીરમાં વાયુ બનવાના કારણે અંગોમાં થનારા દુખાવાને આ દૂર કરે છે તથા ભોજનને પચાવે છે.


શિ વા ફાર પાચક ચૂરણ
નુસખા – હીંગ, કાળા મરી, અજમો, નાની હરડે, શુધ્ધ સાજીખાર તથા સિંધવ લૂણ – બધી વસ્તુઓ સમાન માત્રામાં લઈને કૂટી પીસી લો. આ પછી તેને ત્રણ વાર કપડાથી ચાળી લો.

Leave a Reply

Your email address will not be published.