નવી દિલ્હી માં પુતિન – મોદી મંત્રણા
રશિયા ના રાષ્ટ્રપતિ લાદિમીર પુતિન તેમની માત્ર એક દિવસીય ભારત યાત્રા ઉપર પધાર્યા હતા. રાષ્ટ્રપતિ પુતિન ભારત પહોંચ્યા તે અગાઉ રશિયા ના સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી ભારત પહોંચ્યા હતા. રશિયા ચોથો દેશ છે જેની સાથે ભારત ર+ર મંત્રણાઓ કરી રહ્યું છે.

ભારત રશિયા મૈત્રી દાયકાઓ પુરાણી છે અને ભારત નો રશિયા વિશ્વાસુ સહયોગી દેશ છે. જો કે તેમ છતા બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર ઘણો ઓછો છે. આ વ્યાપાર હજુ સુધી ૧૦ અબજ ડોલર સુધી પણ પહોંચ્યો નથી. આ સાથે જ દ્વિપક્ષીય રોકાણ પણ તેની ક્ષમતા થી નીચે છે.

જો કે બન્ને નેતાઓ એ ૨૦૨૫ સુધી માં તેમનો દ્વિપક્ષીય વ્યાપાર ૩૦ અબજ ડોલર ને પાર લઈ જવા નો તથા દ્વિપક્ષીય રોકાણ ને પણ ૫૦ અબજ ડોલર ને પાર લઈ જવા નો નિધર કર્યો હતો. બન્ને દેશો ના વ્યાપાર ની તકો માં ભારત ને સપ્લાય ની જરુર છે જ્યારે રશિયા ને ડિમાન્ડ ની. આ સંજોગો માં બન્ને દેશો વ્યાપાર ને વધારવા નો માર્ગ શોધી રહ્યા છે. રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ની યાત્રા એવા સમયે યોજાઈ હતી જ્યારે ભારત-અમેરિકા અને રશિયા-ચીન વચ્ચે ગાઢ બની રહેલા સંબંધો તેમ જ વિશ્વ ની પણ બદલાઈ રહેલી આર્થિક અને રાજકીય સ્થિતિ વચ્ચે ખૂબ મહત્વપૂર્ણ મનાય છે.