કરણ જોહર અને કોરોના

બોલિવુડ માં પોતાના ધરખમ બેનર ધર્મા પ્રોડક્શન દ્વારા નવા નવા સ્ટાર કિટ્સ ને લોંચ કરનારા કરણ જોહર પાર્ટીઓ આપવા ના શોખીન છે અને બોલિવુડ ના તમામ નવાજૂના સ્ટાર્સ અને સ્ટાર કિસ આવી પાર્ટીઓ માં જવા તલપાપડ રહે છે. હાલ માં જ કરણ જોહરે પોતાના ઘરે કરેલી આવી પાર્ટી બાદ કરીના કપૂર, અમૃતા અરોરા, મહિપ કપૂર, સીમા ખાન સહિત અડધા ડઝન થી વધુ સેલિબ્રિટીઓ કોરોના પોઝીટીવ બન્યા છે.
કરણ જોહર એક દિગ્ગજ ડિરેક્ટર, પ્રોડ્યુસર, હોસ્ટ અને એક્ટર છે. તદુપરાંત પોતાના પ્રોડક્શન હાઉસ દ્વારા વર્ષ માં અડધો ડઝન ફિલ્મો ઉપરાંત ટીવી ઉપર પણ વિવાદીત કોફી વિથ કરણ અને અન્ય સ્ટાર્સ રિલેટેડ શોઝ નો નિર્માતા હોવાથી તેની પાર્ટીઓ માં હંમેશા સેલિબ્રિટીઝ ની ભરમાર રહેતી હોય છે. કરન જોહર પણ બોલિવુડ ઉપર પોતા નો સિક્કો જમાવી રાખવા અવારનવાર પાર્ટીઓ કરતો રહે છે. હાલ માં કરન જોહરે પોતાની બ્લોક બસ્ટર, સુપર ડુપર હિટ ફિલ્મ કભી ખુશી કભી ગમ ના ૨૦ વર્ષ પૂર્ણ થવા ઉપર એક શાનદાર પાર્ટી આપી હતી. જેમાં ઘણી બધી હિરોઈન અને સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા હતા. આ પાર્ટી માં ઉપસ્થિત સલમાન ખાન ની ભાભી અને સોહેલ ખાન ની પત્ની સીમા ખાન સૌ પ્રથમ કોરોના પોઝીટીવ આવી હતી. ત્યાર બાદ તેનો પુત્ર ૧૦ વર્ષીય શોહાન તથા વ્હેન રીચા પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આમ સલમાન ખાન ના ખાન પરિવાર ના ત્રણ સદસ્યો કોરતેના પોઝીટીવ થયા હતા.


જ્યારે પાર્ટી માં સામેલ અને કભી ખુશી કભી ગમ ના સૌથી ગ્લેમરસ પૂ’ નો રોલ નિભાવનાર બેગમ કરીના કપૂર ખાન અને તેની ખાસ સહેલી અને મલાઈકા અરોરા ની વ્હેન અર્પિતા અરોરા પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ પાર્ટી માં કરીના કપૂર, કરિશ્મા કપૂર અને અમૃતા અરોરા એક જ ગાડી માં આવ્યા હતા. કરીના કપૂર બાદ તેના બાળકો માટે રખાયેલી મેડ નો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે આ જ પાર્ટી માં સામેલ ફિલ્મ સ્ટાર સંજય કપૂર ની પત્ની મહિપ કપૂર ના કોરોના પોઝીટીવ આવ્યા બાદ કરન જોહર ની આ પાર્ટી ચર્ચા માં આવી ગઈ હતી. આ પાર્ટી માં ઉપસ્થિત અન્ય સેલિબ્રિટી માં આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, અર્જુન કપૂર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હવે આ પાર્ટી માં ઉપસ્થિત અડધો ડઝન લોકો કોરોના પોઝીટીવ આવતા બીએમસી ના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ૧૪ મી ડિસેમ્બરે જ મંગળવારે આ પાર્ટી માં | ઉપસ્થિત અન્ય લોકો તથા કોરોના પોઝીટીવ આવેલી સેલિબ્રિટી ના કોન્ટેક્ટ માં આવેલા અન્ય લોકો ની યાદી બનાવી ને હાઈ રિસ્ક કોન્ટેટ્સ નું ફોલોઅપ કરતા ૧૦૮ લોકો ના ટેસ્ટ કર્યા હતા. બીએમસી ના જણાવ્યા પ્રમાણે ૧૪૫ કોન્ટેક્ટ ટ્રેસ કરવા માં આવ્યા હતા જે પૈકી ૩૭ હાઈ રિસ્ક હોવા નું મનાઈ રહ્યું છે. બીએમસી ના અધિકારીઓ ના માનવા પ્રમાણે કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા આ મામલા માં સુપર પ્રેડર બન્યા હતા. આ બન્ને સહેલીઓ પાટTઓ ની ખૂબ જ શોખીન છે અને છેલ્લા થોડા દિવસો માં ઘણી પાર્ટીઓ એટેન્ડ કરી છે. કરન જોહર ની પાર્ટી બાદ જ તેઓ રિયા કપૂર ની પાર્ટી પણ એટેન્ડ કરી હતી. આ અગાઉ તેમણે ફેશન ડિઝાઈનર અને એક્સેસ નીના ગુપ્તા ની દિકરી મસાબા ગુપ્તા ની પાર્ટી પણ એટેન્ડ કરી હતી. બીએમસી એ સીમા ખાન, કરીના કપૂર અને અમૃતા અરોરા ની રહેણાંક બિલ્ડીંગો ને સીલ કરી દીધી છે અને આ બિલ્ડીંગો માં રહેતા તમામ લોકો ના આરટી-પીસીઆર ટેસ્ટ કરાઈ રહ્યા છે. બીએમસી ના જણાવ્યા પ્રમાણે કરીના કપૂર અને તેનો સ્ટાફ પૂરતો સહયોગ આપી રહ્યા નથી.


કરણ ની પાર્ટી થી કોરોના ફેલાયા ના સમાચાર સોશ્યિલ મિડીયા માં વાયરલ થતા જ લોકો એ કરણ જોહર ને જબરદસ્ત ટ્રોલ કરવા નું શરુ કરી દીધું હતું. ત્યાર બાદ કરણ જોહરે સો.મિડીયા માં પોતાની પોસ્ટ શેર કરી ને ચોખવટ કરી હતી કે મેં, મારા પરિવાર અને તમામ સ્ટાફ નો ૧૩ ડિસે. એ કોરોના ટેસ્ટ કરાવી લીધો છે અને ઈશ્વરકૃપા થી તમામ ના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. સુરક્ષા ના હેતુ થી મેં બે વાર ટેસ્ટ કરાવ્યો હતો અને બન્ને વાર નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. મારા ઘરે ૮ લોકો ના (!!) ઈન્ટીમેટ ગેધરીંગ ને પાર્ટી કહી શકાય નહીં. ચોક્કસ રીતે મારું ઘર કોવિડ હોટસ્પોટ નથી. હું શહેર ને સલામત રાખવા ના પ્રયત્નો ની પ્રશંસા કરું છું અને તેમને સેલ્યુટ પણ કરું છું.

Leave a Reply

Your email address will not be published.