સૂચન ને વિદ્રોહ સમજે છેઃ આઝાદ

કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા, જમ્મુ-કાશ્મિર ના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ માં બળવાખોર જી-૨૩ સમુહ ના નેતા ગુલામ નબી આઝાદે ફરી એક વાર કોંગ્રેસ ના નેતૃત્વ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતૃ ત્વ ને ના સાંભળવા ની આદત નથી. તેમને કરાયેલા મહત્વ ના સૂચનો ને તેઓ વિદ્રોહ સમજે છે. કોંગ્રેસ ના અસંતુષ્ઠ નેતાઓ ના જૂથ ના અગ્રણી અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે રાહુલ-પ્રિયંકા નું નામ લીધા વગર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્તમાન પેઢી સૂચન ઉપર ધ્યાન આપતી નથી. ભલે આ સૂચન કોંગ્રેસ ના કોઈ દિગ્ગજ કે વરિષ્ઠ નેતા એ આપ્યું કેમ ન હોય? પરંતુ તેને અપરાધ કે વિદ્રોહ તરીકે જોવા માં આવે છે. પોતાની વાત સમજાવતા તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જ્યારે રાજીવ ગાંધી એ રાજકારણ માં પદાર્પણ કર્યું ત્યારે તેમના માતુશ્રી અને તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધી એ અમને બન્ને ને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે ગુલામ નબી આઝાદ અને મને પણ ના પાડી શકે છે,

પરંતુ એ ના નો અર્થ અનાદર હરગીઝ નથી થતો પરંતુ પક્ષ માટે સારી બાબત ગણવા ની હોય છે. જો કે આજે પરિસ્થિતિ એવી છે કે કોઈ ના સાંભળવા માટે તૈયાર જ નથી. અમે પક્ષ ના સમાવેશી સુધારા માટે સૂચનો આપતા હોઈએ છીએ. અમારા માં થી કોઈ ને પણ પક્ષ માં કોઈ હોદ્દા કે પદ માટે આમ નથી કરતું. પરંતુ અમે બસ માત્ર એટલું ઈચ્છીએ છીએ કે પક્ષ ના દેખાવ માં ફાયદો થાય. અત્યારે સમય એવો છે કે સત્તાધારી પક્ષ મજબૂત છે અને વિપક્ષ નબળો છે. નબળો વિપક્ષ હંમેશા સત્તધારી પક્ષ ને ફાયદો પહોંચાડતો હોય છે. કોંગ્રેસ ને આવનારી લોકસભા ની ચૂંટણી માં ૩૦૦ બેઠકો નહીં મળે તેવો દાવો કરવા ને લઈ ને પૂછાયેલા પ્રશ્ન ના જવાબ માં જણાવ્યું હતું કે કોંગ્રેસ ને માત્ર એક જ મોટી બહુમતિ મળી છે અને તે ઇંદિરા ગાંધી ના નેતૃત્વ માં તેમણે વધુ માં વધુ જણાવ્યું હતું કે જ્યારે અમારા સૂચનો ને નકારી દેવા માં આવે છે ત્યારે અમને દુઃખ થાય છે. અમે પક્ષ ના નવનિર્માણ માટે ના સૂચનો કર્યા હતા. પરંતુ અમારી વાત કોઈ ધ્યાને લેતું નથી. તેમણે પક્ષ ની સંગઠનાત્મક ચૂંટણીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે એક સમયે આવી ચૂંટણી દર વર્ષે યોજાતી હતી. હવે બે થી પાંચ વર્ષ થાય છે. હવે ક્યારે થશે તે ખબર નથી. પોતા ને ચુસ્ત કોંગ્રેસી ગણાવતા ગુલામ નબી આઝાદ ને પોતાની નવી પાર્ટી બનાવવા અંગે ની અટકળો અંગે પૃચ્છા કરાતા તેમણે વાત નકારી કાઢી હતી. જો કે સાથોસાથ મોઘમ જવાબ આપતા ઉમેર્યું હતું કે રાજકારણ માં ક્યારે શું થાય તે કોઈ જાણતું નથી.

Leave a Reply

Your email address will not be published.