બોલિવુડ ટોપ સ્ટાર ટીવી પરદે ફ્લોપ

ભારત માં મનોરંજન માટે બોલિવુડ- મલ્ટિપ્લેક્સીસ અને થિયેટરો ના વિશાળ પરદે સિલ્વર સ્ક્રીન થકી જ્યારે ઘર બેઠા ટેલિવિઝન સ્ક્રીન ઉપર સિરિયલ્સ અને રિયાલિટી શોઝ થકી ટેલિવુડ આ જ કામ કરે છે બોલિવુડ ના ઘણા ટોપ સ્ટાર્સ ટીવી ના ટચૂકડા પરદે પણ દેખાતા હોય છે. જો કે તેમને સિલ્વર સ્ક્રીન જેવી સફળતા મળતી નથી. ટેલિવુડ ના કલાકારો ટૂંક સમય માં દેશભર માં ઘેર ઘેર જાણિતા થઈ જતા હોય છે આથી જ બોલિવુડ ના ઘણા મોટા સ્ટાર્સ પણ ટીવી ના પરદે છવાઈ જવા નો મોહ છોડી શકતા નથી. આ સ્ટાર્સ માં બોલિવુડ ના શહેનશાહ અમિતાભ બચ્ચન છેલ્લા ૨૧ વર્ષો થી ટીવી પરદે ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ – કેબીસી ના પર એપિસોડ શૂટ માટે ૩.૫ (સાડા ત્રણ) કરોડ થી અધિક રૂ. મળે છે. કેબીસી-૧૧ હોસ્ટ કરવા તેમને આટલી ફી મળી હતી.

કારણ કે હાલ ના આંકડા ઉપલબ્ધ નથી. જો કે આના ઉપર થી કેબીસી-૧૩ માટે ૪.૫ કરોડ/એપિસોડ અંદાજો લગાવી શકાય, ચાર માસ ચાલેલી આ સિઝન પેટે અમિતાભ લગભગ ૩૮૫ કરોડ ની તોતિંગ ફી ચૂકવાયા નો અંદાજ છે. આ જ રીતે બોલિવુડ ના દબંગ સ્ટાર, ભાઈજાન સલુભાઈ પણ વિવાદીત રિયાલિટી શો બિગ બોસ સાથે હોસ્ટ તરીકે ટીવી પરદે દેખાય છે. હાલ માં બિગ બોસ ની ૧૫ મી સિઝન ચાલી રહી છે. જેમાં સલમાન માત્ર વિક એન્ડ માં જ દેખાય છે. સલમાન ને બિગ બોસ હોસ્ટ કરવા માટે આ ૧૫ મી સિઝન માં પ્રતિ સપ્તાહ ૩૫ કરોડ રૂા. ચૂકવાય છે. આ ગણતરી એ ચાર માસ ના ૧૭ સપ્તાહ ના માત્ર | હોસ્ટિંગ કરવા પેટે જ સલમાન ને પ૯૫ કરોડ રૂા. ની ફી મળશે.

જ્યારે સલમાન ના પ્રોડક્શન હાઉસ દ્વારા અત્યારે પ્રથમ સિઝન ચાલી રહી છે તેવા બિગ પિશ્ચર્સ ના હોસ્ટ તરીકે રણવીર સિંહે પ્રથમવાર ટેલિવિઝન ડેબ્યુ કર્યું છે. જો કે સલમાન નો શો હોવા થી અને રણવીર આ શો થી રિયાલીટી શો માં ડેબ્યુ કરી રહ્યો હોવા થી હજુ ફી નો આંકડો જાહેર કરાયો નથી પરંતુ નિશંક પણે તે કરોડો માં જ હશે. જો કે આટલા મોટા બોલિવુડ સ્ટાર્સ ના આ શો હોવા છતા ટીવી ના ટોપ-૧૦ શો માં પણ જગ્યા બનાવી શક્યા નથી અર્થાત કે કરોડો રૂા.ની ફી આપ્યા બાદ પણ અન્ય બોલિવુડ સ્ટાર્સ ટીવી ના પરદે સફળ ના રહેતા લોપ જ સાબિત થયા છે.

Leave a Reply

Your email address will not be published.