કાશી વિશ્વનાથ કોરિડોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવભક્તો બાબા વિશ્વનાથ ના ચરણો માં એ સોમવારે પવિત્ર નગરી કાશી ખાતે બનેલા નવા, અદ્યતન અને વિશાળ કાશી વિશ્વનાથ ધામ કોરિડોર નું લોકાર્પણ કર્યું હતું. હિન્દુઓ ના સૈકાઓ થી શ્રધ્ધા અને આસ્થા ના પ્રતિક, આ શિવનગરી ની પ્રતિષ્ઠા ને પુનઃ સ્થાપિત કરવા આ કોરિડોર ને બનાવવા માટે ૮૦૦ કરોડ રૂા. ખર્ચાયા હતા. અહીં પ્રતિવર્ષ સમગ્ર વિશ્વ માં થી લાખો-કરોડો શીશ ઝુકાવવા આવે છે. વડાપ્રધાન મોદી વારાણસી-કાશી પહોચી ને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે કુઝ બોટ માં સવાર થઈ ને લલિતા ઘાટ પહોંચ્યા હતા. અહીં ઉપસ્થિતિ જનમેદની નું અભિવાદન કર્યા બાદ વસ્ત્રો બદલી, ભગવા વસ્ત્રો ધારણ કર્યા બાદ ગંગામૈયા માં ભક્તિભાવ પૂર્વક ડૂબકી લગાવી ને અર્થ પણ અર્પણ કર્યો હતો. ત્યાર બાદ કાલભૈરવ મંદિર માં પૂજા કરી હતી. ત્યાર બાદ ખિડકિયા ઘાટ કે જેને હાલ માં જ મનોરથ ઘાટ તરીકે વિકસાવાયો છે ત્યાં ગયા હતા. બાદમાં વડાપ્રધાન મોદી એ કાશી વિશ્વનાથ ધામ માં મંત્રોચ્ચાર સાથે બાબા વિશ્વનાથ ઉપર પવિત્ર ગંગાજળ નો અભિષેક કર્યો હતો. ત્યાર બાદ પોતાના સંબોધન માં વડાપ્રધાન મોદી એ કહ્યું હતું કે આજે વિશ્વનાથ ધામ અનંત ઉર્જા થી ભરેલું છે. આ ભવ્ય અને વિરવનાથ ધામ એ પવિત્પના છો દાયકા આ, : સોં કા આ વાત છે જૂના મંદિર ની વિશેષતા આકાશ ને સ્પર્શી રહી છે. બાબા તેમના ભક્તો ની સદીઓ થી સેવા થી પ્રસન્ન છે અને આજ ના દિવસે આપણ ને આશિર્વાદ આપ્યા છે. મેં બાબાજી ના દર્શન કરતા પહેલા કાલ ભૈરવજી ના દર્શન કર્યા છે. દેશવાસીઓ માટે તેમના આશિર્વાદ લઈ ને આવ્યો છું. કાશી માં કર્મ ખાસ કંઈ નવું હોય તો તેમને પૂછ્યું જરુરી છે. હું પણ કાશી ના કોતવાલ ને વંદન કરી ને આવ્યો છું. કાશી તો કાશી છે. કાશી અવિનશશી છે. કાશી માં એક જ સરકાર છે જેમના હાથ માં ડમરું છે તેની કાશી માં સરકાર છે. જ્યાં ગંગામૈયા પણ પોતાનો પ્રવાહ બદલી ને વહે છે તે કાશી ને કોણ રોકી શકે છે?

