સુકેશ જેક્લિન – નોરા ફતેહી
ભારત ની કેન્દ્રિય તપસિ એજન્સી ડિરોક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઈ.ડી.) એ ૨00 કરોડ ના મની લોન્ડરીંગ કેસ માં ભારત ના કુખ્યાત કોનમેન મુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની લીના માયરા પોલ તથા અન્ય છ લોકો વિરુધ્ધ ૭ હજાર પાના ની ચાર્જશીટ ફાઈલ કરી છે.
કે શ ચંદ્રશેખર ૧૭ વર્ષ ની ઉંમર થી જ અંધારી આલમ માં પદાર્પણ કરી ચુક્યો હતો. તેને ભારત નો મોટો કોનમેન કહેવા માં આવે છે. સુકેશ ચંદ્રશેખર રાજકીય નેતા સિબલ કેસ માં પણ સંડોવાયેલો છે. મૂળે કર્ણાટકના બેંગ્લરુ નો રહેવાસી સુકેશ કે જે બાલાજી ઉપનામ પણ ધરાવે છે ને પોતાને રાજનેતા નો સંબધી તરીકે ઓળખાવતો હતો. આવી ઓળખ આપી ને તેણે ઓછા માં ઓછા ૧૦૦ લોકો ને મોભાદાર સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ને ૭૫ કરોડ રૂા. ખંખેર્યા હતા. તે જ્યારે તિહાડ જેલ માં કેદ હતો ત્યારે પણ જેલ માં થી જ દિલ્હી ના એક મોટા બિઝનેશમેન ની પત્ની પાસે થી ૨૦૦ કરોડની ખંડણી લીધી હતી. આ કેસ માં ધરત્નાકર બેંક ના કેટલાક અધિકારીઓ તથા તિહાર જેલ ના કેટલાક અધિકારીઓ પણ સંડોવાયેલા હતા જેમની બાદ માં ધરપકડ કરવા માં આવી હતી.

ઓગષ્ટ માસ માં ઈડી એ સુકેશ ના ઠેકાણાઓ ઉપર દરોડા પાડતા ચેન્નાઈ માં સી-ફેસિંગ બંગ્લો, ૮૨.૫ લાખ રોકડા અને ડઝનબંધ લઝુરિયસ કારો નો કાફલો કબ્બે કર્યો હતો. ઈડી ને આ દરમ્યિાન એ બાબત ની પણ જાણ થઈ કે ૨૦૦ કરોડ ના ખંડણી કેસ નો મુખ્ય સુત્રધાર સુકેશ જ હતો. દિલ્હી પોલિસ ની એક થી વધુ એ ફઆઈઆર તેની સામે રોહિણી જેલ ખાતે નોંધાયેલી હતી. તે જેલ માં હોવા છતા લોકો ને ધૂર્તતાપૂર્વક લૂંટવા નું કામ ટેકનોલોજી ની મદદ થી ચાલુ જ હતું. જેલ માં થી પણ સેલફોન દ્વારા ટેકનોલોજી ની મદદ થી સિનિયર સરકારી અધિકારીઓ ના ફોન ને પ્રદર્શિત થાય તે રીતે વિવિધ પોતાના શિકારો ને ફોન કરી ને પોતાની ઓળખાણ ઉચ્ચ સરકારી અધિકારી તરીકે આપી ને બિઝનેશમેનો ને તે લૂંટતો હતો. આ અગાઉ પોલિસ સુત્રો એ પણ કહ્યું હતું કે હાઈપ્રોફાઈલ ચીટર સુકેશ જેલ માં પણ મોટા મોટા બિઝનેસમેન ના કોન્ટેક્ટ માં હતો અને ફોન કરી ને હાઈકોર્ટ માં તથા સુપ્રિમ કોર્ટ માં પોતાની વગ વાપરી ને કેસ નો ઉકેલ લાવવા નો દાવો કરી ને પૈસા વસુલતો હતો. સુકેશ કેટલો મોટો કોનમેન હતો તેના એક ઉદાહરણ સ્વરુપે તેણે એઆઈએડીએમકે (ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ) ના ડેપ્યુટી ચીફ દીનાકરન ને પણ ચૂંટણી ચિહ્ન અપાવવા નું વચન આપી ને ૨ કરોડ રૂા. વસલ્યા હતા.જો કે આ કેસ નો ઘટસ્ફોટ થતા પોલિસે પ્રથમ સુકેશ ની અને બાદ માં દીનાકરન ની પણ ધરપકડ કરવા માં આવી હતી.
