સ્વિડન ના પ્રથમ મહિલા વડાપ્રધાન

સ્વિડન ના પ્રથમ મહિલા વડાપ્રધાન મેગ્દલિના એન્ડરસન ફરી એક વખત વડાપ્રધાનપદે ચૂંટાઈ આવ્યા છે. મેગ્દલિના એન્ડરસન ની છબી એક અત્યંત સ્પષ્ટવક્તા તરીકે ની છે. સ્થાનિક મિડીયા એ તેમને બુલડ|ોઝર” ઉપનામ આપ્યું છે અને હવે તેઓ આ જ ઉપનામ થી ઓળખાય છે. સ્વિડન ના પ્રથમ મહિલા વડાપ્રધાન તેમની સ્પષ્ટવક્તા ની છબી ઉપરાંત અત્યારે તેમના પૂર્ણ આત્મિશ્વાસ ના કારણે વધારે ચર્ચા માં આવ્યા છે. વાસ્તવ માં મેગ્દલિના એન્ડરસને પ્રથમ વખત વડાપ્રધાન બન્યા બાદ ગણતરી ના કલાકો માં ૨૪ મી નવેમ્બરે રાજીનામુ આપવું પડ્યુ ત્યારે કહ્યું હતું કે હું ફરી એક વાર સ્વિડન ની વડાપ્રધાન બનીશ. હું એવી સરકાર નું નેતૃત્વ કરવા નથી ઈચ્છતી જેની બંધારણીય કાયદે રિતા સામે સવાલ ઉભા થયા હોય. આમ પાંચ દિવસ અગાઉ દેશ ની સંસદ માં રાજીનામું આપતી વખતે કરેલી જાહેરાત પાંચ દિવસ બાદ હકીકત બની ગઈ હતી. મેગ્દલિના એન્ડરને ૧૯૯૬ માં તત્કાલિન વડાપ્રધાન પ્રોશન પેરસો ના સલાહકાર તરીકે રાજકીય કારકિર્દી શરુ કરી હતી. આજે ૨૫ વર્ષ બાદ તેઓ દેશ ના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે. વર્ષ ૨૦૨૧ માં તેઓ ઈન્ટરનેશનલ મોનિટરી ફિંડ (આઈએમએફ) ના બોર્ડ ઓફ ગવર્નન્સ ની પોલિસી એડવાઈઝરી કમિટી ના વડા તરીકે પણ ત્રણ વર્ષ સેવાઓ આપી ચુક્યા છે. આ પદ ઉપર પહોંચનારા પણ તેઓ પહેલા સ્વિડીશ મહિલા હતા.

ત્યાર બાદ તેઓ સાત વર્ષ સુધી દેશ ના નાણામંત્રી પદે પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે. આ વર્ષે ઓગષ્ટ માં જ વડાપ્રધાન સ્ટિફન લોફવેન એ સોશ્યિલ ડેમોક્રેટીક પાર્ટી કોંગ્રેસ ના વડા તરીકે રાજીનામુ આપી દીધું હતું. ત્યાર થી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે કાર્યરત હતા. રાજકિય પંડિતો પણ તેમને મજબૂત વડાપ્રધાન લેખાવતા હતા. આખરે આ નવેમ્બર માસ ની શરુઆત માં તેમની પાર્ટી એ તેમને પોતના નેતા તરીકે પસંદ કરી લીધા હતા. પ્રથમ વખત વડાપ્રધાન બન્યા બાદ થોડા જ કલાકો માં બજેટ અંગે પડેલી મડાગાંઠ ના પગલે રાજીનમુ આપ્યા બાદ માત્ર પાંચ દિવસ બાદ વધારે શક્તિશાળી બની વડાપ્રધાન પદ ગ્રહણ કર્યું હતું.
૨૭ મી જાન્યુ. ૧૯૬૭ ના રોજ જન્મેલા મેગ્દલિના એન્ડરસન એ સોશ્યિલ સાયન્સ માં ગ્રેજ્યુએશન કર્યા બાદ સ્ટોકહોમ સ્કુલ ઓફ ઈકોનોમિક્સ માં અર્થશાસ્ત્ર માં માસ્ટર્સની ડિગ્રી પણ મેળવી હતી. પોતાને એક મહેનતુ મહિલા ગણાવતા મેગ્દલિના એન્ડરરૂ ન ૨૫ વર્ષ ની રાજકીય કારકિર્દી માં રાષ્ટય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક હોદ્દાઓ ઉપર સફળતાપૂર્વક કામ કર્યા બાદ હવે દેશ ના વડાપ્રધાન તરીકે પણ દેશ ને નવી ઉંચાઈ ઉપર પહોંચાડશે તેવી સર્વે દેશવાસીઓ ને આશા છે. જો કે મેગ્દલિના એન્ડરસન સામે હાલ માં સ્વિડન સામે ના મોટા પડકારો જેવા કે ક્લાઈમેટ ચેન્જ, વેલફેર અને ક્રાઈમ ઉપર કાર્યવાહી કરવાની કપરી જવાબદારી નિભાવવી [ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *