બળાત્કાર ના કેસ માં ૨૯ દિવસ માં ફાંસી

ગુજરાત માં સુરત સેશન્સ કોર્ટે માત્ર અઢી વર્ષ ની બાળકી ઉપર દુષ્કર્મ કરી ને હત્યા નિપજાવનાર આરોપી ગુફુ યાદવ ને માત્ર ૨૯ દિવસ માં જ ફાંસી ની સજા ફટકારી ને એક આદર્શ દાખલો બેસાડ્યો છે.
દિવાળી ની આગલી રાત્રે અર્થાત ૪ થી નવેમ્બરે માત્ર અઢી વર્ષની બાળકી નું અપહરણ કરી ને પરપ્રાંતિય એવો ગુફુ યાદવ વડોદ નજીક ઝાડી-ઝાંખર માં લઈ જઈ ને દુષ્કર્મ આચર્યું હતું. ગુફુ યાદવે પોર્ન વિડીયો જોયા બાદ માત્ર અઢી વર્ષ ની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ આંતરડા બહાર નિકળી જાય તેવી બર્બરતા દાખવી ને બાળકી ની હત્યા કરી નાંખી હતી. ઘટના ઘટવા ના માત્ર બે દિવસ બાદ આરોપી ને પોલિસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ પાંડેસરા પોલિસે સાત જ દિવસ માં ચાર્જશીટ રજુ કરી દીધી હતી. સરકાર પક્ષે પણ સાત જ દિવસ માં ટ્રાયલ પુરી કરી હતી. આ દરમ્યિાન ૬૯ સાક્ષીઓ પૈકી માત્ર ૪૨ જ સાક્ષીઓ સરકાર પક્ષે ચકાસ્યા હતા.

સરકારી વકીલ નયન સુખડવાલા એ નરાધમ ના નરપિશાચી કૃત્ય ને આકરા માં આકરી સજા મળે અને કેસ ને રેરેસ્ટ ઓફ રેર નો ગણાવતા ૩૨ એવા ચુકાદાઓ રજુ કરવા માં આવ્યા હતા જેમાં નિર્દોષ બાળકી ઉપર દુષ્કર્મ કરી ને હત્યા નિપજાવનાર આરોપી ને નામદાર અદાલતે ફાંસી ની સજા ફરમાવવા માં આવી હોય. આ કોર્ટ માં બાળકી ઉપર આરોપી એ ગુજારેલા અનામુષી અત્યાચાર ની કહાણી સરકારી દલીલ સ્વરુપે સાંભળતા જ કોર્ટ માં સૌ ના મન માં ફિટકાર ની ભાવના જન્મી હતી. સરકારી વકીલે અદાલતે માસુમ બાળકી નો હવાલો આપવા ઉપરાંત આ કેસ માં પોક્સો સહિત ની કલમો લાગી હોવા નું નોંધ્યું હતું અને આવા નરાધમ આરોપી સોસાયટી માટે પણ, સમાજ માટે પણ જોખમરૂપ હોવાથી આરોપી ને આકરા માં આકરી ફાંસી ની સજા આપવા વિનંતી કરી હતી.

આ ચુકાદો આવ્યા બાદ બાળકી ની માતા એ રડતા રડતા ન્યાયાધીશ ને હાથ જોડી ને “સાહેબ ન્યાય મિલા, બહુત મદદ કી.” એમ જણાવ્યું હતું. જ્યારે બાળકી ના પિતા એ કહ્યું હતું કે મેં સરકારી વકીલ ને માત્ર એટલું કીધું હતું કે સાહેબ મારી દીકરી ને ન્યાય અપવજો. તેમણે અમારી ધારણા કરતા વધુ ઝડપ થી ન્યાય અપાવ્યો છે. નામદાર અદાલતે આરરેપી ને ફાંસી ની સજા ફરમાવવા ઉપરાંત પિડીતા ના પરિવાર ને ૨૦ લાખ રૂા. નું વળતર ચૂકવવા નો પણ હુકમ કર્યો હતો. રાજ્ય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ ગણતરી ના દિવસો માં જ બાળકી ના પરિવાર ને ન્યાય અપાવવા માં મળેલી સફળતા માટે વકીલો, તબીબો ની ટીમ, એફએસએલ ની ટીમ તથા પોલિસ ની કામગિરી ની ખૂબ પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.