વિકી-કેટ ના લનાં સ્ટાર્સ નો જમાવડો ?

બોલિવુડ સ્ટાર્સ વિકી કૌશલ અને કેટરીના કેફ ૯ મી ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ રાજસ્થાન ના સવાઈ માધોપુર ખાતે ના સિક્સ સેન્સ ફોર્ટ બારવાડા ખાતે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. વિકી કૌશલ અને કેટરીના એ પોતની રોકા સેરેમની પણ કેટ ના મુંહબોલા ભાઈ અને સુવિખ્યાત ડિરેક્ટર કબીર ખાન ના ઘરે ઘણી ગુપ્તતા થી આયોજી હતી. તેમના લગ્ન બાબતે પણ પૂર્ણ ગુપ્તતા જાળવતા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી. જો કે ગત સોમવારે ૬ ઠ્ઠી ડિરૂ સેમ્બરે વિકી અને કેટરીના ને લગ્ન માટે રાજસ્થન જવા માટે મુંબઈ ના એરપોર્ટ ઉપર દેખાયા હતા. મળતી માહિતી પ્રમાણે કેટ ની માતા અને તેની છએ બહેનો પણ લગ્ન માં ઉપસ્થિત રહી છે અને રાજસ્થાન પહોંચી ગયા છે. ૭ મી ડિસેમ્બર થી જ પ્રિ-વેડિંગ સેલિબ્રેશન શરુ થઈ ગયા છે. બોલિવુડ એક્ટ્રસ અને ટીવી હોસ્ટ નેહા ધુપિયા એ મહેંદી સેરેમની ના વિડીયો સોશ્યિલ મિડીયા માં પોસ્ટ કર્યા હતા.

વિકી-કેટ ના સેલિબ્રિટી ડેસ્ટિનેશન વેડીંગ માં આશરે ૧૨૦ મહેમાનો ઉપસ્થિત રહેનારા છે જેમાં પ્રોડ્યુસર/ડિરેક્ટર કરણ જોહર, રોહિત શેટ્ટી, કબીર ખાન, ફરાહ ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રિત્વિક રોશન, વરુણ ધવન અને નતાશા, શાહિત કપૂર અને મીરા રાજપૂત, સિધ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, અનુષ્કા શેટ્ટી, કાર્તિક આર્યન, અલવીરા ખાન, અલી અબ્બાસ, જોયા અખ્તર, નેહા ધૂપિયા, આદિત્ય અને સૂરજ પંચોલી તથા અન્ય સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહેનારા છે.

આ સેલિબ્રિટીઝ મહેમાનો માટે ૨૨ ચાર્ટર ફ્લાઈટ્સ ની વ્યવસ્થા કરાઈ છે. આ બધી ખ્યાતનામ હસ્તીઓ જયપુર થી રસ્તા માર્ગે સવાઈ માધોપુર પહોંચશે. આના માટે ૭૦ હાઈ એન્ડ લક્યુરીયસ કારો તેમની સેવા માટે રહેશે. રણથંભોર રોડ સ્થિત એક ફાઈવસ્ટાર હોટલ માં તથા અન્ય વેબવી હોટલો માં મહેમાનો ના ઉતારા ની વ્યવસ્થા કરાઈ છે. તેમના વેડીંગ માં અનુષ્કા શર્મા, વિરાટ કોહલી ઉપરાંત દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર પણ ઉપસ્થિત રહેનાર છે. તદુપરાંત બોલિવુડ ના ખિલાડીકુમાર અક્ષયકુમાર તથા કિંગ ઓફ રોમાન્સ ગણાતા શાહરુખ ખાન ઉપસ્થિત રહેવા ની પણ સંભાવનાઓ છે. જો કે કેટરીના ના મેન્ટર અને ગોડફાધર સમાન દબંગ સ્ટાર અને અંગત મિત્ર સલમાન ખાન ૧૦ મી એ અબુધાબી ખાતે ની દબંગ ટુર ના પ્રિ કમિટમેન્ટ ના હિસાબે વેડિંગ માં સામેલ થનાર નથી.

Leave a Reply

Your email address will not be published.