‘૮૩’ ટ્રેલર રિલીઝ
પ્રોડ્યુસર-ડિરેક્ટર કબીર ખાન ની અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘૮૩” નું ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે. ભારતે ૧૯૮૩ માં પ્રથમવાર જીતેલા આઈપીસી ક્રિકેટ વર્લ્ડકપ ની સાચા કથાનકવાળી આ ફિલ્મ નું ટ્રેલર માત્ર 2 કલાક ની અંદર જ ૧૦ લાખ લોકો એ જોયું હતું ટ ૧ મ ઈન્ડિયા ના પૂર્વ કપ્તાન અને ખેલદિલ ઓલરાઉન્ડર હરિયાણા અ ક સા પ્ર સા કપિલદેવ નિખંજ ની કપ્તાની હેઠળ સમગ્ર વિશ્વ કે વર્લ્ડકપ રમતી તમામ ક્રિકેટ ટીમો તો ઠીક છે, પરંતુ ખુદ ભારતીય ક્રિકેટ રસિયાઓ એ કલ્પના પણ નહોતી કરી એવો ભવ્ય વિજય મેળવી ને કપિલ ની ટીમે ભારત ને પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનાવ્યું હતું.
રણવીર સિંહે સોશ્યિલ મિડીયા ઉપર ટેલર શેર કરતા લખ્યું હતું કે અંડરડોગ્સ ની અવિસ્મરણીય સાચી કહાની, જમણે અકલ્પનીય કરી દેખાડ્યું. જ્યારે ખૂદ પૂર્વ કપ્તાન કપિલ દેવ એ પણ આ ટ્રેલર નો સોશ્યિલ મિડીયા ઉપર શેર કરતા લખ્યું હતું કે મારી ટીમ ની કહાની. ૩ મિનિટ અને ૪૯ સેકંડ નું આ ટ્રેલર જોઈ ને એ જરુર થી જાણી શકાય છે કે આપણા ક્રિકેટ ખેલાડીઓ એ, કપિલ દેવ ની ટીમ એ દેશ ની પ્રતિષ્ઠા અને ગૌરવ વધારવા માટે વિદેશ ની ધરતી ઉપર કેટલી આકરી મહેનત કરી હતી. આ ટ્રેલર જોનારા લગભગ તમામ લોકો આ ફિલ્મ ને | હિટ ગણાવી રહ્યા છે. આ ફિલ્મ માં કપિલ દેવ નિખંજ ની ભૂમિકા રણવીર સિંહે ભજવ્યા ઉપરાંત કપિલદેવના ધર્મપત્ની રોમી ભાટિયા દેવ ની ભૂમિકા રણવીર સિંહ ના પત્ની અને બોલિવુડ એક્સેસ દિપીકા પાદુકોણ એ ભજવી છે.
જ્યારે ફિલ્મ ના અન્ય મહત્વપૂર્ણ પાત્રો માં ટીમ ના મેનેજર પી. આર.માન સિંગ ની ભૂમિકા બેજોડ એક્ટર પંકજ ત્રિપાઠી એ તેમ જ બીબીસી કોમેન્ટLટર ફારુખ એન્જિનિયર ના પાત્ર માં બોમન ઈરાની જોવા મળશે. જ્યારે ફિલ્મ નું સંગીત પ્રિતમ નું છે. આ ફિલ્મ પણ ઘણા સમય થી બની ને તૈયાર હતી પરંતુ લોકડાઉન અને થિયેટરો બંધ હોવાથી તેની રજુઆત અટકી ગઈ હતી. વળી આ બિગ બજેટ મુવી હોવા થી ઓટીટી ઉપર રિલીઝ કરવા નો પણ સવાલ ઉભો થતો ન હતો. જો કે હવે તમામ રાજ્યો માં થિયેટરો પણ ખુલી ગયા બાદ આગામી ૨૪ ડિસે. અર્થાત કે ક્રિસમસ ની પૂરવ સંધ્યા એ આ ફિલ્મ દેશભર ના સિનેમા ઘરો ઉપરસંત કેનેડા-જીટીએ માં ગુડબાઈન અને યોર્ક સિનેમા ઘરો માં પણ રિલીઝ થનારી છે.