ચારધામ પ્રોજેક્ટ ને લીલી ઝંડી

દેશ ની સર્વોચ્ચ અદાલતે ચારધામ રોડ પ્રોજેક્ટ કે જે માત્ર યાત્રાધામ માટે જ નહીં, પરંતુ દેશ ની સુરક્ષા માટે પણ અતિ મહત્વ નો છે ત્યાં બે લેન ના રોડને બનવવા ની મંજુરી આપી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આ રસ્તા નું ખૂબ મહત્વ છે. સીમા સુરક્ષા ની ચિંતાઓ ઉપર પણ ધ્યાન આપવા ની જરૂર છે.
રાષ્ટ્રીય સુરક્ષા સામે હાલ માં ગંભીર પડકારો છે.સૈનિકો અને હથિયારો ની સરળ અવરજવર માટે તેને સુસંગત રસ્તો હોવો જરૂરી છે. આ અગાઉ ૮ સપ્ટે. ૨૦૨૦ ના રોજ આપવા માં આવેલા આદેશ માં ફેરફાર કરતા આ પ્રોજેક્ટ ને મંજુરી આપી હતી. સાથે પૂર્વ જસ્ટીસ એ.કે.સીકરી ના નેતૃત્વ માં એક સમિતિ ની રચના કરી હતી જે પર્યાવરણ ની સુરક્ષા માટે જરૂરી તમામ ઉપાયો બાબતે દેખરેખ રાખશે તેમ જ આ કમિટી દ્વારા જે પણ ભલામણ થાય તેનો અમલ કરવા તાકીદ કરી હતી. ચારધામ રોડ થકી તમામ ઋતઓ માં પહાડી રાજ્ય ના ચાર પવિત્ર યાત્રા સ્થળો ગંગોત્રી, યમુનોત્રી, શ્રી બદ્રીનાથ અને શ્રી કેદારનાથ ને જોડવા નો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી કોઈ પણ ઋતુ માં ચાર ધામ ની યાત્રા સંભવી શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૯૫ કિ.મી. લાંબો રોડ બની રહ્યો છે. એક અનુમાન મુજબ અત્યાર સુધી માં ૨૫ હજાર વૃક્ષો ને કાપવા માં આવ્યા છે. જેના પગલે પર્યાવરણવાદીઓ નારાજ છે. સિટિઝમ ફોર ગ્રીન નીમ નામક એનજીઓ એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ના ૨૬ સપ્ટે. ૨૦૧૮ ના આદેશ પછી સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. એનજીઓ નો દાવો હતો કે આ યોજના ના કારણે પહાડી વિસ્તાર ના પર્યાવરણ ને થનારા નુક્સાન ની ભરપાઈ થઈ શકશે નહીં.
થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટ ને એક સીલબંધ કવર સોંપ્યું હતું. જેમાં આ સરહદી વિસ્તાર માં ચીને કરેલા બાંધકામ ની તસ્વીરો હતી. સરકાર તરફ થી રજુઆત કરતા એટોર્ની જનરલ કે.કે. વેણુગપાલે જણાવ્યું હતું કે ચીન તરફ થી એરસ્ટ્રીપ, હેલિપેડ, ટેન્કો, સૈનિકો માટે બિલ્ડીંગ્સ અને રેલ્વેલાઈન નું નિર્માણ કરવા માં આવી રહ્યું છે. ટેકો, રોકેટ લોન્ચર્સ અને તોપો લઈ જવા માટે ટ્રકો એ રસ્તા ઉપર થી પસાર થવું પડે છે. આ કારણે રસ્તા ની પહોળાઈ ૧૦ મીટર જરુરી છે. કોટને આ સમયે ૧૯૬૨ ના યુધ્ધ ની યાદ અપાવતા કહ્યું હતું કે સૌને ખ્યાલ છે કે તે યુધ્ધ માં શું થયું હતું. આપણા સૈનિકો ને સીમા સુધી પગે ચાલી ને જવું પડતું હતું. પરિણામ સ્વરુપે ચીને લાખો સ્કે. કિ.મી. વિસ્તાર પચાવી પાડ્યો હતો. આ ઉપરાંત સરહદી પહાડી વિસ્તારો માં સંભવિત ભૂખલન ની દલીલ અંગે પણ સરકાર તરફ થી જણાવાયું હતું કે દેશ ની અંદર પણ અલગ-અલગ ભાગ માં ભૂઅલન ની ઘટનાઓ વર્ષોવર્ષ નોંધાતી રહે છે. જો કે તેના દરેક વખતે માત્ર રોડ નિર્માણ ને જ જવાબદાર ઠેરવી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published.