જેકલીન ની ધરપકડ થશે ?

બોલિવુડ એક્ટ્રસ અને શ્રીલંકન સુંદરી જેક્લિન ફર્નાન્ડિઝ ટૂંક સમય માં જેલ માં જઈ શકે છે. કહેવાતા કોનમેન સુકેશ સાથે ના સંબંધો તે ઈડી સામે સ્પષ્ટ પણે નકારી ચૂકી છે, પરંતુ ત્યાર બાદ ફોટાઓ અને અન્ય વિગતો બહાર આવતા જેક્લિન ની મુસિબતો વધી ગઈ છે.
જેલિન નો જન્મ બહેરીન માં થયો હતો. ૨૦૦૬ માં મિસ યુનિવર્સ શ્રીલંકા બન્યા બાદ ૨૦૦૯ માં બોલિવુડમાં પદાર્પણ કર્યું હતું. ૨૬ વર્ષીય જેક્લિન ને તેની ૧૨ વર્ષ ની બોલિવુડ કેરિયર માં ૨૧ ફિલ્મો કરી છે જેમાં થી ૯ સુપર ફલોપ રહી હતી. તેની પાસે મુંબઈ માં ઘર, કોલંબો માં રેસ્ટોરેન્ટ સહિત ૭૪ કરોડ ની નેટવર્થ ધરાવે છે. ઈડી એ સુકેશ ચંદ્રશેખર તેની પત્ની લીના માયરા પોલ તથા અન્ય છ લોકો સામે ફાઈલ કરેલી 9000 પાના ની ચાર્જશીટ માં જણાવ્યા પ્રમાણે સુકેશ એ જેક્લિન પાછળ ૧૦ કરોડ રૂા. થી અધિક રકમ ઉડાવી હતી.

જેમાં પર લાખ નો ઘોડો, પ્રત્યેક ૯ લાખ ની એવી ચાર પર્શિયન બિલાડીઓ, ગુચી ની ૩ ડિઝાઈનર બેગ્સ, જીમ-વેર, લુઈ વિટન ના શુઝ, બે જોડી હિરા ની ઈયરીંગ્સ, માણક નું બ્રેસલેટ,બે હેમીઝ બ્રેસલેટ, રોલેક્સ ઘડીયાળ તથા ૧૫ જોડી ઈયરીંગ્સ તથા ૫ બર્કીન બેસ સામેલ છે. આ ઉપરાંત સુકેશ એ જેક્લિન ને એક ચોપર પણ ગિફટ કર્યું હતું. પરંતુ ઉંચી મેન્ટનન્સ કોસ્ટ ના કારણે જેક્લિન એ તે પરત કરી દીધું હતું. તદુપરાંત સુકેશ એ જેક્લિન ની માતા ને પોર્શ કાર તથા ૧.૮ લાખ ડોલર્સ આપ્યા હતા. અમેરિકા માં રહેતી જેક્લિન ની બહેન ને ૧.૫ લાખ ડોલર્સ ની લોન આપી હતી. તેમ જ ઓસ્ટ્રેલિયા માં રહેતા તેના ભદ્રી ને પણ ૧૫ લાખ રૂા. આપ્યા હતા.
હાલ માં જ રિયાધ માં ૧૦ મી ડિસે.એ બોલિવુડ ના દબંગ સ્ટાર સલમાન ની દબંગ ટુર ના લાઈવ કન્સર્ટ માટે જેલિન જ્યારે મુંબઈ એરપોર્ટ પહોંચી ત્યારે તેને અટકાવવા માં આવી હતી અને કલાકો લાંબી પૂછપરછ બાદ તેને જવા ની પરમીશન અપાઈ હતી. કોરોના મહામારી દરમ્યિાન સલમાન સાથે તેના ફાર્મ ઉપર ત્રણ મહિના સાથે રહેલી જેક્લિન થી હવે સલમાન એ પણ સલમાત અંતર બનાવી દીધું છે. તેને રિયાધ ના કન્સર્ટ માં સ્ટેજ ઉપર પર્ફોર્મન્સ કરવા દેવા માં આવ્યું ન હતું. માત્ર શિલ્પા શેટ્ટી જ સ્ટેજ ઉપર સલમાન સાથે નજરે આવી હતી. સુકેશ ની સાથી અને જેલિન-મુકેશ ને મેળવનારી તથા જેલિન ની તમામ ગિટ્સ પસંદ કરનારી પિંકી ઈરાની ની પણ હાલ માં જ ધરપકડ કરાઈ હતી અને હવે જેક્લિન ની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *