પાકિસ્તાન માં શ્રીલંકન ને સળગાવી દીધો

આખા વિશ્વ માં આતંકવાદ ના પાવરહાઉસ તરીકે જાણિતા પાકિસ્તાન ના નાગરિકો માં પણ પાકિસ્તાને કરેલી આતંકવાદ ની ખેતી બાદ માનવતા કઈ હદે મરી પરવારી છે અને ભય, આતંક અને કુરતા ની પરાકાષ્ટા સમાન પાકિસ્તાન ના સિયાલકોટ માં એક શ્રીલંકન નાગરિક ને ભીડે પહેલા જાહેર માં મરણતોલ માર માર્યા બાદ સળગાવી દીધો હતો. પાકિસ્તાન ના સિયાલકોટ ના વઝીરબાદ રોડ વિસ્તાર માં એક મલ્ટીનેશનલ કંપની ની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરી માં પાકિસ્તનિ ની ક્રિકેટ ટીમ માટે ટી-૨૦ ટીમ નો સામાન બનાવવા માં આવતો હતો. આ ફેક્ટરી માં હાલ માં જ શ્રીલંકન નાગરિક પ્રિયાંથાકુમાર એક્સપDર્ટ મેનેજર તરીકે જોડાયો હતો. શુક્રવારે બપોરે આ ફેક્ટરી માં અચાનક હોબાળો મચ્યો હતો. જો કે આ હોબાળો કયા કારણસર મચ્યો હતો તે હજુ સુધી જાહેર નથી થયું, પરંતુ થોડીવાર માં મજુરો એક્સપોર્ટ મેનેજર પ્રિયંથા ને મારતા મારતા ફેક્ટરી ની બહાર રોડ ઉપર લઈ આવ્યા હતા. તમામ મજુરો પાકિસ્તાન ના જ હતા. પ્રિયંથા ને પહેલા મરણતોલ માર માર્યા બાદ તે રોડ ઉપર ફસડાઈ પડતા તેને જીવતો જ સળગવિી દેવા માં આવ્યો હતો. આ ઘટના સમયે રોડ ઉપર ભારે ભીડ જમા થઈ ગઈ હોવા છતાં સૌ કોઈ પ્રિયંથા ને બચાવવા ના બદલે ઘટના નો વિડીયો ઉતારી રહ્યા હતા. ઘટના બાદ પહોંચેલા સિયાલકોટ ના પોલિસ અધિકારી ઉમર સઈદ મલિક એ જણાવ્યું હતું કે મૃતક નું નામ પ્રિયંથ કુમાર હતું અને તે શ્રીલંકા નો નાગરિક હતો.

આ ઘટના ની પ્રાથમિક તપાસ માં પ્રિયંથાક_માર ઉપર પયગંબર સાહેબ ની નિંદા કરવા નો આરોપ હતો. સમગ્ર ઘટના નો વિડીયો સોશ્યિલ મિડીયા માં તુર્ત જ વાયરલ થઈ ગયો હતો. પંજાબ પ્રાંત ના મુખ્યમંત્રી ઉસ્માન બુજદારે કહ્યું હતું કે આ હૃદય કંપાવનારી ઘટના છે. ઘટના ની ઉચ્ચસ્તરીય તપાસ ના આદેશો આપી દેવાયા છે. દોષિતો ગમે તે હશે, પણ તેમને છોડવા માં નહીં આવે. ઘટના બાદ પાકિસ્તન ના વડાપ્રધાન અને વિશ્વભર માં પૈસા ની ભીખ માંગી દેશ ચલાવનાર કટોરા ખાન ઉર્ફ ઈમરાન ખાન નિયાઝી એ પણ કહ્યું હતું કે તેઓ આ ઘટના ની તપાસ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ ઘટના માટે જે કોઈ પણ જવાબદાર હશે, ગમે તેવા ચમરબંધી ને પણ છોડવા માં નહીં આવે. જો કે સિયાલકોટ માં આવી ઘટના પ્રથમવાર નથી ઘટી. આ અગાઉ ૨૦૧૦ માં પણ બે ભાઈઓ ને લૂંટારા ગણાવી ને આ જ રીતે ભીડ એ જીવતા સળગાવી દીધા હતા. શ્રીલંકન નાગરિક પ્રિયંથાકુમાર ને જાહેર માં ભીડ દ્વારા સરેઆમ રોડ ઉપર જ જીવતા સળગાવી દેવા ની ઘટના પાકિસ્તાન માં કથળેલી કાયદા અને વ્યવસ્થા ની સ્થિતિ અને ભીડ ના અમાનવીય, અધમતા ભર્યા કત્ય ની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા થઈ રહી છે. તેમાં પણ મરનાર શ્રીલંકન નાગરિક હોવાથી સમગ્ર વિશ્વ પાકિસ્તાન માં કાર્યરત વિદેશી નાગરિકો બાબતે ચિંતિત છે.

Leave a Reply

Your email address will not be published.