૧૩ મી ડિસે. કાશી વિશ્વનાથ ધામ નું ઉદ્ઘાટન

અયોધ્યા માં ભગવાન શ્રી રામ ની જન્મભૂમિ ખાતે ભવ્ય વિશાળ રામમંદિર ના નિર્માણ ના શુભારંભ બાદ દેવો ના દેવ મહાદેવ ની નગરી કાશી ખાતે ભવ્ય કાશી વિશ્વનાથ ધામ તેમ જ કાશી વિશ્વનાથ કોરિડોર ના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩-૧૪ ડિસે. એમ બે દિવસ યુ.પી.ની યાત્રા ઉપર છે.
દેશ ના કરોડો હિન્દુધર્મીઓ ના આરાધ્ય દેવ દેવાધિપતિ શ્રી મહાદેવ ના કાશી વિશ્વનાથ મંદિર નું ભવ્યાતિભવ્ય આધુનિકરણ કરવા માં આવ્યું છે. અગાઉ કાશી વિશ્વનાથ મંદિરે જવા સાંકડી ગલીઓ માં થી અને ના ઈચ્છતા હોવા છતા રે જ્ઞાનવાપી મસ્જિદ પર થી પસાર થવું પડતું છે હતું. તેની જગ્યા એ દેવાધિદેવ મહાદેવ ની જટા માં થી નિકળતા ગંગામૈયા ના ઘાટ ઉપર થી સીધા કાશી વિશ્વનાથ ધામ દર્શનાર્થે જઈ શકાય તેવા અદ્ભુત અને કલ્પનાતીત કોરિડોર ની રચના કરવા માં આવી છે.

હવે આના ઉદ્ઘાટન સમારોહ માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે ભાજપા એ યુ.પી.માં આવી રહેલી વિધાનસભા ની ચૂંટણી ને અનુલક્ષી ને વારાણસી માં મોટુ શક્તિપ્રદર્શન કરવા નું નક્કી કર્યું છે. આ માટે દેશ ના તમામ ભાજપાશાસિત રાજ્યો ના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ને આમંત્રણ પાઠવવા ઉપરાંત બન્ને દિવસ વારાણસી માં ઉપસ્થિત રહેવા ની તાકીદ પણ કરાઈ છે. આ અગાઉ પ.બંગાળ માં વિધાનસભા ની ચૂંટણી જીતવા માં અસફળ રહ્યા બાદ રાજકીય રીતે અતિ મહત્વ ના રાજ્ય ઉત્તરપ્રદેશ માં ભાજપા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ પણ ઉત્તરપ્રદેશ માં ચૂંટણી અગાઉ લાગુ કરાતી આચારસંહિતા અમલ માં આવે તે અગાઉ પ્રોજેક્ટ ના અનાવરણ માટે વડાપ્રધાન મોદી ની આ અંતિમ સત્તાવાર મુલાકાત ગણાય છે. વડાપ્રધાન મોદી ૧૩ મી એ કાશી વિશ્વનાથ ધામ નું અનાવરણ કર્યા બાદ ગંગા યાત્રા કરશે અને સાંજે ગંગા આરતી પણ કરશે.

આ પ્રસંગે તમામ આમંત્રિત મુખ્યમંત્રીઓ અને અન્ય રાજકીય મહાનુભાવો પણ તેમની સાથે જોડાશે. ત્યાર બાદ ૧૪ મી ડિસે. એ વડાપ્રધાન વારાણસી માં તમામ ઉપસ્થિત મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે સુશાસન વિષય ઉપર એક સેમિનાર યોજશે. જ્યાં તેમને વિકાસ અને “સુશાસન’ વિષય ઉપર એક સેમિનાર યોજશે.
જ્યાં તેમને વિકાસ અને કોરોના સામે ની લડાઈ બાબતે અગત્ય ની ટિપ્સ અપાશે. આ ઉપરાંત કોવિડ-૧૯ રસીકરણ ને પોત્સાહન આપવા ઉપર પણ સમજાવાશે. ૧૪ મી ડિસે. એ વડાપ્રધાન વારાણસી ના વિહંગમ યોગ અને ધ્યાન માં મોટા કેન્દ્ર સ્વરવેદ મહામંદિર ધામ ની પણ મુલાકાત લેશે.

Leave a Reply

Your email address will not be published.