વર્ણન પુરાણો માં પણ કરવા માં આવ્યું છે. પરંતુ સમય એક સરખો નથી રહેતો. આ શહેર ઉપર વિધર્મી આક્રાંતાઓ એ અનેક હુમલા કર્યા હતા. ઔરંગઝેબ ના આતંક અને અત્યાચાર નો ઈતિહાસ સાક્ષી છે. જેણે સંસ્કૃ તિ ને કટ્ટરતા થી કચડી નાંખવા નો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાશી યુગો થી જીવે છે. ઘણા સુલત નો આવ્યા અને ખતમ થઈ ગયા છતા પણ કાશી/વારાણસી/ બનારસ તેનો રસ ફેલાવી રહ્યું છે. વિશ્વનાથ ધામ નું પરિસર એક માત્ર ભવ્ય ભવન નથી પરંતુ આ પ્રતિક છે આપણા ભારત ની સનાતન સંસ્કૃતિ નું, આધ્યાત્મિક વારસા અને પ્રાચીન પરંપર ઓ નું આ પહેલા અહીં માત્ર ૩ હજાર સ્કે.ફૂટ નું જ મંદિર હતું. જે આજે હવે ૫ લાખ સ્કે. ફૂટ નું થઈ ગયું છે. હવે મંદિર પરિસર માં ૬૦ થી ૭૦ હજાર ભક્તો એક સાથે આવી ને દર્શન કરી શકશે. ગંગામૈયા ના ઘાટ થી સીધા જ ભવ્યાતિભવ્ય પરિસર દ્વારા બાબા વિશ્વનાથ ધામ ના દર્શન કરવા મંદિર માં પ્રવેશી શકાશે. ભાબા નું આ ધામ માત્ર શાસ્વત નથી પરંતુ તેની સુંદરતા એ પણ સૈકાઓ થી વિશ્વ ને આકર્ષિત કર્યું છે. વડાપ્રધાન મોદી ના વિરલ વ્યક્તિત્વ પાછળ | માત્ર ભારત ની જનતા જ ઘેલી છે અને તેના તેઓ નેતા છે તેવું નથી, પરંતુ વિશ્વભર માં તેમની લોકપ્રિયતા એ તેમને વૈશ્વિક નેતા બનાવ્યા છે. તેમના આ વિરલ વ્યક્તિત્વ નું એક ઉદાહરણ આ લોકાર્પણ સમારોહ માં પણ જોવા મળ્યું. તેમણે બાબા વિશ્વનથ ની પૂજા કર્યા બાદ મંદિર અને પરિસર ના નિર્માણ સાથે જોડાયેલા શ્રમિકો ને અભિનંદનતા તેમની ઉપર પુષ્પવર્ષા પોતે જાતે કરી, તેમની સાથે બેસી ને વાતચીત પણ કરી તદુપરાંત આ શ્રમિકો સાથે જ બેસી ને ભોજન પણ ગ્રહણ કર્યું હતું.


શ્રી કાશી વિશ્વનાથ મંદિર નું ક્ષેત્રફળ અગાઉ લગભગ ૩૦૦૦ સ્કે.ફૂટ નું જ હતું. લગભગ ૪00 કરોડ રૂ. ના ખર્ચે મંદિર ની આસપાસ ની લગભગ ૩૦૦ ઈમારતો ખરીદવા માં આવી હતી. ત્યાર બાદ પ લાખ સ્કે.ફુટ થી અધિક જમીન ઉપર અંદાજિત ૪00 કરોડ રૂા.ના ખર્ચે કાશી વિશ્વનાથ ધામ કોરિડોર નું નિર્માણ કરાયું હતું. છેલ્લા લગભગ એક હજાર વર્ષમાં ચાર વખત કાશી વિશ્વનાથ મંદિર ને સંપૂર્ણપણે તોડી પાડવ ના પ્રયત્નો થયા હતા. સૌ પ્રથમવાર કુતુબ દીન ઐબક અને બીજો હુમલો જોનપુર ના 1 સુલતાન મહમૂદ શાહે ૧૪૪૭ માં કરાવ્યો હતો. ત્યાર બાદ અકબર ના નવરત્નો પૈકી . રાજા ટોડરમલે મંદિર નું પુનઃનિર્માણ કરાવ્યું | હતું. જે ૧૫૮૫ માં બન્યું હતું. ૧૬૪૨ – માં શાહજહાં એ કાશી વિશ્વનાથ મંદિર ને તોડી પાડવા આદેશ આપ્યો હતો. જો કે હિંદુઓ ના પ્રખર વિરોધ પછી કાશી વિશ્વનાથ મંદિર તોડી ન્હોતો શક્યો પરંતુ આસપાસ ના નાનામોટા ૬૩ મંદિરો તોડી પડાયા હતા. ૧૮ એપ્રિલ ૧૬૬૯ માં ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિર ને તોડી પાડવા આદેશ આપેલો. આ આદેશ કોલકત્તા ની એશિયાટીક લાયબ્રેરી માં આજે | ય સચવાયેલો છે. ૧૬૬૯ માં કાશી વિશ્વન, થિ મંદિર તોડી પડાયું અને જ્ઞાનવાપી મસ્જિદ બનાવાઈ. તેના ૧૧૧ વર્ષો બાદ ઈંદોર ના મરાઠા શાસક અહિલ્યાબાઈ હોલ્કર એ ૧૭૮૦માં કાશી વિશ્વનાથ મંદિર નું નિર્માણ [ કરાવ્યું હતું. ત્યાર બાદ શ્રીકાશી વિશ્વનાથ ધામ નો શિલાન્યાસ વડાપ્રધાન મોદી એ ૮ | માર્ચ, ૨૦૧૯ માં કર્યો હતો અને હવે ૧૩, | મી ડિસે. ૨૦૨૨ ના રોજ ભવ્યાતિભવ્ય | શ્રીકાશી વિશ્વનાથ ધામ કોરિડોર નું લોકાર્પણ કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.