જાપાન ના વડાપ્રધાન ભારત આવશે.

જાપાન ના વડાપ્રધાન કુમિયો કિશિદા નવા વર્ષ માં ભારત આવશે. જાપાન ના વડાપ્રધાન ની છેલ્લી ભારત ની મુલાકાત ૨૦૧૮ માં થઈ હતી. ત્યાર બાદ થી અત્યાર સુધી માં ક્ષેત્રીય અને ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ માં ઘણા નાટકીય પરિવર્તન આવ્યા છે. ભારત અને જાપાન વચ્ચે ના સુદઢ સંબંધો બન્ને દેશો માટે ઘણા મહત્વ ના છે.
ટ કિ યા ની ટેમ્પલ યુનિ. ના આંતરરાષ્ટ્રીય સંબંધો ના નિષ્ણાંત પ્રો. જેમ્સ બ્રાઉન ના મતે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો રાખવા જાપાન માટે ઘણા મહત્વ ના છે. ટોકિયો સમજે છે કે તેના માટે ફક્ત અમેરિકા નો જ સાથ પુરતો નથી. આથી જ જાપાન નવા સુરક્ષા સહયોગીઓ ઝડપ થી વિકસાવી રહ્યું છે. ચાલુ વર્ષે જ ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, નેધરલેન્ડ, જર્મની અને બ્રિટન સહિત અનેક દેશો ના સૈન્ય અધિકારીઓ જાપાન ની મુલાકાત લઈ ચુક્યા છે. જાપાન ભારત ને પણ મિત્ર દેશ તરીકે મજબૂતી થી જોડવા ઈચ્છે છે કારણ કે ભારત એશિયા નો એક વિશાળ દેશ અને ઉભરતી આર્થિક સત્તા છે. આના ઉપરiત ભારત નો પણ જાપાન ની માફક જ ચીન સાથે ક્ષેત્રીય વિવાદ છે અને ભારતીય સેના ને ચીન સામે બહાદુરીપૂર્વક મોરચો ખોલી રાખ્યો છે. ચીને પોતાની વિસ્તારવાદી નીતિ અંતર્ગત અરુણાચલ પ્રદેશ ની સરહદે ૧૦૦ ઘરો નું ગામ વસાવ્યું છે. જાપાન ના અખબાર સંડોર્પ માં આની મોટા પાયે નોંધ લેવાઈ છે. આ જ રીતે ચીન જાપાન ના ઓકિનાવા પ્રાંત ના નિર્જન ટાપ Lઓ ઉપર પોતાનો હક્ક જમાવવા પ્રયત્ન કરી રહ્યું છે. આમ કરવા નું કારણ આ વિસ્તાર માં સમુદ્ર તળે પડેલા વિશાળ કુદરતી સંશાધનો છે. આથી આ વિસ્તાર માં દબાણ કરવા નું અભિયાન ચીને એકલા પાંચ વર્ષો માં વેગવંતુ બનાવ્યું છે. આમ ચીન સાથે ની સરહદો અને તેને સંલગ્ન ક્ષેત્રીય વિવાદો બન્ને દેશો ને સ્વાભાવિક ભાગીદાર બનાવે છે. આમ જાપાનના વડાપ્રધાન ભારત આવશે ત્યારે ચીન ને ધ્યાન માં રાખી ને ચીન ના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટીવ ના વિકલ્પ તરીકે ભારત અને જાપાન પાયા ના માળખા ના પ્રોજેક્ટ માં સહભાગી બની શકે છે. જેમ્સ બ્રાઉન ના મતે ચીન ને લઈ ને ઓસ્ટ્રેલિયા ના અનુભવ ઉપરથી પણ બોધપાઠ લઈ શકાય છે. ચીન ના રાજકીય, આર્થિક અને મેડિયા રાજદૂતો દ્વારા બદનામ કરવા ના તમામ પ્રયત્નો બાદ પણ ઓસ્ટ્રેલિયા ક્વાડ સભ્ય તરીકે હંમેશા સુરક્ષિત જ રહ્યું.

Leave a Reply

Your email address will not be published.