સમાચારો સક્ષિપ્ત માં

-ભારતની કેન્દ્ર સરકારે કૃષિ આંદોલન ના ખેડૂતોના વિરોધના પગલે ત્રણેય કૃષિ કાનુન પરત ખેંચ્યા બાદ પણ ટિંકેત એ એમએપી ના મામલે આંદોલન ચાલુ રાખવાની ઘોષણા કર્યા બાદ કેન્દ્ર સરકારે એમએસપી મામલે કમિટિ બનાવવા અને ચર્ચા કરવા સંયુક્ત કિસાન મોરચાને પ્રસ્તાવ મોકલ્યો હતો. તેમણે કમિટિની રચના માટે પ ખેડૂત આગેવાનો ના નામ માંગ્યા હતા. ખેડૂત સંગઠનો તમામ ની સહમતિથી ચોથી ડિસે. થી આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી શકે છે. જો કે રાકેશ ટિકેત અને મટુ ની કોઈપણ સંજોગોમાં આંદોલન ચાલુ રાખવા માંગે છે.

– રાજસ્થાન કોંગ્રેસમાં નવી સરકારના ગઠન બાદ પણ આંતરિક કલહ શાંત થયો નથી. બસપા માંથી કોંગ્રેસમાં આવેલા રાજેન્દ્ર ગુઢા ને મંત્રી બનાવાયા છતા તેમણે ચાર્જ લીધો નથી. તેમ જ તેમને મળેલી કાર પણ પરત કરી દીધી છે. તેમણે પોતાની સાથે આવેલા અન્ય પાંચ ધારાસભ્યોને પણ મંત્રી બનવવા તેમ જ પોતાને અપાયેલું રાજ્ય કક્ષાના મંત્રીનું પદ નહીં પરંતુ કેબિનેટ સ્તરના મંત્રી બનાવવા માટે મુખ્યમંત્રી ગેહલોત સામે મોરચો ખોલ્યો છે.

– કોરોના ના નવા વેરિયેન્ટ ઓમિકોન ને લઈને નીત નવા સમાચાર આવી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાન ના મુખ્ય વૈજ્ઞનિક સૌમ્યા સ્વામિનાથન એ આપેલી ચેતવણી મુજબ ઓમિકોન વેરિયેન્ટ થી ૫ વર્ષ થી ઓછી ઉંમરના બાળકો અને વેન્દ્રિ ન ના લીધી હોય તેવા લોકો માટે સંક્રમણનું જોખમ વધ્યું છે. ૧૪ નવેમ્બરે સા.આફ્રિકાં પ્રથમવાર સામે આવ્યા બાદ ઓમિકોન વેરિયેન્ટ માત્ર બે સપ્તાહમાં જ ૩૮ દેશોમાં ફેલાઈ ચુક્યો છે.

– અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ૫૦ વર્ષો બાદ હવે ફરી ચંદ્ર ઉપર માનવીને | ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આની ટ્રેનિંગ માટે ૧૦ અવકાશયાત્રીઓને પસંદ કરવામાં આવ્યા છે જેમાં ૬ પુરુષો અને ચાર મહિલાઓ છે. આ ટીમમાં ભારતીય મૂળના અમેરિકન ૪૫ વર્ષીય અનિલ મેનન નો પણ સમાવેશ થાય છે. જો તેમની આખરી પસંદગી પ્રક્રિયામાં પસંદ કરવામાં આવશે તો ચંદ્ર ઉપર ડગ માંડનારા તેઓ પ્રથમ ભારતીય બની જશે.

– ભારતીય જનતા પાર્ટી – ભાજપાની પાટનગરી નવી દિલ્હી ખાતે યોજાયેલી પાર્લામેન્ટરી મિટીંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે સંસદની કાર્યવાહી અને બેઠકોમાં નિયમિત રહો. ગૃહમાં ગેરહાજર રહેનારા સાંસદોને ચેતવણી આપી હતી કે તમારા વર્તનમાં તમે જાતે જ સુધારો લાવો, અન્યથા અમે સુધારો લાવીશું. શિસ્ત માં રહો સમયસર આવો અને ગૃહમમાં પોતાનો વારો આવે ત્યારે જ બોલો. બાળકો જેવો વ્યવહાર ના કરો અને કારણ વગર ના બોલો.

– જમ્મુ-કાશ્મિરમાંથી ૩૭૦ અને ૩૫-એ હત્યા બાદ અને હાલ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ ફરી કવાર તેની અસલ રોનક પરત મેળવી રહ્યું છે. અને આનું સૌથી મોટું કારણ ફરીથી યાત્રીઓનો શરુ થયેલો પ્રવાહ છે. આમ તો ઓક્ટોબર માસમાં આતંકીઓ દ્વારા સૌથી વધુ નાગરિકો ઉપર હુમલાઓ થવા છતાં ભારતની તહેવારોની સિઝન ગણાતા નવેમ્બર માસ માં, એક જ મહિનામાં ૧.૨૭ લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા જે છેલ્લા ૭ વર્ષોમાં સર્વાધિક છે.

– અબુધાબી કેમિકલ્સ ડેરીવેટીસ કંપની આરએસસી લિમિટેડ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચે વાઈસ ખાતે ના તાઝીક ઔદ્યોગિક કેમિકલ્સ ઝોન ખાતે વિશ્વસ્તરની રાસાયણિક ઉત્પાદન ભાગિદારી શરુ કરવાના કરાર થયા હતા. બે અબજ ડોલર્સ ના રોકાણથી શરુ થનારા આ ઉત્પાદન એકમમાં ક્લોર-આલ્કલી, ઈથિલિન ડિક્લોરાઈડ અને પોલિવિનાઈલ ક્લોરાઈડ (પીવીસી) નું ઉત્પાદન કરાશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે યુનાઈટેડ આરબ એમિરેટ્સ ખાતે આ પ્રકારના રસયણોનું ઉત્પાદન પ્રથમવાર થશે અને તેનાથી આવી પેદાશોની વૈજ્ઞાનિક સ્તરે વધતી માંગ ને પહોંચી વળવામાં મદદ મળશે.

– રશિયાના રાટ્રપતિ પુતિન ની ભારત યાત્રા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે વર્ચ્યુઅલ મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગ એવા સમયે યોજાઈ હતી જ્યારે રશિયા યુક્રેન ઉપર હુમલો કરવાના આશયથી યુક્રેન સરહદે રશિયન સૈન્ય ખડકી દેવાયું છે. અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધના ટાળવાના પ્રયાસો કરી રહ્યું છે. વાસ્તવમાં યુક્રેન ને અમેરિકા અને નાટો દેશો સહયોગ કરી રહ્યા છે. રશિયા એ યુક્રેન ને ત્રણેય બાજુથી ઘેરી લીધું છે ત્યારે અમેરિકાએ રશિયાને પીછે હઠ કરવા અપીલ કરી છે. સાથોસાથ ચેતવણી પણ આપી છે કે રશિયા યુક્રેન ઉપર હુમલો કરશે તો તેની ઉપર સખ્ત પ્રતિબંધો લગાવવામાં આવશે.

– યુ.એ.ઈ. સરકારે બહાર પાડેલા સત્તાવાર પરિપત્ર અનુસાર ૧ લી જાન્યુ.૨૦૨૨ થી દેશની સરકારી કર્મચારીઓ માટે સાડા ચાર દિવસ કામ કરવાનું રહેશે અને અઢી દિવરૂ નું વિકએન્ડ રહેશે. આવું કરનાર યુ.એ.ઈ. વિશ્વનો પ્રથમ દેશ છે. એવી આશા રખાય છે કે યુ.એ.ઈ. માં સરકારી ઓફિસો ના પગલે ખાનગી ઓફિસો પણ ટૂંક સમયમાં જ આ નવા કામના કલાકોને અનુસરશે. આ નવા નિયમ મુજબ શુક્રવારે કામનો અડધો દિવસ રજા રહેશે જ્યારે શનિ-રવિ પૂર્ણ રજાના દિવસો રહેશે. આ ઉપરાંત જો કર્મચારી શુક્રવારે વર્ક ફોમ હોમ કરવા માંગશે તો પણ કરી શકશે

. – અત્યારે જ્યારે વિશ્વના ઘણા જૂજ દેષો એ ઈચ્છા મૃયુ ને મંજુરી આપી છે અને મહત્તમ દેશોમાં તે પ્રતિબંધિત છે ત્યારે સ્વિલ્ઝર્લેન્ડની સરકારે એવા મશીનને કાયદોસરની મંજુરી આપી દીધી છે જે કોઈપણ વ્યક્તિને માત્ર ૧ મિનિટમાં કોઈપણ પીડા આપ્યા વગર મોત આપી શકે છે. નેધરલેન્ડના ડૉ. ફિલિપ કે જેમને ડૉ. ડેથ તરીકે પણ ઓળરવામાં આવે છે તેમણે આ થ્રીડી પ્રિન્ટેડ મશીન “સાક’ તૈયાર કર્યું છે. આ મશીન ૨૦૨૨ થી સ્વિન્ઝર્લેન્ડ માં કાર્યરત થઈ જશે.

– કોરોના વાયરસ નો પ્રતિકાર કરવા વેક્સિન ઉપરાંત તમારી ઈમ્યુનિટી વધારવાનો દાવો કરતી નીતનવી દવાઓ વિશ્વભરમાં આવી

Leave a Reply

Your email address will not be published.