રશિયા યુક્રેન ઉપર હુમલો કરશે ?

રશિયા એ યુક્રેન ની સરહદે પોતાના દોઢ લાખ ના સૈન્ય ને તથા યુધ્ધ માટે નો જરુરી સાધન સરંજામ પહોંચાડી દીધો છે. | અમેરિકી ગુપ્તચર એજન્સી ના જણાવ્યા પ્રમાણે રશિયા ગમે ત્યારે યુક્રેન ઉપર હુમલો કરી શકે છે. આ સંદર્ભે જ ગત સપ્તાહ માં | અમેરિકી રાષ્ટપતિ જો બાયડન એ રશિયન રાષ્ટપતિ પુતિન સાથે વર્ચ્યુઅલ શિખર મંત્રણા કરી હતી. અ ા | અગાઉ ૨૦૧૩ માં રશિયા એ યુક્રેન ઉપર હુમલો કર્યો હતો. આ | હુમલા માં લગભગ ૧૩ હજાર સૈનિકો ના મોત થયા હતા. જો કે ત્યાર બાદ ૨૦૧૫ માં બન્ને દેશો વચ્ચે શાંતિ કરાર થયા હતા. રશિયા દ્વારા હુમલા ની આશંકા વચ્ચે યુક્રેન ન એડિવિવકા ના બંકરો માં મોરચો સંભાળી રહેલા યુક્રેન ના | સૈન્ય નું કહેવું છે કે રશિયા એ વિશ્વ સમક્ષ ભલે યુધ્ધ પરત ખેંચવા ની જાહેરાત કરી દીધી હોય, વાસ્તવ માં રશિયન સૈનિકો દ્વારા અહીં નિયમિત કરાતા ફાયરીંગ માં રોજ ના સરેરાશ ૧ યુક્રેન ના સૈનિક નું મોત થાય છે. તેઓ એડિવિવકા ના | બંકરો માં છેલ્લા ૮ વર્ષો થી મોરચો સંભાળી | રહ્યા છે. ઓક્ટોબર માં પોલેન્ડ-બેલારુસ વચ્ચે થયેલા સરહદ વિવાદ ની આડ માં બેલારુસ ને પરોક્ષ મદદ કરવા ના રૂપ માં રશિયાએ ત્યાં ની સરહદ ઉપર પોતાના સૈન્ય ની તૈનાતી વધારી દીધી હતી. જો કે ત્યાર થી જ તેનું લક્ષ્ય યુક્રેન સરહદ ને ત્રણેય બાજુએ થી ઘેરવા નું હતું. અમેરિકી ગુપ્તચર એજન્સીઓ એ સેટેલાઈટ તસ્વીરો દ્વારા કરેલા ખુલાસા મુજબ રશિયા એ યુક્રેન બોર્ડર નજીક ૫૦ બટાલિયન રિઝર્વ રાખવા ઉપરાંત ૧૨ હજાર ટેન્કો ને પણ એક્શન | મોડ માં રાખેલ છે. ઉપરાંત તાજેતર માં અહીં કરાયલી મોટી લશ્કરી કવાયત માં ૭૫ હજાર સૈનિકો સામેલ થયા હતા. આ પરિસ્થિતિ માં અમેરિકા એ યુકેન માં પોતાનું સૈન્ય મોકલવા ની જાહેરાત કરી છે. શીતયુધ્ધ ના લગભગ ૩૦ વર્ષો બાદ પહેલીવાર અમેરિકા પૂર્વ યુરોપ માં નાટો ના બેનર વગર જાતે જ પોતાનું સૈન્ય ઉતારશે. યુક્રેન સરહદે રશિયન સૈન્ય થી યુરોપ નું રાજકારણ પણ ગરમાયું છે. અમેરિકા એ રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો ની પણ તૈયારી રાખી છે. જેમાં રશિયા ના બોન્ડ ખરીદવા ઉપર રોક, રશિયા ને ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ થી બહાર કરવા ઉપરાંત રશિયા થી ઉત્તર યુરોપ માં જતી ગેસ પાઈપલાઈન ને બંધ કરવા સહિત ના પગલા સામેલ છે. જો કે આ બધું કરવા છતા રશિયા ને યુકેન ઉપર ચઢાઈ કરતું અટકાવી શકાશે કે કેમ તે તો આવનારા સમય માં જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published.