બ્રિટન માં ઓમિક્રોન વિસ્ફોટ
આખા વિશ્વ માં ઓમિકોન વેરિયેન્ટ થી પ્રથમ મોત બ્રિટન માં નોંધાયું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સોમવારે આની જાહેરાત કરી હતી. જ્યારે ફક્ત રવિવાર ના એક જ દિવસ માં નવા ૧૨૩૯ કેસો નોંધાયા હતા.
બ્રિટન ના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવેદ ના જણાવ્યા પ્રમાણે ક્રિસમસ દરમ્યિાન કેસો ઝડપ થી વધી રહ્યા છે. આ ઉપરાંત જે ઝડપ થી ઓમિક્રોન પ્રસરી રહ્યો છે તે સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે રોજ ના ૫ લાખ થી અધિક લોકો સંક્રમણ નો ભોગ બની શકે છે. વેક્સિન ના બન્ને ડોઝ લીધા હોય તેવી પણ મોટી ઉંમર ની તમામ વ્યક્તિઓ ત્રીજો ડોઝ લઈ લે તે હિતાવહ છે. બ્રિટન ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ના જણાવ્યા અનુસાર લંડન માં કોરના ના ૪૦ ટકા મામલાઓ માં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળ્યો છે. આ ખૂબ જ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. આ પહેલા આવુ ક્યારેય નથી જોયું. જ્યારે ઓમિકોન ના ઝડપી બનેલા સંક્રમણ ના પગલે બ્રિટીશ સરકારે કોવિડને લઈ ને એલર્ટ નું સ્તર રવિવારે ત્રણ થી વધારી ને ચાર કરી દીધું હતું. યુકે સ્વાથ્ય સુરક્ષા એજન્સી ની સલાહ ઉપર યુનાઈટેડ કિંગ્ડમ ઈંગ્લેન્ડ, ઉત્તરી આયરલેન્ડ સ્કોટલેન્ડ અને વેલ્સ ના તમામ વિસ્તારો ના મુખ્ય ચિકિત્સા અધિકારીઓ એ પણ એલર્ટ સ્તર ને વધારી દીધું છે.
વિશ્વ આરCોગ્ય સંસ્થા ને ઓમિકોન વેરિયેન્ટ ને વેરિયેન્ટ ઓફ કન્સર્ન ની કેટેગરી માં રાખ્યો છે. કોરોના ના આ નવા વેરિયેન્ટ એ આખા વિશ્વ ની ચિંતા વધારી દીધી છે. આ નવો વેરિયન્ટ ફરી એક વાર મહામારી ને ગંભીર બનાવી શકે છે. લંડન સ્કુલ ઓફ જીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન તેમ જ દ.આફ્રિકા ના સ્ટેલનબોશ યુનિ.ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા સ્ટડી રિપોટ માં ચેતવણી આપવા માં આવી છે કે જો પહેલે થી સુરક્ષા ના યોગ્ય પગલા લેવા માં નહીં આવે તો એપ્રિલ ૨૦૨૨ સુધી માં યુકે માં ઓમિકોન વેરિયેન્ટ ના કારણે ૨૫ હજાર થી ૭પ હજાર લોકો ના મોત થઈ શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાન પણ ઓમિકોન વેરિયેન્ટ વિષે દુનિયા ને સતત ચેતવણી આપે છે. તેમના જણાવ્યા પ્રમાણે ઓમિકોન ખૂબ જ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. અને તે વેક્સિન ની અસરકારકતા ને ઓછી કરે છે. હાલ ના આંકડા જણાવે છે કે કોમ્યુનિટિ ટ્રાન્સમિશન થવા થી નવો વેરિયેન્ટ ડેલ્ટા વેરિયેન્ટ કરતા પણ વધારે ખતરનાક બની શકે છે. બ્રિટન માં અત્યારે જે ઝડપ થી ઓમિકોન ફેલાઈ રહ્યો છે અને ડિસ સેમ્બર માં ક્રિસમસ ના તહેવારો દરમ્યિાન લોકો ને સામાજીક રીતે ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવવા માં નહીં આવે તો જાન્યુઆરીફેબ્રુઆરી માં ઘણા દર્દીઓ ને હોસ્પિટલ માં દાખલ કરવા પડશે.