દાદીમા ના નુસખા

શિવાક્ષાર પાચક ચૂરણ


નુસખાં – હીંગ, કાળા મરી, અજમો, નાની હરડે, શુધ્ધ સાજીખાર તથા સિંધવ લૂણ – બધી વસ્તુઓ સમાન માત્રામાં લઈને કૂટી પીસી લો. આ પછી તેને ત્રણ વાર કપડાથી ચાળી લો. હવે શીશીમામં ભરી લો.
માત્રા તથા સેવનવિધિ – એક ચમચી ચૂરણ પાણીની સાથે સવાર-સાંજ સેવન કરો. જ્યારે પેટમાં ગેસ બને ત્યારે પણ આનું સેવન કરો.
લાભ – આ ચૂરણ વાયુ તથા વાતના નાના-મોટા રોગોને દૂર કરે છે. આના સેવનથી પેટની અગ્નિ ઠીક થાય છે અપાન વાયુ બહાર નિકળી જાય છે. કબજિયાત દૂર થાય છે. આ બાળકો માટે પણ ઉપયોગી છે.


હિંગાષ્ટક ચૂરણ


નુસખાં-સૂંઠ, કાળા મરી, પીપળો, અજમો સિંધવ લૂણ, કાળુ તથા સાદું જીરું ૧૦-૧૦ ગ્રામ અને હીંગ ૨ ગ્રામ – બધી વસ્તુઓને સારી રીતે કૂટી-પીસીને કપડથી ચાળીને શીશીમાં ભરી લો.
માત્રા અને સેવન વિધિ – અડધી ચમચી ચૂરણ પાણી સાથે લો. આ વાયુ પ્રકોપને તરત જ શાંત કરે છે. ચૂરણને ઘી માં મેળવીને પણ લઈ શકો છો. આનું સેવન ભોજ કર્યા પહેલાં કરો.

લાભ – ગરમ પાણી સાથે સેવન કરવાથી પેટમાં રહેલી અપાન વાયુનિકળી જાય છે. પેટનો દુખાવો ઠીક થઈ જાય છે. ભોજન જલદી પચી જાય છે તથા વાયુની બિમારી ઠીક થાય છે. મંદાગ્નિ દૂર થાય છે. ભૂખ ઉઘડે છે.

નારાયણ ચૂરણ


નુસખા – પીપળો ૫ ગ્રામ, નિશીથ (એક વેલ જેના મૂળ-ડાંખળા દવામાં વપરાય છે.) ૨૫ ગ્રામ અને કાચી ખાંડ ૫૦ ગ્રામ – આ બધાને છે પીસીને ચૂરણ બનાવીને શીશીમાં ભરી રાખો.
માત્રા તથા સેવનવવિધિ – ભોજન કરતાં પહેલાં અડધી ચમચી ચૂરણ દરરોજ તાજાં પાણી સાથે સેવન કરો.
લાભ – આ પેટને મુલાયમ બનાવે છે. કઠણ મળને ઢીલો કરે છે. કફ, પિત્ત તથા વાયુથી ઉત્પન્ન તકલીફોને ઓછી કરે

લક્ષાદિ ચૂરણ

નુસખાં – જેઠીમધ, લાખ, શેકેલી હળદર, મજીઠ તથા નીલકમલનાં ફૂલ બધી વસ્તુઓ સમાન માત્રામાં સૂકવીને ચૂરણ બનાવી લો.
માત્રા તથા સેવન વિધિ – સવારે અને સાંજે એક-એક ચમચી ચૂરણ ગરમ પાણીની સાથે સેવન કરો.
લાભ – આ ચૂરણને ખાવાથી ચાર-પાંચ દિવસમાં ખૂની તથા વા વાળા હરસ-મસા મટી જાય છે.


ત્રિફળા ચૂરણ


નુસખાં – પીપળો, આમલા, હરડે, બહેડાં અને સિંધવ લૂણ – બધી વસ્તુઓ સમાન માત્ર| માં લઈને કૂટી-પીસીને ચૂરણ બનાવી લો. પછી આને શીશીમાં ભરીને ઢાંકણું કઠણ બંધ કરી દો. જેથી ભેજ ના જઈ શકે.
માત્રા તથા સેવન વિધિ – રોગના પ્રમાણે એક થી બે ચમચી ચૂરણ દરરોજ સવારે-સાંજે મધની સાથે ચાટો.
લાભ – આ ચૂરણના સેવનથી મંદાગ્નિ, તાવ, ઉધરસ, શ્વાસ વગેરે રોગો ઠીક થઈ જાય છે.


બ્રાહ્મી ચૂર્ણ


નુસખાં – બ્રાહ્મી, આમળા, હરડે, બહેડાં – આ બધાને સમાન માત્ર માં પીસીને ચૂરણ તૈયાર કરી લો. તે પછી આમાં કાચી ખાંડ મેળવો.
માત્રા તથા સેવનવિધિ – એક ચમચી ચૂરણ ગાય અથવા બકરીના દૂધની સામે સેવન કરો.
લાભ -આના સેવનથી ગાંડપણ, ભ્રમ, વાઈ વગેરે માનસિક વિકારોમાં લાભ થાય છે. આ સિવાય આંખોની બળતરા, હાથ-પગમાં બળતરા તથા ગભરામણ દૂર થાય છે. આનાથી મન શાંત થાય છે અને સ્મરણ શક્તિ વધે છે.


અનુસંધાન આવતા અંકે દાદી મા ના નસખા


ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો માટે સામાન્ય શારીરિક તકલીફો માટે દેશ માં થતા દેશી ઓસડીયા કે જેનો દાદીમા ના નુસખા તરીકે પ્રચલિત છે તે અત્રે રજુ કરે છે, આમ તો આ દેશી ઓસડીયા અને ઘરગથ્થુ ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા નથી.પરંતુ પરંપરાગત ઘરેલુ નુસ્મા માત્ર આપની જાણ માટે પ્રકાશિત કરવા માં આવે છે. આવા અખતરા ના ફાયદા-ગેરફાયદા કે અસરકારકતા માટે ગુજરાત એક્સપ્રેસની કોઈ જવાબદારી નથી. આપની તકલીફ માં જરૂરી દાક્તરી સલાહ સુચનો લેવા નમ્ર વિનંતી.

Leave a Reply

Your email address will not be published.