વાસ્તવ માં દિલ્હી પોલિસે મુકેશ ચંદ્રશેખર અને અન્ય ૧૩ જણા ને ફાર્માસ્યુટ,ીકલ્સ કંપની રે નબકસી ના પૂર્વ પ્રમોટર ની પત્ની ને તેના પતિ ને જેલ માં થી મુક્ત કરાવવા ના નામે ૨૦૦ કરોડ પડ વ્યા નો ફોડા કર્યો હોવા ન નું ચાર્જશીટ માં જણાવ્યું હતું. સુકેશ ચંદ્રશેખર ના વકીલ અનંત મલિક ના જણાવ્યા પ્રમાણે જેક્લિન ફર્નાન્ડીઝ અને સુકેશ રિલેશનશીપ માં છે અને આ માહિતી તેને સીધી સુકેશ પાસે થી જ મળી હતી. જેક્લિન ફર્નાન્ડીઝ ઉપરાંત સુકેશ ના નોરા ફતેહી સાથે પણ સંબંધો હતા. લોકમુખે ચર્ચાતી વાતો મુજબ સુકેશ એ જેક્લિન ને કરોડો રૂ.ની ગિફટ આપી હતી. ઈડી ની પૂછપરછ માં સુકેશ ના જણાવ્યા મુજબ તેણે જેક્લિન ની ૧૦ કરોડ થી અધિક રૂ. ની ગિફ્ટો આપી છે જેમાં ડાયમંડ જવેલરી, અત્યંત લઝુરિયસ ઈમ્પ|ોર્ટેડ ક્રોકરી, પર લાખ રૂા. ની કિંમત નો એક ઘોડો, ચાર પર્શિયન બિલાડી – પ્રત્યેક ની કિંમત ૯ લાખ રૂા. આપ્યા છે. આ ઉપરાંત જેક્લિન ફર્નાન્ડિઝ ના ભાઈ અને બહેન ને પણ પૈસા આપ્યા હતા. આ ઉપરાંત સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી ને પણ બીએમડબલ્યુ કાર તથા આઈફનિ ગિફ્ટ માં આપ્યો હતો જેની કુલ કિંમત ૧ કરોડ રૂા. થાય છે. આમ સુકેશ બોલિવુડ સુંદરીઓ પાછળ પણ લખલૂટ પૈસા ઉડાવતો હતો. જો કે અત્રે એક બાબત ઉલ્લેખનીય છે કે સુકેશ સાથે કહેવાતા સંબંધો રાખનારી આ બન્ને બોલિવુડ અભિનેત્રીઓ વિદેશી છે. જેક્લિન ફર્નાન્ડિઝ શ્રીલંકન નાગરિકત્વ ધરાવે છે જ્યારે નોરા ફતેહી પણ કેનેડિયન નાગરિકત્વ ધરાવે છે.

આથી જ થોડા સમય અગાઉ ઈડી એ આ બન્ને અભિનેત્રીઓ ને સમન્સ પાઠવી ને પૂછપરછ માટે બોલાવી હતી. મળતી માહિતી પ્રમાણે સુકેશ જ્યારે જેલ માં પણ જેક્લિન સાથે ફોન ઉપર વાતો કરતો હતો. જ્યારે તે જેલ માં થી છૂટી ને જામિન ઉપર બહાર આવ્યો ત્યારે પોતાના ઘરે ચેન્નાઈ જવા માટે દિલ્હી થી ચેન્નાઈ જવા માટે ચાર્ટડ ફ્લાઈટ બુક કરાવી હતી. ત્યાર બાદ બન્ને ચેન્નાઈ ની એક હોટલ માં સાથે રહ્યા હતા. સુકેશ એ ચાર્ટડ ફ્લાઈટ માટે અંદાજિત ૮ કરોડ રૂા. નો ખર્ચો કર્યો હતો.જો કે સુકેશ ચંદ્રશેખર અનંત મલિક ના સુકેશ-જેક્લિન ના સંબંધો બાબત ના નિવેદન બાદ જેક્લિન ફર્નાન્ડિઝ ના પ્રવક્તા એ એક સ્ટેટમેન્ટ જારી કર્યું હતું. સ્ટેટમેન્ટ માં જણાવ્યા પ્રમાણે ઈડી એ જેક્લિન ને એક સાક્ષી તરીકે ચકાસવા સમન્સ પાઠવ્યું હતું. તેણી એ ઈડી ની ઓફિસે હાજર થઈ ને પોતાનું નિવેદન રેકર્ડ કરાવ્યું હતું અને ભવિષ્ય માં પણ જ્યારે તપાસ એજન્સી ને જરુર પડશે ત્યારે તે તપાસ માં પૂર્ણ સહ્યોગ કરશે. આ ઉપરાં તા. જેક્લિન એ સ્પષ્ટપણે સા, ક શ ચંદ્રશેખર અને તેની પત્ની લીના માયરા પોલ સાથે પોતના કોઈ સંબંધો ના નિવેદન ને નકારી કાઢ્યું હતું. જ્યારે જેક્લિન ની માફક જ નોરા ફતેહી ના પ્રવક્તા એ પણ નોરા ઈડી ની ઓફિસે પોતાનું નિવેદન રેકર્ડ કરાવવા જણાવ્યા પ્રમાણે પહોંચી ગઈ હતી અને એજન્સી ને સંપૂર્ણ સહધ્યોગ કરી રહી છે અને ભવિષ્ય માં જરુર પડશે તો પણ સહયોગ કરતી રહેશે જો કે બન્ને માં થી એકેય અભિનેત્રી એ કઈ બાબત ની તપાસ માં સહયોગ કરી રહી છે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
જો કે જેક્લિન એ સુકેશ ને ડેટ્સ કરી હોવા બાબત નો સ્ટેટમેન્ટ જાહેર કરી ને ઈન્કાર કર્યા બાદ તેના અને સુકેશ ના એકબીજા ને ગાલ ઉપર કિસ કરતા બે ફોટા સોશ્યિલ મિડીયા માં વાયરલ થઈ રહ્યા છે. જો કે ઈડી ના રિપોર્ટ પ્રમાણે બોલિવુડ અભિનેત્રી શ્રીલંકન સુંદરી સુકેશ ને મળવા ચાર વખત ચેન્નાઈ ગઈ હતી અને તેની આ મુલાકાતો માટે પ્રાઈવેટ જેટ્સ બુક કરાવ્યા હતા. આમ હાલ તો સુકેશ પાસે થી કરોડો રૂા. ની ગિફ્ટો મેળવનાર બન્ને બોલિવુડ સુંદરીઓ જેક્લિન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી ઈડી ના ચક્કર માં ફસાઈ ચુકી છે. વાસ્તવિકતા ની જાણ થોડા સમય માં જ જાહેર થયા વગર રહેવા ની નથી.