નરા ગામ નું સુકાન શિખ પરિવાર પાસે
કચ્છ ના લખપત તાલુકા ના નરા ગામ નું મકાન છેલ્લા ૧૫ વર્ષો થી શીખ પરિવાર સંભાળે છે. તેમાં પણ બીજી વખત પંચાયત માં બિનહરીફ વરણી થવા ઉપરાંત પુરુષ ની બેઠક હોવા છતા મહિલા ને પ્રાધાન્ય અપાયું હતું અને મહિલા સરપંચ ગામ નું સુકાન સંભાળે છે. ભારત ના ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં એમ કહેવાય છે કે બાર ગાઉ એ બોલી બદલાય તેવો અનેક ભાષાઓ, અનેક પ્રદેશો ના સમુહ થી બનેલો આ દેશ વિવિધતા માં એકતા માં દઢ વિશ્વાસ રાખનારો અને તેના જ્વલંત ઉદાહરણરૂપ કિસ્સો જ ગુજરાત રાજ્ય ના કચ્છ જીલ્લા ના લખપત તાલુકા નું નરા ગામ છે. કચ્છ ના લખપત ખાતે ગુરુદ્વારા પહેલી પાદશાહી ગુરુદ્વારા આવેલું છે જેનું સંચાલન ગુરુદ્વારા શ્રી ગુરુ નાનકસિંગ સભા ગાંધીધામ હસ્તક છે. ગુરુદ્વારા ગુરુનાનક પોતાની બીજી (૧૫૦૬-૧૫૨૩) અને ચોથી (૧૫૧૯૧૫૨૧) ધર્મયાત્રા ઉદાસીસ દરમિયાન અહીં રોકાયા હતા તેની યાદગિરી માં બનાવાયું છે.
૧૯ મી સદી ની શરુઆત માં બનાવાયેલા આ ગુરુદ્વારા માં તેમની લાકડા ની પાદુકા અને પાલખી તથા અન્ય ચીજો સંભારણા સ્વરુપ રખાઈ છે. હવે લખપત તાલુકા માં શીખ વસ્તી નું હોવું સ્વાભાવિક છે. લખપત તાલુકા ના નરા ગામે મોટી સંખ્યા માં શીખ સમાજ પંજાબ થી આવી સ્થાયી થયો છે અને જીવન નિર્વાહ માટે ખેતીકામ કરે છે. તેઓ વાડી વિસ્તાર માં મકાનો બનાવી ને વસવાટ પણ કરે છે. તેઓ અહીં ની કચ્છી, ગુજરતિી જનતા સાથે એટલા પ્રેમ અને સુમેળ થી હળીભળી ગયા છે કે વર્ષો ના વસવાટ બાદ હવે તેઓ કચ્છી ભાષા પણ બોલતા શીખી ગયા છે. નરા ગામે ગ્રામ પંચાયત ની ત્રીજી ટર્મ માં પણ શીખ સમુદાય ના હાથ માં જ સરપંચ નું પદ રહ્યું છે.
સરદાર પરિવાર ના મહિલા સભ્ય સરબજીત કૌર બીજી વખત બનહરિફ ચૂંટાઈ આવી ને સરપંચ બન્યા છે. તેઓ ગુરુ નાનક સાહેબ ના સર્વ ધર્મ સમભાવના સિધ્ધાંત માં વિશ્વાસ રાખી ને ગ્રામ્ય વિકાસ માં સહભાગી બની રહ્યા છે. નરા ગામ માં આમ તો શીખ સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિ ના લોકો પણ મોટી સંખ્યા માં રહે છે. પરંતુ કચ્છ ને કર્મભૂમિ બનાવી સરદાર પરિવારો સ્થાનિકો માં પણ લોકપ્રિય બની ગયા છે. હાલ ના સરપંચ સરબજીત કૌર ની આ બીજી ટર્મ માં પણ તેઓ બીનહરિફ ચૂંટાયા, પહેલા ની ટર્મ માં તેમના પતિ અને તાલુકા પંચાયત ના વિપક્ષી નેતા રાજુભાઈ સરદાર ઉર્ફે જુગરાજસિંગ સરદાર પાંચ વર્ષ સરપંચ હતા. આમ નરા ગામ નું સુકાન ૧૫ વર્ષો સુધી શીખ સમુદાય ના જ હાથ માં રહેશે. પંજાબ થી આવી ને કચ્છી લોકો સાથે સ્નેહ સુમેળ થી હળી મળી ને રહેતા અને ગામ ના સરપંચપદે બિનહરીફ ચૂંટાતા શીખ સમુદાય વાસ્તવ માં વિવિધતા માં એકતા ના દર્શન કરાવે છે.