નફટાલિ બેનેટ યુએઈ માં
રવિવારે ઈઝરાયેલ ના | વડાપ્રધાન નફટાલિ બેનેટ એ વાસ્તવ માં ઇતિહાસ સર્જી દીધો છે. તેઓ ઈઝરાયેલ | ના પ્રથમ વડાપ્રધાન છે જેઓ કોઈ આરબ દેશ ની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હોય. રવિવારે નફટાલિ અબુધાબી પહોંચ્યા હતા.
રવિવારે સવારે જ ઈઝરાયેલ ના વડાપ્રધાન નફટાલિ | બેનેટ ની યુએઈ | ની સત્તાવાર મુલાT કાત ની જાહેરાત કરે કરાઈ અને મોડી રાત્રે તેઓ અબ- ૬ ધાબી પહોંચી ગયા હતા. તેમને યુએઈ | ના ક્રાઉન પ્રિન્સ ના નાના ભાઈ અને વિદેશમંત્રી અબ્દુલા બિન ઝાયેદ એ આવકાર્યા હતા. ત્યાર બાદ તેમને સન્માનજનક ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આ પ્રસંગે બોલતા ઈઝરાયેલ ના વડાપ્રધાન બેનેટ એ કહ્યું હતું કે હું એક સંદેશો લઈને | આવ્યો છું. યુએઈ ની લિડરશીપ અને અહીં ના લોકો ને કહેવા માંગુ છું કે આપણે માત્ર પાડોશ જ નથી, પરંતુ ભાઈઓ છીએ. ત્યાર બાદ બેનેટ પ્રિન્સ પેલેસ પહોંચ્યા હતા. ત્યાં યુએઈ ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહધ્યાન સાથે બન્ને દેશો ના પ્રતિનિધિઓ ની હાજરી માં મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ ડેલિગેશન લેવલે ઘણી ચર્ચાઓ થઈ હતી. અને સોમવારે ઘણી બધી સમજૂતિઓ ઉપર હસ્તાક્ષર પણ થયા હતા. ૧૯૪૮ માં ઈઝરાયેલ ની સ્થાપના થી તમામ આરબ દેશો ઈઝરાયેલ ના દુશ્મન દેશો હતો. તેમની વચ્ચે યુધ્ધ પણ છેડાઈ ચુક્યું છે. ત્યાર બાદ ૨૦૨૦ માં અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની મધ્યસ્થી થકી યુએઈ એ ઈઝરાયેલ ને માન્યતા આપી હતી. ત્યાર બાદ સાઉદી અરેબિયા સહિત ચાર આરબ દેશો એ ઈઝરાયેલ ને માન્યતા આપી હતી. ત્યાર બાદ ઈઝરાયેલ ના વડાપ્રધાન પ્રથમવાર આરબ દેશ ના સત્તાવાર પ્રવાસે યુએઈ પહોંચ્યા હતા. સિનિયર નેતાઓ સાથે મુલાકાત બાદ યુએઈ ની ન્યુઝ એજન્સી ને ઈઝરાયેલ | ના વડાપ્રધાન બેનેટ એ
આપેલા ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે ગત વર્ષે અબ્રાહમ એકર્ડ બાદ નવી શરુઆત કરી હતી. હવે અમે ડિપ્લોમેટીક, ઈકોનોમિક અને કલ્ચરલ સેન્ટર માં ખૂબ મજબૂત સંબંધો બનાવીશું. અમે ટ્રેડ, રિસર્ચ, એવિએશન સેક્ટર, એજ્યુકેશન, સાઈબર સિક્યોરિટી અને ડેવલપમેન્ટ સેક્ટર માં ઘણા કરાર કર્યા છે. આ સમજૂતિ થી બન્ને દેશો ને ફાયદો થશે. હું યુએઈ ની લિડરશીપ અને અહીં ના લોકો દ્વારા ક્રવા માં આવેલા સ્વાગત માટે આભારી છું. હવે બન્ને દેશો વચ્ચે ના સંબંધો મજબૂતી થી આગળ વધી રહ્યા છે.
આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન યુ.એ.ઈ. કે ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુધ્ધ એક શબ્દ પણ બોલાયો નથી. જો કે વાસ્તવિકતા માં આ સંબંધો નો પાયો જ ઈરાન ના વિરોધ નો છે.